Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝ2 વર્ષનું દલિત બાળક મંદિરમાં ઘુસી જતા 25 હજારનો દંડ ફટકારી દીધો!

2 વર્ષનું દલિત બાળક મંદિરમાં ઘુસી જતા 25 હજારનો દંડ ફટકારી દીધો!

Temple
Share Now

કર્ણાટક (Karnatak)ના કોપ્પલ જિલ્લાના મિયાપુર ગામના એક મંદિરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મિયાપુર ગામના એક મંદિરમાં બે વર્ષનું બાળક મંદિરમાં ઘુસી ગયુ હતું. તમને લાગતુ હશે કે બાળક (Child)ના પ્રવેશ પર શું હશે? પરંતુ અહીં તમારે એ જાણવુ જરૂરી છે કે બાળકના પ્રવેશવા પર આજના લોકોની વિચારસરણી કેવી છે. આ બાળકે મંદિર (Temple)માં પ્રવેશ કર્યો તે પુજારીને પસંદ આવ્યુ નહીં. વાત એટલાથી જ નથી અટકી આ મુદ્દાને લઇને કેટલીક જાતીના લોકોએ દલીત પરિવાર પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકારી દીધો હતો.

મંદિર (Temple)માં બાળક પ્રવેશતા દંડ ફટકારી દીધો

આ સમગ્ર મામલાને લઇને ગામના લોકોએ જણાવ્યું હતું કે, 4 સપ્ટેમ્બરના રોજ દલિત પરિવાર (Dalit Family)પ્રાર્થના માટે મંદિરમાં આવ્યું હતું. તેઓ અંદર નહોતા પ્રવેશ્યા પણ બહાર ઊભીને જ પ્રાર્થના (Prey)પૂર્ણ કરી હતી. તે લોકો જ્યારે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે જાતિના ભેદભાવમાં ન માનતું બાળક (Child)મંદિરમાં પ્રવેશી ગયું હતું. બાળક મંદિરમાં ઘુસી જતા પુજારી અને અન્ય લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી. એ સમયે તો કંઈ ન થયું પણ કેટલાક સમય બાદ 11મી સપ્ટેમ્બરે તેમણે પરિવાર પર 25 હજાર રૂપિયાનો દંડ (Fine)ફટકારી દીધો. એમ કહેવામાં આવ્યું કે, આ પૈસાથી મંદિરનું શુદ્ધિકરણ થશે.

આ પણ વાંચો: હત્યા કે આત્મહત્યા ? મહંત નરેન્દ્ર ગિરીના નિધનની તપાસ કરશે CBI

બીજી બાજુ ચંદ્રુના સમાજના લોકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું હતું. જોકે પરિવારે કોઈ પણ પ્રકારની એફઆઈઆર (FIR)ફાઈલ કરાવવાથી ઈન્કાર કરી દીધો હતો. તેઓ નથી ઈચ્છતા કે, ગામની શાંતિમાં ખલેલ પહોંચે.

ચામુંડા મા ના મંદિરની ખાસ વિશેષતા જાણો વીડિયો દ્વારા: 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment