Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeએન્ટરટેઈન્મેન્ટરીતિક રોશનના ઘરની દીવાલ પર ભેજ જોવા મળતાં ચાહકોએ સવાલ કર્યો

રીતિક રોશનના ઘરની દીવાલ પર ભેજ જોવા મળતાં ચાહકોએ સવાલ કર્યો

Hrithik Roshan
Share Now
  • રીતિક રોશનના ઘરની દીવાલ પર ભેજ જોવા મળતાં ચાહકોએ સવાલ કર્યો, એક્ટરે આપ્યો જવાબ
  • રીતિક રોશને સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી.

બોલિવૂડ એક્ટર રીતિક રોશન પોતાની માતા સાથે બ્રેકફાસ્ટ કરતો હોય તેવી તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. જોકે, યુઝર્સનું ધ્યાન રીતિકને બદલે ઘરની દીવાલ પર પડ્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડિરેક્ટર માલવ રાજડાએ પણ આ તસવીર પર કમેન્ટ કરી હતી. આ તસવીર પર અઢળક કમેન્ટ આવતા રીતિકે પણ છેલ્લે જવાબ આપ્યો હતો.

Roshan

તસવીર શૅર કરી

તસવીરમાં રીતિકની મમ્મી બાલકનીમાં ઊભી છે. આ તસવીર શૅર કરીને રીતિકે કહ્યું હતું, ‘મમ્મી સાથે બ્રેકફાસ્ટ ડેટ. બુધવારના દિવસે રવિવારવાળી ફીલિંગ સૌથી સારી છે. હવે તમે પણ તમારી મમ્મીને ગળે લગાવો.’

આ પણ વાંચો : કોરોનાકાળમાં મસીહા બનેલા સોનુ સૂદની ઓફિસ પર ત્રાટકી IT ટીમ

ચાહકોએ કમેન્ટ કરી

રીતિકની આ પોસ્ટ પર સેલેબ્સે હાર્ટ ઇમોજી કમેન્ટ બોક્સમાં લખી હતી. જોકે, ઘણાં યુઝર્સ રીતિક રોશનની દીવાલ જોઈને ચમકી ગયા હતા. એક્ટરના ઘરની દીવાલમાં ભેજ આવ્યો હતો. યુઝર્સે ભેજવાળા ઘર અંગે કમેન્ટ કરી હતી. રીતિક રોશનની આ પોસ્ટ પર માલવ રાજડાએ કહ્યું હતું, ‘સર, તમારા દીવાલને ટચઅપની જરૂર છે.’ અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘હવે દીવાળીમાં કલર કરાવી લો.’

અંતે રીતિકે જવાબ આપ્યો

શરૂઆતમાં રીતિકે કોઈ જવાબ આપ્યો નહોતો. જોકે, પછી તેને લાગ્યું કે તેણે જવાબ આપવો જરૂરી છે. રીતિકે એક ચાહકની કમેન્ટ પર જવાબ આપતા કહ્યું હતું, ‘હાલમાં ભાડાના ઘરમાં રહું છું. પોતાનું ઘર ટૂંક સમયમાં લઈશ.’

Roshan

ગયા વર્ષે રીતિકે ઘરે ખરીદ્યું

ગયા વર્ષે ઓક્ટોબરમાં રીતિક રોશન 100 કરોડ રૂપિયામાં બે ઘર ખરીદ્યા હતા. બંને ઘર જુહૂ-વર્સોવા લિંક રોડની મન્નત બિલ્ડિંગના 14, 15 તથા 16મા માળે છે. આ ઘર 38 હજાર સ્કેવરફુટના છે. આ અપાર્ટમેન્ટની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાય છે. બે ઘરમાંથી એક ઘર ડુપ્લેક્સ તથા એક ઘર પેન્ટહાઉસ છે. રીતિક આ બંને ઘરને ભેગા કરીને એક મેન્શન બનાવશે.

હાલમાં દર મહિને 8.25 લાખનું ભાડું ભરે છે

હાલમાં રીતિક રોશન જૂહુની એક બિલ્ડિંગમાં ભાડેથી રહે છે. રીતિક પરિવાર સાથે જૂન, 2020થી આ અપાર્ટમેન્ટમાં રહે છે. આ ઘરનું ભાડું દર મહિને 8.25 લાખ રૂપિયા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment