કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને ભાવિકો માટે દર્શન કરવા પણ દુર્લભ પણ બનાયા હતા અને રાજ્યનાં તમામ યાત્રાધામો મહિનાઓથી બંધ છે. ત્યારે હવે ગુજરાતમાં સંક્રમણનું પ્રમાણ ઘટતાં આવતીકાલે 11 મેથી મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાશે, જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ખોડલધામ, ચોટીલાનો સમાવેશ થાય છે, જ્યારે વડતાલ સ્વામિનાયણ મંદિર, અંબાજી, 12 જૂનથી અને બગદાણા 15 જૂન બાદ ખૂલશે.સરકાર દ્વારા કેટલાક કડક નિયમો સાથે મંદિરો ખોલવાની મંજૂરી આપી છે. ભક્તો નિયમનો ભંગ ન કરે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એનું ધ્યાન મંદિર સંચાલકોએ રાખવાનું રહેશે. તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે.
સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના ભાવિકો કાલથી કરી શકશે સાક્ષાત દર્શન
ફરીથી ભાવિકો માટે મંદિરોના દ્વાર ખુલી રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના દ્વાર આવતીકાથી ભાવિકો માટે ખુલી રહ્યા છે. જો કે, મંદિરો માત્ર ભાવિકો માટે બંધ કરવામાં આવ્યા હતા. તેમ છતાં ભાવિકો દર્શનથી વંચિત નથી રહ્યા. સોમનાથ મંદિર પ્રશાસન દ્વારા નિયમિતપણે સોમનાથ મહાદેવના દર્શન ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી કરાવવામાં આવતા. પરિસ્થિતિ ખુબ ખરાબ હતી ત્યારે ભાવિકોએ સતર્ક બની અને સમજદારી પૂર્વક મંદિરોને પૂરો સહયોગ આપ્યો હતો. તો મીની લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં ઓનલાઈન ભોળાનાથના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા. પરંતુ હવે ભાવિકોની આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલથી સોમનાથ મહાદેવના દ્વારા ખુલી રહ્યા છે. પ્રશાસનના આ નિર્ણયથી ભાવિકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જો કે, સોમનાથ મહાદેવનું મંદિર રાજય સરકારની નવી ગાઇડ લાઇન મુજબ નિયમોને અધીન ખોલવામાં આવશે. મંદીર સવારે 7/30 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. પરંતુ સવાર બપોર સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહી. કારણ કે, આરતી દરમિયાન ખુબ મોટા પ્રમાણમાં ભાવિકોની ભીડ એકત્ર થતી હોવાથી આરતીમાં ભાવિકોને પ્રવેશ નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
mokshya
ભક્તો અનુભવશે ધન્યતા કષ્ટ હરતા કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરી
લોકડાઉન બાદ મંદિરમાં ભગવાનના દર્શન કરવા દુર્લભ થઈ ગયા હતા. આશરે છેલ્લા બે માસથી બંધ હતું બોટાદમાં આવેલુ સાળંગપુરનું સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર. જો કે, હવે કોરોના કેસ ઘટ્યા છે અને દિન પ્રતિદિન ઘટી રહ્યા છે ત્યારે ફરીથી મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આવતીકાથી ભાવિકો ભક્તોના ઉતારા, પૂજાપાઠ દર્શન શરૂ કરવામાં આવશે. મંદિરો ખોલવાની પરવાનગી તો મળી ગઈ છે પરંતુ કોરોના હજુ ખતમ નથી થયો તેથી સરકારની નવી ગાઈડલાઈન્સ મુજબ ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
ભગવાન દ્વારકાધીશજીનું મંદિર 2 મહિને ખૂલશે
યાત્રાધામ દ્વારકામાં સુપ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશજી મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. કોરોના સંક્રમણને કારણે ગત એપ્રિલ માસથી મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રખાયા હતા. જોકે હવે કોરોના સંક્રમણ ઘટતાં વહીવટી તંત્ર દ્વારા તા.11મી જૂનથી જગત મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. દ્વારકામાં દ્વારકાધીશજીને શીશ નમાવવા માટે દેશ-વિદેશથી અનેક ભકતજનો દર્શનાર્થે આવે છે. જગત મંદિરનાં દ્વાર ફરી ખૂલવાના સમાચારથી ભાવિકોમાં ખુશીની લહેર વ્યાપી છે.
ભક્તો 12 જૂનથી કરશે મા અંબાનાં દર્શન
કોરોના મહામારીના પગલે 13 એપ્રિલથી બંધ અંબાજી મંદિર 57 દિવસ બાદ માના દર્શનને લઈ ભક્તો માટે 12 જૂનથી ખુલ્લું મુકાશે, જોકે મા અંબાનાં દર્શન કરવા આવનારા દર્શનાર્થીને મા અંબાના સિંહની સવારીવાળા ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહીં દેવાય, પણ ચાલતાં ચાલતાં જ દર્શનાર્થીએ દર્શન કરી લેવા પડશે. મંદિરની આવક એક વર્ષમાં અડધી ઘટી ગઈ છે. મંદિર બંધ રહેતાં દાનની 2 કરોડની આવકનું નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે મંદિર ખોલવા બાબતે સ્ટાફ સાથે વાત કરીને બધી તૈયારી કરી લીધી છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે 12મીથી જ અંબાજી મંદિર શરૂ કરીશું. ભક્તોને દર્શન માટે અનુકૂળ રહે એ માટે વોકિંગ ટ્રેક બનાવાયો છે.
આ પણ જુઓ : આવતીકાલથી ખુલશે ભોળાનાથના દ્વાર
ખોડલધામ મંદિરના દ્વાર ખુલશે
patrika
પાટીદાર સમાજની આસ્થાનું પ્રતિકસમા કાગવડમાં બિરાજમાન માં ખોડલના દ્વાર આવતીકાલથી ખુલી રહ્યા છે. આ નિર્ણયથી દર્શનાર્થીઓના અંતરમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્યારે 10 એપ્રિલ એટલે કે, છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર પણ બંધ રાખવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસર ખોલવાનું નક્કી કર્યું છે. જો કે, અનેક નિયમો અને દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરી દર્શન ખુલશે. આ મીની લોકડાઉન જેવા સમયમાં ભાવિકો દર્શનથી વંચિત નહોતા. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળતો. ભાવિકો નિત્ય માં ખોડળના દર્શન કરી ધન્ય થતા. હજુ પણ વર્ચ્યુઅલ દર્શન તો ચાલુ જ રહેશે પરંતુ આવતીકાલથી લોકો માં ખોડલના રૂબરૂ દીદાર કરી શકશે. સવારે 7-00 થી સાંજે 7-00 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. જેમાં પ્રશાસન દ્વારા મંદિર કે પરિસરમાં વધુ ભીડ એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખી ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે. તેમજ ધ્વજારોહણમાં 50 ભાવિકો ઉપસ્થિત રહી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ નિર્ણયને ભાવિકો આવકારી રહ્યા છે.
wikipedia
આવતીકાલથી પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર ખૂલશે
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરનાં દ્વાર કોરોનાની મહામારીને કારણે છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી બંધ કર્યા હતા, પરંતુ સરકારે ધાર્મિક સ્થાન પર મૂકેલાં નિયંત્રણ હળવા કરતાં આવતીકાલથી એટલે કે તારીખ 11 જૂનથી મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે ખૂલી જશે. સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામંડા માતાજી તેમજ ભાવનગરના ખોડિયાર મંદિર 11 જૂનથી ખુલ્લું મુકાશે, સાથે જ વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખૂલશે, જ્યારે ડાકોર મંદિર હાલ ખોલવું કે નહીં એ અંગે આજે મીટિંગ મળશે. બીજી તરફ પૂ. બજરંગદાસ બાપાના જગવિખ્યાત તીર્થધામ બગદાણા ખાતે મંદિર તા.11 જૂને ખૂલશે નહીં એમ ટ્રસ્ટીગણે જણાવ્યુ઼ં હતું. મંદિર ખોલવા બાબતે 15 જૂન બાદ નિર્ણય લેવાશે.
વીરપુરનું જલારામ મંદિર 65 દિવસ બાદ ખુલશે
કોરોનાની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ તારીખ 11 એપ્રિલના રોજ પૂજ્ય જલારામ બાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે 65 દિવસ બાદ એટલે કે 14 જૂન અને સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે ખુલશે. સરકાર જોકે સવાર-સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ અપાશે નહીં. જલારામ બાપાના દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે……
તો દર્શન દરમિયાન પણ ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહીતની ગાઇડ લાઇનનુ પાલન કરવાનું રહેશે. તેમજ પ્રશાસન દ્વારા ભાવિકો માટે દર્શનના ઓન લાઇન અને ઓફ લાઇન પાસ ફરજિયાત કરવામાં આવ્યા છે.હજી કોરોના ગયો નથી એટલે સાવચેતી પણ આટલી જ જરૂરી છે એટલે દર્શન કરવા જાઓ તો પણ નિયમોનું પાલન કરી અને સતર્ક રહેવું વધુ હિતાવહ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt