Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
HomeUncategorizedસૌ. યુનિવર્સીટીના પ્રોફેસરનું બન્યું ફેક આઈડી, પૈસાની કરી માંગણી

સૌ. યુનિવર્સીટીના પ્રોફેસરનું બન્યું ફેક આઈડી, પૈસાની કરી માંગણી

professor
Share Now

સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં પણ રાજકોટમાં અનેક લોકોના ફેક આઈડી બન્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં નેતાઓ બાદ પ્રોફેસરો પણ હેકર ની ઝપટે ચડી ચુક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ડો.યોગેશ જોગેસણનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી સામે આવી છે.

fack id

રૂ. ૮થી ૧૫ હજારની માંગણી કરી :

સૌરાષ્ટ્ર યુનિવર્ષિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ડો.યોગેશ જોગસણના નામનું ફેસબુક પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં તમામ વિગતો સાથે ફેક એકાઉન્ટ તૈયાર કરી તેના તમામ ફ્રેન્ડસને એક રિકવેસ્ટ મોકલવામાં આવી છે. આ અંગે ડો.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, મારા મિત્ર પાસે રૂ.8થી 15 હજારની માંગણી કરવામાં આવી હતી.

આ પહેલા અનેક રાજનેતાઓ, અધિકારીઓના આઈડી બન્યા :

આ કિસ્સા પહેલા પણ અનેક લોકોના ફેસબુક પર ફેક આઈડી બનાવી પૈસાની ઉઘરાણી કર્યા હોવાનું સામે આવ્યું છે. આ પહેલા રાજકોટ મનપાના નાયબ કમિશનર એ.આર.સિંહનું પણ ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું. ઉપરાંત કરણી સેના અધ્યક્ષ જે.પી.જાડેજાનું પણ ફેક આઈડી બન્યું હતું.

આ પણ જુઓ : રોજગારી સામે બેરોજગારી દિવસ !

સાવધાન રહો :

આ પ્રકારના ફેસબુક આઈડી બન્યા હોવાના અનેક કિસ્સા સામે આવે છે. જેથી જયારે પણ કોઈના એકાઉન્ટમાંથી પૈસાની ઉઘરાણી કરતા હોવાનું જો સામે આવે છે તો તુરંત જ જેના એકાઉન્ટમાંથી મેસેજ આવે છે તેની સાથે સંપર્ક કરવો અને સાચી માહિતી મેળવી લેવી. જેથી કોઈએ પૈસા ના મોકલી સાવધાન રહેવા સાઇબર એક્સપર્ટ જણાવી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment