Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝખેડૂતો હવે હળના સહારે

ખેડૂતો હવે હળના સહારે

farming
Share Now

ખેડૂતો વળ્યા પરંપરાગત ખેતી તરફ

ટેકનોલોજીના આ આધુનિક યુગમાં પણ ખેડૂતો પરંપરાગત ખેતી કરી રહ્યા છે….કે એમ કહું કે એ જૂની પુરાણી ખેતી કરવા મજબુર બન્યા છે. પેટ્રોલ ડીઝલના આસમાને પહોચેલા ભાવ ખેડૂતોને આધુનિક સાધનો કેમ પોસાય ? તો ખેડૂતોએ ટેકનોલોજી વાળા મશીનો મૂકી દેશી ઓઝારોનો ફરીથી ઉપયોગ ચાલુ કર્યો છે.

jamkandorana photo

પેટ્રોલ ડીઝલે ખેડૂતોને રડાવ્યા 

હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ સૌ કોઈને દજાડી રહ્યા છે. હજુ પણ સરકાર સતત ભાવ વધારી જ રહી છે. જેનો સૌથી વધુ માર ખેડૂતોને પડી રહ્યો છે. મોંઘા બિયારણો, મોંઘા ખાતર, મોંઘી દવાઓ સામે ઓછી ઉપજ અને પાકના ઓછા ભાવ ઉપરથી આ પેટ્રોલ ડીઝલનો અસહ્ય ભાવ વધારો. તો ખેડૂતોએ ખેતી કરવા દેશી રીત ફરી અપનાવી લીધી છે લખતર તાલુકાના ખેડૂતોએ…સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં આધુનિક યુગમાં ટ્રેક્ટર મશીનો હોવા છતાં દેશી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. આધુનિક યુગમાં ટ્રેક્ટર, આધુનિક ઓજારો, ખડ દૂર કરવાના માટે આધુનિક સાધનો હોવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે આજે ખેડૂતો દ્વારા દેશી પદ્ધતિ મુજબ ખેતરમાં ખડ ઘાસ દૂર કરવા દેશી ઓઝારોની મદદથી ખેતીકામ કરવા ખેડૂતો મજબુર બન્યા છે. લખતર તાલુકાના સાકર ગામના ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં મોરયાનું વાવેતર કરી ખેતરમાં ઉગી નીકળેલ ઉગારો દેશી ઓઝારો સાથે પતિ પત્ની ને 8 વરસી દીકરી સાથે હળ સાથે જુથી ગયા છે. રમવાની ઉમરમાં આ ૮ વર્ષની નાનકડી ઢીંગલી સાતીને દબાવવા હળની પાછળ ઉભી મમ્મી પપ્પાની મદદ કરી રહી છે. 8 વર્ષની નાની દીકરીને અભ્યાસ કરવાના બદલે ખેતરોમાં કામ કરવા માટે મજબૂર બની છે.

જુઓ આ વિડીયો : ખેડૂતોનું 18 મી સદી જેવું જીવન !

sakar village

મોંઘવારીમાં અનેક પરિવારોનું જીવન ખોરંભે ચડ્યું 

સરકાર હજુ પણ સતત ભાવ વધારી રહી છે. ત્યારે આ તો માત્ર ૧ દાખલો…આવા તો અનેક લોકો, અનેક પરિવારોનું જીવન ખોરંભે ચડી ગયું છે. જામકંડોરણા તાલુકાની જો વાત કરીએ તો જામકંડોરણા તાલુકા ભાદરા ગામે ખેડૂતો પેટ્રોલ ડીઝલના કમર તોડ વધારાનો માર સહન કરી રહ્યા છે. આધુનિક ખેતી કરવાની જગ્યાએ ખેડૂતોએ હાથ ઓજાર અને બળદ ગાડાનો સહારો લીધો છે અને સરકાર સમક્ષ વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવ અંકુશમાં લેવાની માંગ કરી રહ્યા છે. પહેલા જયારે ટેકનોલોજી નહોતી ત્યારે પણ ખેડૂતો દેશી ખેતી જ કરતા અને હવે ટેકનોલોજી હોવા છતાં ખેડૂતો દેશી ખેતી કરી રહ્યા છે તેનું માત્ર એક જ કારણ છે વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ.

jamkandorana photo

જુઓ વિડીયો : ખેડૂતોના હાલ બેહાલ


પાકના પૂરતા ભાવ ન મળતા શાકભાજી ફેંકી દેવા પડ્યા 

આ મોંઘવારીએ ખેડૂતોને રીતસરના રડાવ્યા છે. પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂત પાક ફેંકી દેવા મજબુર બન્યા છે. જામકંડોરણા તાલુકાના ભાદરા ગામે ખેડૂતે શાકભાજીને રસ્તાઓ પર ફેંકી દીધા છે. બે વર્ષ કોરાના મહામારી, વાવાઝોડા અને કમોસમી વરસાદેને કારણે ખેડૂતો બેહાલ બન્યા છે. અને હવે મોંઘવારીના કારણે પૂરતા ભાવ પણ નથી મળી રહ્યા. શાકભાજીનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ મજબુરવશ થઇ શાકભાજી ફેંકી દેવાનો વારો આવ્યો છે.

jamkandorana photo

ખેડૂતોના હાલ બેહાલ 

આધુનિક યુગમાં પેટ્રોલ ડીઝલ જીવનનો એક ભાગ બની ગયું ત્યારે છે ત્યારે સાતમા આસમાને પહોચેલા પેટ્રોલ ડીઝલના ભાવ લોકોની જીવનશૈલીમાં અનેક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે. એક તરફ પેટ્રોલ-ડીઝલ સોનાના ભાવે વેચાઈ રહ્યું છે સામે ખેડૂતોને વાવેતરના પૂરતા ભાવ તો મળતા જ નથી. બધે બસ મોંઘવારી, મોંઘવારી અને મોંઘવારી જ છે, મોંઘા બિયારણો, મોંઘી જંતુનાશક દવાઓ, મોંઘા રસાયણિક ખાતર, અને સામે પાકનો ભાવ કેટલો ??? તો ખેડૂતોને તો માત્ર નુકસાન જ નુકસાન છે. આમાં ખેડૂત ખાય શું અને કમાય શું ? આટલી મોંઘવારી વચ્ચે સરકારની ખેડૂતોને આગળ લાવવાની વાતો સાવ પોકળ સાબિત થઇ રહી છે. ત્યારે ખેડૂતો હવે વાવેલું ખુદ જ ખાય તો થાય !!!!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment