Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝ“દોડવીર” દ્રષ્ટિ: ગરીબ ખેડૂત પરિવારની દીકરી એથ્લેટીક્સમાં ચમકી!

“દોડવીર” દ્રષ્ટિ: ગરીબ ખેડૂત પરિવારની દીકરી એથ્લેટીક્સમાં ચમકી!

Share Now

હાલમાં જ થોડા સમય પહેલા ટોક્યો ઓલમ્પિક રમત પૂર્ણ થઇ છે, ત્યારે ઓલમ્પિક રમતમાં ભારતે આ વખતે ૬ મેડલ મેળવ્યા છે. ત્યારે મેડલ જીતેલા ખેલાડીઓને જોઇને હાલ સમગ્ર ભારતવાસીઓમાં રમત પ્રત્યે જુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે મહેસાણા (Mahesana) નજીકના હરદેસણ ગામની દીકરીએ નેશનલ લેવલે જુનિયર અંડર 20 એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. 

મહેસાણા(Mahesana) : હરદેસણ ગામના ખેડૂત પરિવારની દોડવીર દીકરીએ મહેસાણાની સાથે સમગ્ર ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે. આ ગામની દીકરીએ નેશનલ ફેડરેશન કપ જુનિયર અંડર 20 એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં બીજો નંબર મેળવ્યો છે. અને સિલ્વર મેડલ મેળવ્યો છે. સિલ્વર મેડલ હાંસલ કરતા પરિવારજનો તેમજ ગ્રામજનોમાં હર્ષ વ્યાપ્યો છે.

દોડમાં સમગ્ર ભારત દેશમાં દ્રષ્ટિનો બીજો ક્રમ

મહેસાણા (Mahesana) જિલ્લાના નાનકડા એવા ગામ હરદેસણની દીકરીએ 5000 મીટર દોડમાં દેશમાં બીજો નંબર હાંસલ કર્યો છે. આ સ્પર્ધા પંજાબના સંગુર ખાતે યોજવામાં આવી હતી. ખેતી અને પશુપાલન પર જીવન નિર્વાહ કરતા મધ્યમવર્ગના પિતા પ્રવિણભાઈ ચૌધરીની દીકરી દ્રષ્ટિની ગુજરાતમાંથી 19માં નેશનલ ફેડરેશન કપ જુનિયર અંડર 20 ચેમ્પિયનશિપની સ્પર્ધામાં પસંદગી થઇ હતી. 

daughter from Mahesana has got second rank

31 જુલાઈએ 5000 મીટર દોડમાં પસંદગી થઇ હતી. જેમાં દ્રષ્ટિએ દોડમાં દેશમાં બીજા નંબર પર સિદ્ધિ હાંસલ કરતાં સિલ્વર મેડલની સિદ્ધિ મેળવી છે. દ્રષ્ટિએ જુનિયર દોડમાં સમગ્ર ભારત દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધામાં તેણ સિલ્વર મેડલ હાંસલ કરીને મહેસાણા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધા ૩૧ જુલાઈ ૨૦૨૧ના દિવસે યોજાઈ હતી.જેમાં દ્રષ્ટિએ દોડમાં દેશમાં બીજા નંબર પર સિદ્ધિ હાંસલ કરતાં સિલ્વર મેડલની સિદ્ધિ મેળવી છે. દ્રષ્ટિએ જુનિયર દોડમાં સમગ્ર ભારત દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

  • મહેસાણાના હરદેશણની દોડવીર દ્રષ્ટિ ચૌધરી જુનિયર એથ્લેટીક્સમાં ચમકી
  • ગરીબ ખેડૂત પરિવારની દીકરી એથ્લેટીક્સમાં ચમકી
  • દોડવીર દ્રષ્ટિ ચૌધરીએ નેશનલ જુનિયર એથ્લેટીક્સમાં સિલ્વર મેડલ મેળવ્યો
  • પંજાબમાં યોજાયેલ 5000 મીટર દોડ સ્પર્ધામાં દ્રષ્ટિએ દેશમાં બીજું સ્થાન મેળવ્યું
  • અંડર 20 એથલેટિક્સમાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

અનેક સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવી

mahesana's daughter won many medals

અંડર 20 ફેડરેશન કપમાં ગુજરાતમાંથી એકમાત્ર દ્રષ્ટિએ ભાગ લીધો હતો. જ્યારે આંધ્રપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, પુના, ગોવા સહિત અન્ય રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મહેસાણા સહિત ગુજરાતના ગર્વ સમાન દ્રષ્ટિએ અગાઉ અન્ય અનેક સ્પર્ધાઓમાં પણ સિદ્ધિ મેળવી છે. જેમા ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયામાં 3 કિમિ અને 1500 મીટર દોડમાં 2 સિલ્વર મેડલ મેળવ્યા હતા. તેમજ વિજયવાડા જુનિયર નેશનલમાં 3 કિમિ દોડમાં સિલ્વર મેડલ અને ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત માટે ગૌરવની વાત: આદિવાસી વિસ્તારની દીકરી બની નેવી મર્ચન્ટ

દ્રષ્ટિ લક્ષ તરફ વળગી રહી અને આગળ વધતી રહી!

 daughter from Mahesana has got second rank

મહેસાણાની દોડવીર દ્રષ્ટિ ચૌધરીને નાનપણથી જ રમત ગમત ખૂબ શોખ હતો. બાળપણમાં જ તેના પિતાએ દીકરીનું હુન્નર પારખી લીધું હતું. જેથી તેને તમાંમ પ્રકારનો સહયોગ આપવાનું શરૂ કરી દીધું હતું. સવારે દીકરીને વહેલી ઉઠાડી તેની સાથે તેના પિતા પણ દોડ હતા. તેમજ દ્રષ્ટિને પ્રાથમિક શાળાના સમયે વ્યાયામ શિક્ષકો તેમજ કોલેજના અભ્યાસ દરમિયાન કોચનો ખુબ સહયોગ મળ્યો. જેથી દ્રષ્ટિ પોતાના લક્ષ તરફ વળગી રહી અને આગળ વધતી રહી. તેના પિતા અને દ્રષ્ટિનું એક લક્ષ છે કે, તે દેશ વતી ઓલમ્પિક ગેમમાં હિસ્સો લે અને દેશનું નામ રોશન કરે.

હરદેસણ ગામની મધ્યમ પરિસ્થિતિ ધરાવતા ખેડૂત પુત્રી દ્રષ્ટિની સિદ્ધિથી પરિવારજનો અને ગ્રામજનોમાં ખૂબ ખુશ છે. ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું અને ગ્રામજનો શુભેચ્છા પાઠવી હજુ પણ દિન પ્રતિદિન વધુ પ્રગતિ કરે પોતાના ગામ અને દેશનું નામ રોશન કરે તેવી અભિલાષા વ્યક્ત કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment