નવી દિલ્હી : લોકપ્રિય સોશિયલ મીડિયા કંપની ફેસબુકે (Facebook) ભારતમાં રોકાણ (Investment)નો નિર્ણય કર્યો છે. ફેસબુકની નજર તેજીથી વધતા અને આકર્ષક ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના એક મોટા હિસ્સા પર છે. ફેસબુક, સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશો અને એડટેક એન્ટરપ્રાઈસ અનએકેડમીમાં પોતાનું રોકાણ કરવા શરૂઆતના તબક્કાની કંપનીઓ પર નજર રાખી રહ્યું છે. મીશો અને અનએકેડમી બન્ને યુનિકોર્ન બની ગઈ છે. આમ સોશિયલ મીડિયા જાયન્ટે નવા ઉદ્યમીઓને લોન આપવા(Facebook Loan)ની શરૂઆત કરી છે.
Facebook Loan
ફેસબુક ઈન્ડિયાના MD અજીત મોહનનું કહેવું છે કે, અમે શરૂઆતના તબક્કાના સ્ટાર્ટઅપ્સ (Start Ups)માં રોકાણની તક શોધી જારી રાખશે અને અમે તેને ઈનોવેટિવ મોડલ્સનું સમર્થન કરવા ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ, જેમાં ભારતમાં વિકાસની ક્ષતા છે, એટલું જ નહિં જેણે વૈશ્વિક સ્તરે પણ વધારવામાં આવી શકે છે. સંયોગથી મીશો (Meesho) અને એનએકેડમી (Unacademy) બન્નેએ યુનિકોર્ન (Unicorn)નો દરજ્જો હાંસિલ કર્યો છે, જેનો અર્થ હશે કે ફેસબુકના રોકાણ માટે એક અનપેક્ષીત લાભ હશે. એપ્રિલ 2021માં પોતાના અંતિમ ફંડિંગ રાઉન્ડ પછી મીશોની વેલ્યૂએશન 2.1 અબજ ડોલર હતી. ચાલુ મહિને પોતાના નવા ફંડ-રેઝિંગ દરમિયાન અનએકેડમીની વેલ્યૂ 3.4 અબજ ડોલર હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, કંપની સામાન્ય રીતે ભારતીય સ્ટાર્ટઅપમાં 2.5 કરોડ ડોલરથી લઈને 5 કરોડ ડોલર વચ્ચે રોકાણ કરે છે.
નાના વેપારીઓ માટે શરૂ કરી આ પહેલ
ઈન્ડિયા ઓનલી પહેલમાં ફેસબુકે (Facebook) શુક્રવારે એવી કંપનીઓ માટે એક લઘુ વ્યવસાય લોન(Facebook Loan) પહેલ પણ શરૂ કરી, જે તેના પ્લેટફોર્મ પર છે. તેનાથી તેને સ્વતંત્ર લોન આપવાવાળા ભાગીદારોના માધ્યમથી ક્રેડિટ સુધી તરત પહોંચ મળી શકશે. ઈન્ડિફી સાથે ફેસબુકની ભાગીદારોના માધ્યમથી નાના વેપારીઓને પ્રતિ વર્ષ 17-20%ની પૂર્વ-નિર્ધારિત વ્યાજદરે 5 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયાની લોન(Facebook Loan) મળી શકે છે અને અરજીકર્તા પાસેથી ઈન્ડિફી દ્વારા પ્રોસેસિંગ ફી લેવાની નહિં રહે. મહિલાઓના પૂર્ણ અથવા આંશિક માલિકીના વ્યવસાયો માટે વ્યાજદરમાં 0.2 ટકાની છુટ છે.
આ પણ વાંચો : રાખી સ્પેશયલ : સુરતીઓની આયુર્વેદિક મીઠાઈ, તહેવારની મીઠાશ સાથે સુધારશે સ્વાસ્થ્ય
મોહને કહ્યું કે, આ કાર્યક્રમથી ફેસબુક માટે કોઈ રેવેન્યૂ હિસ્સેદારી નથી. MSMEના વિકાસને આગળ વધારવા માટે એક પગલું છે. એક સંશોધન પરથી જાણવા મળે છે કે, ભારતીય MSMEને સમયસર ધિરાણ મેળવવા માટે મોટા પડકારોનો સામનો કરવો પડે છે અને આ વિકાસની તકો ઘટાડે છે. આ જ સમસ્યાને તક બનાવી હવે સોશિયલ મીડિયા ટેક જાયન્ટે Facebook Loan શરૂ કરી છે.
લોન સુવિધા આપવા ફેસબુક-ઈન્ડિફીની ભાગીદારી
ફેસબુક ઈન્ડિયાએ નાના અને મધ્યમ વ્યવસાયો (SMB)ની મદદ માટે લઘુ વ્યવસાય લોન(Facebook Loan) પહેલ શરૂ કરી છે. ભારત પહેલો એકમાત્ર એવો દેશ છે જ્યાં ફેસબુક આ પ્રકારના કાર્યક્રમ ચલાવી રહી છે. આ કાર્યક્રમ ભારતના 200 નગરો અને શહેરોમાં રજીસ્ટર્ડ વ્યવસાયો માટે ખુલ્લો છે. કાર્યક્રમમાં ફેસબુક (Facebook)ની કોઈ રેવેન્યૂ ભાગીદારી નથી અને કોઈ પણ MSMEને મળતી લોનની રકમ ફેસબુક પર ખર્ચ કરવાની કોઈ જવાબદારી નહી રહે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4