Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝભાવ ન મળતા અંતે ખેડૂતોએ શાકભાજી ફેંક્યા રોડ પર

ભાવ ન મળતા અંતે ખેડૂતોએ શાકભાજી ફેંક્યા રોડ પર

farmers protest
Share Now

રાજકોટના વીંછીયામાં ખેડૂતોને શાકભાજીના ભાવ નહિ મળતા ખેડૂતોએ રોડ પર શાકભાજી ફેંકી દઈ દર્શાવ્યો વિરોધ. વીંછીયા તાલુકાના વિસ્તારમાં ખેડૂતોને શાકભાજીના 20 કિલોના ભાવ માત્ર 30 રૂપિયા મળશે ત્યારે ખેડૂતને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ખેડૂત શાકભાજી ખેતરમાં પકવવામાં આવે ત્યારે દવા, બિયારણ, નિંદામણ, મજુરના મોટા ભાગના ખર્ચ થતો હોઈ છે. શાકભાજીના પાકની અંદર ખેડૂતને એક વિધે પચીસ હજાર જેટલો ખર્ચ થાય છે ત્યારે ખેડૂતને શાકભાજીનો પૂરતો ભાવ નથી મળતો અને ખેડૂતને શાકભાજી ઉતારવા મજૂરી ચૂકવવી પણ માથે પડશે. ખેડૂતના ખેતરમાં એક મજૂરની મજૂરી 300 ચુકવવામાં આવશે ત્યારે ખેડૂતને ખેતરમાં પકવેલ શાકભાજીની 20 કિલોની કિંમત રૂપિયા 30 જ મલેશે ત્યારે ખેડૂતને મોટી નુકશાની ભોગવી રહ્યા છે.

farmers not getting price

પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતો ભરાયા રોષે

ખેડૂત પોતાના ખેતરમાં શાકભાજી પકાવીને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે જાય છે ત્યારે શાકભાજીના વેપારી દ્વારા ખેડૂતને પૂરતો ભાવ આપવામાં નથી આવતો ત્યારે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે ખેડૂત શાકભાજી વેચવા જાય ત્યારે 20 કિલોના ભાવ માત્ર 30 રૂપિયા ચુકવવામાં આવે છે અને વેપારી ખેડૂતો પાસે ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે જ્યારે વેપારી પોતાની દુકાન કે લારીમાં શાકભાજી 30 રૂપિયામાં લીધેલી શાકભાજી 600 રૂપિયામાં ભાવમાં વેચી રહિયા છે.

FARMERS OF VINCHIYA

આ પણ વાંચો : આખરે સમગ્ર વિવાદ પર બોલ્યા રાજવી : અંતે કર્યા ખુલાસા

વીંછીયા તાલુકાના ખેડૂત ખેત મજૂરી પર નિર્ભર છે અને ખેતી કામ કરી પોતાનું ગુજારાન ચલાવી રહ્યા છે ત્યારે એક તરફ હાલ ચાલુ વર્ષે વીંછીયા તાલુકાના વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો છે ત્યારે સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં દસ ઈંચ વરસાદ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂત ચિંતામાં મુકાઈ ગયો છે એક તરફ વીંછીયા તાલુકાના વિસ્તારમાં અસ્તગ્રસ્ત સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખેડૂતો સરકારને સવાલ કરી રહ્યા છે કે આ વિસ્તરમાં વરસાદ નથી થયો છતાં દસ ઈંચ વરસાદ કેમ જાહેર કર્યો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment