સીઆઆરપીએફ (CRPF) ના કોઇ જવાન ફરજ દરમિયાન શહીદ (Martyr)થઇ જાય તો હવે તેના પરિજનોને 35 લાખ રૂપિયાની આર્થિક મદદ મળશે. સીઆરપીએફના એક અધિકારીએ આ નિર્ણયની જાણકારી આપી હતી. આ ઉપરાંત જવાનો સાથે જોડાયેલા અન્ય બાબતોને લઇને પણ વિભાગે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.
CRPF જવાનો સાથે જોડાયેલા અન્ય કેટલાક નિર્ણયો પણ કર્યા
આ સાથે અન્ય બાબતોમાં પણ સરકારે જોખમ ફંડમાં સુધારો લઇ આવી 25 લાખ રૂપિયા કરી નાખ્યું છે. જ્યારે શહીદ જવાનની પુત્રી અને બહેનના લગ્ન (Marriage)માટે પણ આર્થિક સહાય વધારીને 1 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે.
આ પણ વાંચો: INS Vela: ભારતીય નૌકાદળની તાકાતમાં થયો ચાર ગણો વધારો
CRPF જવાનના શહીદ બાદ પહેલા જોખમ ફંડ કેટલુ હતુ
કેન્દ્રિય સશસ્ત્ર દળના તમામ જવાનોના પરિવારને નવેમ્બરથી આર્થિક મદદ વધારવાની તૈયારી પહેલેથી જ ચાલી રહી હતી. જેને હવે ગૃહ મંત્રાલયે મંજૂરી આપી છે. આ પહેલા સીઆરપીએફમાં જોખમ ફંડ 21.5 લાખ રૂપિયાથી 25 લાખ રુપિયા સુધી હતુ, જેને ડિરેક્ટોરેટ જનરલ દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતુ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4