Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / December 5.
Homeન્યૂઝમાર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક, ટેકાના ભાવ ઓછા હોવાથી ખેડૂતો નિરાશ

માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક, ટેકાના ભાવ ઓછા હોવાથી ખેડૂતો નિરાશ

ground nut selling at yard
Share Now

આ વર્ષે મગફળીનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થયું છે જેના કારણે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે. જેથી યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. મગફળીની આવક થતા માર્કેટ યાર્ડ મગફળીથી છલકાઈ ઊઠ્યું છે. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. કારણ કે સરકારના ટેકાના ભાવે વેચાણ કરવાના બદલે ખેડૂતો ખુલ્લા માર્કેટમાં મગફળી વેચવા માટે લાઇનો લગાવી રહ્યા છે. જેથી ખેડૂતોને સરકારી ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.

ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા

તાલુકામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થતાં મગફળીનું મબલખ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેના કારણે ઉત્પાદન પણ ખૂબ જ થવા પામ્યું છે. ત્યારે ખેતરોમાં પાકેલી મગફળીના વેચાણ માટે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે. જ્યારે ખેડૂતોને મગફળીના સારા ભાવો મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના રૂ. 1110 ના ભાવે મગફળી ખરીદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. કારણ કે સરકારી ટેકાના ભાવો કરતા ખુલ્લા માર્કેટમાં ખેડૂતોને મગફળીના ખૂબ જ સારા ૧૨૦૦ રૂપિયાથી વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાની મગફળી ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

સરકારી ટેકાના ભાવ કરતાં ખુલ્લા માર્કેટમાં ખૂબ સારા ભાવો મળતા હોવાનું ખેડૂતોનું કહેવું

મોટાભાગના ખેડૂતો મંડળીઓ પાસેથી ધિરાણ મેળવી વાવેતર કરતા હોય છે, જ્યારે વાવેતર કર્યા બાદ દવાનો છંટકાવ, પાકના નિંદામણ, મજુરી અને માર્કેટયાર્ડમાં લઈ જવા સુધીમાં ખાસો એવો ખર્ચ ભોગવવો પડતો હોય છે. તેમજ નવી સીઝન ના વાવેતર માટે પણ ખેડૂતોને રૂપિયાની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. ખેડૂતોને ધિરાણ ચૂકવવા તેમજ નવા પાકોનુ વાવેતર કરવા માટે રૂપિયા ઝડપથી હાથમાં આવે તે જરૂરી છે. ત્યારે સરકારે સરકારી ટેકાના ભાવે વેચાણ કરવામાં ખેડૂતોને મગફળીના સેમ્પલ ફેલ થવા, ઉતારો ઓછો આવવાના કારણે માલ રિજેક્ટ થવો તેમજ બધું થઇ ગયા પછી વેચાણ બાદ રૂપિયા હાથમાં આવતા ખૂબ વાર લાગે છે. જ્યારે ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવામાં આવી કોઈ જ સમસ્યા નહીં હોવાનું તેમજ સરકારી ટેકાના ભાવ કરતાં ખુલ્લા માર્કેટમાં ખૂબ સારા ભાવો મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : નોબેલ વિજેતા મલાલા યુસુફઝઈએ પોતાના બાળપણના મિત્ર સાથે શરૂ કર્યું નવજીવન

માર્કેટિંગ યાર્ડમાં પાકના વેચાણ માટે આવતા ખેડૂતોનું ખેડૂતોને પોતાના વેચાણ થયેલ આ પાકનું ઝડપથી વળતર મળે તેવી આશા હોય છે. એટલે મોટાભાગના ખેડૂતો ખુલ્લા માર્કેટમાં વેચવાનું વધારે પસંદ કરતા હોય છે. સાથે પાકના વાવેતર સમયે ખેડૂતો એ લીધેલા ધિરાણ ચૂકવવાની મર્યાદા તેમજ નવા પાકનો વાવેતર કરવા માટે રૂપિયાની જરુરિયાત હોય જેથી પાકનું વેચાણ થતાં ઝડપથી રૂપિયા આવે ખેડૂતો માટે ખૂબ જરૂરી હોય છે.

ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રાજ્ય સરકારની તમામ તૈયારીઓ

ગઈ કાલે લાભ પાંચમના દિવસે વરસાદની અગાહીના પગલે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રહી હતી. આજે સવારે 10 વાગ્યે જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા ખેડૂતોને મેસેજ કરવામાં આવશે. આજે 20 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યો છે તેવા ખેડૂતોની જ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતો મગફળી લઇને પહોંચ્યા છે. જોકે, ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રાજ્ય સરકારની તમામ તૈયારીઓ કરવામાં આવી છે પરંતુ ખેડૂતોમાં આ વર્ષે નિરસતા જોવા મળી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment