Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝપરિવારની વેદના : માછીમારોને મુક્ત કરો

પરિવારની વેદના : માછીમારોને મુક્ત કરો

FISHING INDUSTRY
Share Now

માછીમારી કરતા માછીમારો ક્યારેક દરિયાઈ સીમાને ઓળંગી જાય છે ત્યારે ભારતીય માછીમારો પાકિસ્તાન પહોંચી જતા હોય છે. જેથી પાકિસ્તાન દેર તેઓને કેદ કરી લેવામાં આવે છે. ત્યારે તેઓને પાકિસ્તાનથી મુક્ત કરી ફરી ભારત લાવવા માટે તેઓના પરિવારજન દ્વારા માંગણી કરવામાં આવી છે. આવનારા સ્વાતંત્ર્ય દિવસને ધ્યાને લઇ ભારત અને પાકિસ્તાને એકબીજાના દેશના પકડવામાં આવેલા માછીમારોને માનવતાના કારણોસર મુક્ત કરવા માંગણી કરવામાં આવી છે. ભારતના અંદાજે 558 જેટલા વધુ માછીમારો પાકિસ્તાની જેલમાં છે અને પાકિસ્તાનના 74 જેટલા માછીમારો ભારતની જેલમાં છે.

DEMANDS BY FISHERWOMEN

ભારતના અંદાજે 558 જેટલા વધુ માછીમારો પાકિસ્તાની જેલમાં

ભારતીય માછીમારોની હાલત દયનીય બની રહી છે. એક તરફ કોરોનાને કારણે માછીમારીને મોટું નુકશાન થયુ છે બીજી તરફ અનેક પરિવારોનાં મોભી છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે પરિણામે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે. આ અંગે નેશનલ ફિશ વર્કર ફોરમ તેમજ ગુજરાત માછીમારની સંસ્થાઓએ પત્રકાર પરિષદનું આયોજન ર્ક્યું હતું. જેમાં પાકિસ્તાનની જેલમાં 4 વર્ષથી સબડતા 558 માછીમારોને છોડાવવા પરિવારજનોએ સરકારને રજુઆત કરી હતી. જ્યાં એક માછીમારો મહિલાએ પોતાનો વલોપાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મોદી સાહેબ ક્યાં છો ? અમારા પતિ જેલમાંથી ક્યારે આઝાદ થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના માછીમારોએ જાહેરાત કરી હતી કે, ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયામાં અસરો જોવા મળે છે જેના કારણે ઇતિહાસમાં પહેલીવાર આ વખતે 15 ઓગસ્ટને બદલે 1 સપ્ટેમ્બરથી માછીમારી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : કોંગ્રેસે વિકાસ લાઈટ લઈને શોધવા નીકળ્યા !

માનવતાના કારણોસર મુકત કરવા જોઇએ

FISHING INDUSTRYવધુમાં માછીમાર સમાજની મહિલા અને અન્ય અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આવનારા સ્વાતંત્રય દિવસને ધ્યાનમાં લઈ ભારત અને પાકિસ્તાને એકબીજાના દેશનાં પકડવામાં આવેલા માછીમારોને ‘માનવતા ના કારણોસર મુકત કરવા જોઇએ,એવી અમારી અપીલ છે. માછીમારો ભલાથી પાણીની સરહદ ઓળંગતા હોવાનું બન્ને સરકાર અવારનવાર માન્ય કર્ય છે. વાસ્તવમાં બન્ને દેશે માછીમારોની ધરપકડ નહી કરવાનું ધોરણ સ્વીકારવું જોઈએ. માછીમારોની ધરપકડ કરવાની જગ્યાએ માછીમારોની બોટોને તેમના દેશનાં પાણીમાં પાછા ફરવાનું કહેવુ જોઈએ.

કેદીઓ માટેની ન્યાયાલય સમિતિને ફરી સક્રિય કરવાની માંગ કરી

ડોકટરોની ટીમને તેમના દેશના કેદીઓને તપાસમાં આવવા દેવાની મંજૂરી આપવી જોઇએ. કેદીઓ માટેની ન્યાયાલય સમિતિને ફરી સક્રિય કરવામાં આવે ઉચ્ચ ન્યાયાલય ચાર ચાર નિવૃત ન્યાયાધીશોની આ સમીતી 2007માં સ્થાપના કરવામાં આવી હતી. તેની છેલ્લી બેઠક 2013માં ઓકટોબરમાં ભારતમાં થઈ હતી. બન્ને સરકારે બનાવેલી આ સમિતિ એકબીજા દેશોમાં જઇ કેદીઓને મળતી હતી.

અનેક પરિવારો આર્થિક સંકટમાં

FISHING INDUSTRY

ઉલ્લેખનીય છે કે સોૈરાષ્ટ્ર- ગુજરાતનાં ટોટલ 558 જેટલા માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં સબડી રહયા છે. પાકિસ્તાન દ્રારા વર્ષોથી જેલમાં બંધ માછીમારોને છોડવામાં આવતા ન હોવાથી પરિવારોમાં ઘેરી ચિંતા જોવા મળી રહી છે. કોરોનાને કારણે માછીમારીને નુકશાન, બીજી બાજુ મોભી જેલમાં હોવાથી અનેક પરિવારો આર્થિક સંકટમાં છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment