Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટકોરોનાકાળમાં પણ Facebookની બલ્લે-બલ્લે: એડવર્ટાઇઝમેન્ટના જોરે આવક 36.36% વધી

કોરોનાકાળમાં પણ Facebookની બલ્લે-બલ્લે: એડવર્ટાઇઝમેન્ટના જોરે આવક 36.36% વધી

Facebook Q2 ad revenue up 56% at $28.6 billion
Share Now

નવી દિલ્હી : આજના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છે. ખાસ કરીને કોરોના વાયરસ અને લોકડાઉનના સમયથી આ ઉપયોગમાં જાણે બમણો વધારો થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે જે તમને લેટેસ્ટ માહિતીથી અવગત રાખે છે અને તમારામાં રહેલા ટેલેન્ટને પણ તમે દુનિયા સામે રજૂ કરી શકો છો.

આ પણ વાંચો : કોઈ વસ્તુ અઘરી હોય શકે, પણ અશક્ય નહિ!

આ સાથે જ સોશિયલ મીડિયાના અન્ય મહત્વના પાસા પર નજર નાખીએ તો આ પ્લેટફોર્મના માધ્યમથી આજે સામાન્ય વ્યક્તિ, કલાકાર, બિઝનેસ વગેરે કમાણી પણ કરી શકે છે. તમે  દરરોજ મફતમાં ફેસબુકનો ઉપયોગ કરો છો, પરંતુ શું તમે જાણો છો કે, ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે આમાંથી કેટલી કમાણી કરી છે ? મળતી માહિતી પ્રમાણે માર્ક ઝુકરબર્ગની ફેસબુક કંપનીએ એકમાત્ર ભારતમાંથી જ 1 અબજ ડોલરની કમાણી કરી છે.

Facebook Q2 ad revenue up 56% at $28.6 billion

કોરોના લોકડાઉન દરમિયાન, ફેસબુકને ડિજિટલ પ્રવૃત્તિમાં પણ ઘણો ફાયદો થયો છે. તે જ સમયે, છેલ્લા વર્ષોમાં, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની એડવર્ટાઈઝમેન્ટ વગેરેની વૃદ્ધિને કારણે આવકમાં પણ વધારો થયો છે.

Facebook Q2 ad revenue up 56% at $28.6 billion

ફેસબુકે ભારતમાં કેટલી કમાણી કરી ?

ફેસબુક ઇન્ડિયાની કમાણી વધીને 9000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે એટલે કે 2020-21માં 1.2 અબજ ડોલરની આસપાસ. જોકે, હમણાં સુધી ફેસબુકે રજિસ્ટ્રાર પાસે કમાણીની વિગતો દાખલ કરી નથી તેથી ચોક્કસ આંકડા આવવાના બાકી છે. ગયા વર્ષે આ આવક માત્ર 6,613 કરોડ રૂપિયા હતી, એટલેકે કંપનીના નફામાં એક જ વર્ષમાં 36.36%નો વધારો થયો છે. જો આપણે 2018-19ની વાત કરીએ તો તે વર્ષના બીજા છ માસમાં ફેસબુકની કમાણી 2,254 કરોડ રૂપિયા હતી.

Facebook Q2 ad revenue up 56% at $28.6 billion

ફેસબુકે પૈસા કેવી રીતે કમાયા ?

છેલ્લા કેટલાક વર્ષોમાં ફેસબુકની કમાણીની ઝડપ વધી છે. લોકડાઉનના સમયમાં ધંધા રોજગાર બંધ હતા ત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગમાં થયેલા વધારાને કારણે પણ તેની આવક વધી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ વધવા પાછળ ખૂબ જ સસ્તો ડેટા અને તે જ સમયે સ્માર્ટફોન પણ સસ્તા હોવાનું કારણ જવાબદાર છે. આ બધાને કારણે લોકોએ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધાર્યો છે. લોકડાઉન દરમિયાન લોકો ઇન્ટરનેટ દ્વારા ઘરેથી કામ, અભ્યાસ અને ખરીદી કરતા હતા. તે કારણે પણ ફેસબુક અને ગૂગલે લોકડાઉન દરમિયાન જાહેરાતથી અબજો ડોલરની આવક મેળવી છે.

Facebook Q2 ad revenue up 56% at $28.6 billion

ફેસબુકનું કહેવું શું છે ?

ફેસબુક ઈન્ડિયાના એમડી અજીત મોહન કહે છે- “કોરોનાકાળના આ વર્ષમાં લોકોએ ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, આ સાથે જ ઓનલાઈન ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી ફેસબુકને ડિજિટલ જાહેરાતથી થતી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષ ડિજિટલ જાહેરાતના પરિપ્રેક્ષથી ઉત્તમ વર્ષ હતું. એમડી અજિત મોહને વધુમાં કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વર્ષે પણ ડિજિટલ બજાર 40 ટકા વધશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment