રાજકોટના વીંછીયા તાલુકામાં હાલ ચાલુ વર્ષે ચોમાસામાં માત્ર 69 મીમી વરસાદ પડ્યો છે. અહી ખુબ જ ઓછો વરસાદ પાડવાના કારણે ખેડૂતોના પાક ઉભા સુકાઈ ગયા ખેડૂતો સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે.
વીંછીયા તાલુકામાં હાલ સાલું વર્ષે સોમાસુ ખૂબ નબળું રહ્યું છે ત્યારે સરકારી અકડા મુજબ વીંછીયા તાલુકાના વિસ્તારમાં અત્યાર સુધીનો પોણા ત્રણ ઈંચ એટલે કે 69 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે વીંછીયા તાલુકાના કુલ 46 ગામ આવેલા છે અને વીંછીયા તાલુકાના સોમાસુ વાવણી જમીન પર વાવેતર વિસ્તારની વાત કરીએ તો મગફળી-19988 હેકટર,કપાસ – 8011 હેકટર, મિશ્રણ પાક – તલ,બાજરી,જુવાર મગ,સોયાબીન,સહિત વગેરે પાક – 4560 હેકટર કુલ 32561 હેકટર જમીન વિસ્તારમાં ખેડૂતો એ વાવણી કરવામાં આવી છે.
વીંછીયા તાલુકાના બંધાળી ગામના ખેડૂત સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો પર આભ ટૂટી પડ્યો લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે ખેડૂતો વરસાદ રાહ જોઈને બેઠા છે સમય સર વરસાદ નહિ આવે તો ખેડૂતોને જીવવું મુશ્કેલ થઈ જશે વીંછીયા તાલુકાના ખેડૂતો માત્ર ખેત મજુર પર નિર્ભય છે અને પોતાનું ગુજારણ સલાવેશે ત્યારે ખેડૂતોને પશુઓ ને ખવરાવવા માટે ઘાસ સારો પણ નહીં બચે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ખેડૂત ના પશુ અને ખેડૂતને પીવાનું પાણી પણ નથી મળતું.
વીંછીયા તાલુકાના ખેડૂત ત્રાહિમામ પોકારી ગયા છે સરકાર સામે બે હાથ જોડીને વિંનંતી કરે છે સરકાર હવે તો ખેડૂતો સામું જોવો અમને સિંચાઈનું પાણી ખેતરમાં ઉભા પાકને પાણી પાવા માટે આપો મૂંગા પશુ સામે તો જુવો ખેડૂતની વેદના સાંભળીને હવે તો સરકાર જાગો દેવામાં ડૂબી રહ્યો છે. એક તરફ આટલી મોંઘવારી વચ્ચે ખેડૂત પાયમાલ થઈ ગયો છે અને હવે વરસાદ નથી થતો ત્યારે હવે તેણે ચૂંટેલી સરકાર પણ તેનો હાથ ન પકડતી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે.
ખેડૂતોએ ચૂંટણીમાં ખોબલે ને ધોબલે મત આપ્યા છે અને સરકારના નેતાઓએ ખેડૂતોને ખેતર પિયત કરવા સિંચાઈના પાણી આપવાના અનેક વાર વાયદા જ કર્યા છે. ત્યારે સરકારના વાયદા સાંભળીને ખેડૂત થકી ગયા છે હવે ખેડૂતના ખેતરમાં પાકને સિંચાઈના પાણી પિયત માટે ક્યારે આવશે તે ખેડૂતો સરકારને સવાલ કરી રહ્યા છે.
જુઓ આ વિડીયો : જગતનો તાત ચિંતાતુર
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4