Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝધોની કોઈ નામ નથી એક ઈમોશન છે, CSK ને જીતાડ્યા બાદ ધ્રુસકે-ધ્રુસકે ખુશીના આંસુ વહાવતા બાળકોને આપ્યું ગિફ્ટ

ધોની કોઈ નામ નથી એક ઈમોશન છે, CSK ને જીતાડ્યા બાદ ધ્રુસકે-ધ્રુસકે ખુશીના આંસુ વહાવતા બાળકોને આપ્યું ગિફ્ટ

Dhoni
Share Now

IPL 2021ના પહેલી ક્વોલિફાયર મેચમાં એમ.એસ.ધોની (Dhoni) એક અલગ અંદાજમાં જોવા મળ્યો. (Dhoni) ધોની તેના જૂના અંદાજમાં રમતો મેદાનમાં જોવા મળ્યો. મહેન્દ્રસિંહ ધોનીના આ અવતારની તો ક્રિકેટ રસિયાઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ ક્વોલિફાયર મેચ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટને મહેન્દ્રસિંહ ધોનીએ વિનિંગ શોટ લગાવીને પોતાની ટીમને એકવાર ફરીથી ટુર્નામેન્ટના ફાઈનલમાં પહોંચાડી દીધી છે.

મેચ દરમિયાન ઋતુરાજ ગાયકવાડ આઉટ થતા મહેન્દ્રસિંહ ધોની 7માં નંબરે બેટિંગ માટે ઉર્તયો હતો. જ્યારે ધોની મેદાનમાં ઉતર્યો ત્યારે ચેન્નઈ સુપરકિંગ્સનો સ્કોર 149 રને 5 વિકિટ પડી હતી. કેપ્ટન કૂલે માત્ર એક ઓવરમાં 3 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 18 રન કરી નાખ્યા હતા

ક્રિકેટ રસિક અને (Dhoni) ધોનીના ફેન્સના એક લાઈન તો જરૂરથી બોલે છે. માહી હૈ તો મુમકિન હૈ.  આ મેચ દરમિયાન ઋતુરાજ ગાયકવાડ આઉટ થતા લાગતું હતું કે, આ મેચ ચેન્નઈ સુપરકિંગ્સ જીતશે નહીં.  

એક સમયે એવું લાગતું હતું કે દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતી જશે. પરંતુ એમ એસ ધોનીએ ફરીથી એકવાર અશક્યને શક્ય બનાવી દીધુ અને ચોગ્ગો ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સને યાદગાર જીત અપાવી દીધી. 

ધોનીને જોઈને બાળકી થઈ ભાવુક

મહેન્દ્ર સિંહ ધોની જ્યારે મેદાનમાં ચોગ્ગા છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં સ્ટેન્ડમાં બેઠેલી એક નાની બાળકી ખુબ જ ભાવુક થઈ ગઈ હતી. તે ચેન્નઈ સુપરકિંગ્સની જર્સી પહેરીને મેચ જોવા આવી હતી. યલ્લો આર્મીને જીતતા જોઈને તેની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. બાળકીની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને ફેન્સ બોલ્યા ‘ધોની નામ નથી ઈમોશન છે.’ બાળકી જોડે તેનો ભાઈ પણ ખુબ ભાવુક થઈ ગયો હતો. 

બાળકીને ધોનીએ આપી ભેટ

ચેન્નઈ સુપરકિંગ્સની જીત બાદ જ્યારે મહેન્દ્રસિંહ ધોનીને ખબર પડી કે તેણે વિનિંગ શોટ ફટકાર્યો ત્યારે એક નાની બાળકી અને તેનો ભાઈ ખુશીના કારણે રડી પડ્યા ત્યારે માહીએ હૃદય જીતી લેનારું કામ કર્યું. કેપ્ટન કૂલે બોલ તે બાળકીને પકડાવી દીધો. બોલ મળતા જ બાળકી અને તેનો ભાઈ ખુબ જ ખુશ થયા.

આ પણ વાંચો:CWG માંથી હોકી ઇન્ડિયાના ખસી જવાથી ભડક્યા અનુરાગ ઠાકુર, દિલ્હી હોકી વિકેન્ડ લીગ શરૂ કરી

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment