સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે સોમવારના રોજ ભારત બંધ (Bharat Bandh)ની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી દિલ્હી (Delhi)ની બોર્ડરો (Boarder)પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધ સાથે કોને છૂટ છાટ મળશે તે અંગેની પણ માહિતી શેર કરી છે. જોકે, ભારત બંધની કેટલી અસર જોવા મળે છે તે હવે જોવુ રહ્યું છે.
Delhi-Amritsar National Highway blocked at Shahabad in Haryana's Kurukshetra by protesting farmers, agitating against farm laws.
Farmer organisations have called a “Bharat Bandh” today against the three farm laws. pic.twitter.com/8IhoCCgFIC
— ANI (@ANI) September 27, 2021
ભારત બંધની અસર દિવસની શરૂઆત થતાની સાથે જ જોવા મળી છે. ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, યુપી અને હરિયાણામાં પોતાનું પ્રદર્શન શરૂ કરી દીધુ છે તો દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર (Ghazipur Border), શંભુ બોર્ડર બ્લોક કરી છે. જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત અન્ય ઘણા રસ્તાઓ પણ ખેડૂતોએ બંધ કરી દીધા છે. આ ઉપરાંત ખેડૂતોએ દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવેને પણ બ્લોક કરી દીધો છે.
Traffic Alert
Traffic movement has been closed from UP towards Ghazipur due to protest.
— Delhi Traffic Police (@dtptraffic) September 27, 2021
મહત્વનું છે કે, ખેડૂતોના વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હી પોલીસે ગાઝીપુર બોર્ડરને બંધ કરાવી દીધી છે. દિલ્હી આસપાસની બોર્ડરમાં પ્રદર્શન અને રસ્તાઓ બ્લોક થતા ભારે માત્રા ટ્રાફીક પણ સર્જાયો છે.
"In view of the Bharat bandh call by protesting farmers, we have blocked the Shambhu border (Punjab-Haryana border) till 4 pm," says a farmer
Visuals from Shambhu border pic.twitter.com/oXpvqZ9TvO
— ANI (@ANI) September 27, 2021
કોને મળશે છૂટ
ખેડૂતો (Farmer)નું કહેવું છે કે ભારત બંધ દરમિયાન હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, એમ્બ્યુલન્સ (Ambulance), તબીબી સેવાઓ, ફાયરબ્રિગેડ, આપત્તિ રાહત, વ્યક્તિગત ઇમરજન્સી અને વિદ્યાર્થીઓની પરીક્ષા હશે તેવા તમામ લોકોને બંધ દરમિયાન છૂટ મળશે. આજે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી ખેડૂતો ભારત બંધ રહેશે. જણાવી દઇએ કે ખેડૂતોના આંદોલન (Farmer Protest)ના 10 મહિના પૂર્ણ થતાં ભારત બંધનું એલાન આપ્યું છે.
આ પણ વાંચો: Gulab cyclone: ‘ગુલાબ’ હવે ટકરાશે આંધ્રપ્રદેશ અને ઓડિશા પર, IMD એ કરી આગાહી
આ રાજકીય પક્ષો અને સંગઠનોએ આપ્યું સમર્થન
મળતી માહિતી મુજબ ઘણા સામાજિક અને રાજકીય સંગઠનોએ પણ ખેડૂતોના આ બંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. જેમાં આરજેડી, એનસીપી, ડાબેરી પક્ષો, એલડીએફ, ઝારખંડ મુક્તિ મોર્ચા, ટીડીપી, ડીએમકે અને આમ આદમી પાર્ટીએ પણ બંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ સિવાય બેંક સંગઠનો, બિહારના કોસી નવનિર્માણ મંચ, હરિયાણા-પંજાબની પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન અને બાર એસોસિએશન સહિતના ઘણા સંગઠનોએ પણ બંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ તમામ વચ્ચે પણ ભારતીય કિસાન યુનિયન દ્વારા ભારત બંધને સફળ બનાવવા આહ્વાન કરવામાં આવી રહ્યું છે.
મુઝફ્ફરનગર મહાપંચાયતમાં બંધની જાહેરાત કરવામાં આવી હતી
ઉલ્લેખનિય છે કે ભારત બંધ પહેલા હરિયાણાના પાણીપત અનાજ બજારમાં કિસાન પંચાયત (Kisan Mahapanchayat)નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સાથે આ પહેલા પણ સીતાપુર અને કરનાલ સહિત કેટલીક જગ્યાએ કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તમામ વચ્ચે મહત્વની વાતો તો એ છે કે, 5 સપ્ટેમ્બરના રોજ મુઝફ્ફરનગર ખાતે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં આજે સોમવારે ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી.
અગાઉ 8 ડિસેમ્બરે ભારત બંધ (Bharat Bandh)કરવામાં આવ્યું હતું
ખેડૂતો અને સરકાર (Government)વચ્ચે અત્યાર સુધી ઘણી વખત બેઠકો યોજાઇ છે. પરંતુ આ તમામ બેઠકો નિષ્ફળ રહી છે. જેના પગલે ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. 8 ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂતો દ્વારા બોલાવાયેલા ભારત બંધની અસર હરિયાણા-પંજાબમાં જોવા મળી હતી. ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ત્રણ કલાક માટે દેશવ્યાપી ચક્કાજામ કર્યો હતો.
જુઓ વીડિયો દ્વારા શું છે કિસાન મહાપંચાયત? :
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4