છોટાઉદેપુર જિલ્લા ના લઢોદ રાજકીય કાવાડવા માં ફસાયેલ સરદાર સુગર ફેકટરી માં શેરડી આપતા ખેડૂતોના 11.62 કરોડ રૂપિયા 14 વર્ષ થવા છતા આજ દિન સુધી નથી મળી રહ્યા. જેને લઈ વિસ્તાર ના લોકો માં નારાજગી જોવાઈ રહી છે.
બોડેલી તાલુકા ના ખેડૂતો કપાસ , મગફળી , મકાઇ ની ખેતી વર્ષો થી કરતાં જેમાં ખાસ ખેડૂતો ને આવક મળતી ના હતી જેન લઈ આ વિસ્તાર માં લોકો શેરડી નો પાક કરે અને બમણી આવક મેળવે તે ધ્યાને લઈ જેતે વખત ની સરકારે 1999 ના વર્ષ માં આ વિસ્તાર માં સરદાર સુગર ફેકટરી નાખી . આ વિસ્તાર ના લોકો એ પોતાની મહામૂલી જમીન પણ સરદાર સુગર બનાવવા માટે આપી . શેરડી નો પાક આ વિસ્તાર ના ખેડૂતો કરે તે માટે પ્રોત્સાહન પણ આપવા માં આવ્યું અને આ વિસ્તાર ના લોકો શેરડી ની ખેતી કરતાં થયા . ખેડૂતો ને જેતે સમયે સારી એવી આવક પણ મળતી થઈ હતી . સાથો સાથ આ વિસ્તાર ના યુવકો ને સરદાર સુગર માં કામ કરવા ની તક મળતા રોજગારી પણ ઊભી થઈ હતી .
સમય બદલાયો અને સારી કમાણી કરતી આ ફેક્ટરી રાજકારણી ઑ નો હાથો બની . વારંવાર બોર્ડ બદલાયા . અધિકારી ઑ બદલાયા . અને મલાઇદાર આવક આવા લોકો એ પચાવી પાડી .અને દુખ ની વાત એ બની કે આ ફેક્ટરી 2007 માં બંધ કરી દેવા માં આવી . આ ફેકટરી ના 17080 જેટલા સભાસદો એ જે શેરડી નાખી હતી તેના 11.62 કરોડ સલવાયા જેનું ચૂકવણું આજ દિન સુધી થયું નથી . ખેડૂતો ને મહામૂલી શેરડી ના પૈસા મળે તે માટે સભાસદો એ વારંવાર સરકાર માં રજૂઆતો કરી ,તતકાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને ,આનંદી બેન પટેલ ને પણ રજૂઆત કરી . સંખેડા તાલુકા ના સામાજિક કાર્યકર અતુલ ભાઈ પટેલે પણ ગાંધીનગર ની મુલાકાત લીધી અને રજૂઆતો કરી પણ હય્યા ધારણા સિવાય તેમણે કોઈ જવાબ આજ દિન સુધી ના મળ્યો મળ્યો . હાલ માં પણ સંખેડા તાલુકા પંચાયત ના ગૂંડિચા બેઠક ના સભ્ય એ પણ મુખ્ય મંત્રી ને રજૂઆત કરી.
આ પણ વાંચો : ગુજરાતનાં સીએમ પદેથી Vijay Rupaniનું અચાનક રાજીનામું
સરદાર પટેલ ના નામ થી શરૂ કરવા માં આવેલ સરદાર સુગર ફેકટરી માં સ્થાપિત કરવા માં આવેલ સરદાર ના સ્ટેચ્યું ની પણ અવગણના કરવા માં આવી છે . વિસ્તાર ના લોકોએ વાત થી દુખી થયા છે કે જે સરદાર પટેલ ના નામ થી ફેકટરી શરૂ કરવા માં આવી છે તે ફેક્ટરી માં મૂકવા માં આવેલ સરદાર ના સ્ટેચ્યું ની અવગણના કરવા માં આવી રહી છે. કેવડ્યા ખાતે સ્થાપિત કરવા માં આવેલ સરદાર ની પ્રતિમા છે તેવી જ આ સરદાર ની પ્રતિમા છે . પણ અહી મૂકવા માં આવેલ સરદાર ની પ્રતિમા ની આસપાસ ઉગેલ ઘાસ પણ સાફ કરવા માં આવતો નથી . ફેકટરી જલ્દી શરૂ કરી નેતાઑ એ કમાણી તો શરૂ કરી દીધી હતી પણ આજ દિન સુધી સરદાર ની પ્રતિમા નું અનાવરણ પણ કરવા માં ના આવ્યું . આજે જે ફેકટરી સરદાર ના નામ થી શરૂ કરી છે તે સરદાર ની પ્રતિમા ને જોઈ આ વિસ્તાર ના લોકો દુખી બન્યા છે . સાથો સાથ આજે ખેડૂતો દેવા માથી નીકળી શકતા નથી . કેટલાય ખેડૂતો ના લાખો રૂપિયા ફસાતા તેમનું ઘર ચલાવું પણ મુસકેલ બન્યું છે . બેન્કો માથી લીધેલ લોન પણ ચૂકવી સકે તેમ નથી , જેથી ખેડૂતો ના હક્ક ના પૈસા તેમણે મળે તેવી આ વિસ્તાર ના ખેડૂતો માંગ કરી રહ્યા છે.
આ વિસ્તાર માં ફેકટરી શરૂ થતાં ખેડૂતો સારી એવી આવક મેળવતા થયા હતા એજ સરદાર સુગર ફેક્ટરી બંધ થતાં ખેડૂતો ના કરોડો રૂપિયા ગુચ માં પડ્યા છે . મુખ્ય મંત્રી બદલાય વિસ્તાર ના નેતા બદલાયા , ફેકટરી ના બોર્ડ ના હોદ્દે દારો બદલાયા પણ વર્ષો થી દુખ ભોગવી રહેલારો ખેડૂતો ને તેમના પૈસા ના મળ્યા છેલ્લા ખેડૂતો જ્યારે કપરી સ્થિતી માં મુકાયા છે ત્યારે સરકાર તેમના હક્ક ના પૈસા જલ્દી આપે તેવી માંગ કરી રહ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4