Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક માટે જિયો અને ITC કરશે સરકારની મદદ ?

ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક માટે જિયો અને ITC કરશે સરકારની મદદ ?

Farmers Income Double Target: ITC, Jio Will Help Govt By Next Gen Technology Assistance
Share Now

નવી દિલ્હી : ખેડૂતોની આવક ઝડપથી વધી શકે તે હેતુ ખેડૂતો ખેતીવાડીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે તેમ સરકાર ઈચ્છે છે. જેના માટે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રણી અમુક કંપનીઓ સાથે સમજૂતી કરી છે. દેશના અન્નદાતાની આવક બમણી(Farmers Income Double) કરવાના સરકારના લક્ષ્યાંકમાં આ કંપનીઓમાં સિસ્કો,નીન્જાકાર્ટમ, જિયો પ્લેટફોર્મસ લિમિટેડ,આઈટીસી લિમિટેડ અને એનસીડીઈએક્સ ઈ માર્કેટ્સ લિમિટેડ સામેલ છે.

Farmers Income Double Target

Farmers Income Double Target

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલયથી મળતી વિગત અનુસાર આ સમજૂતી કૃષિ ક્ષેત્રમાં ડીઝીટલ ટેકનોલોજી અને અન્ય સર્વોતમ વ્યવહારોને ઉત્તેજન આપવા માટે તથા પ્રારંભિક યોજના ચલાવવા માટે કરવામાં આવી છે.સરકારનું કહેવું છે કે કૃષિ ક્ષેત્રમાં આધુનિકીકરણ નવી ટેકનોલોજી થકી ચાલુ રહેશે જેથી ખેડૂતોની આવક વધે.

જગતના તાતની આવક બમણી(Farmers Income Double) કરવાના વડાપ્રધાન મોદીના સ્વપ્ન સાથે મંત્રાલયનું માનવું છે કે આ પ્રાયોગિક યોજનાના આધાર પર ખેડૂત આ અંગે વિચારણા કરીને નિર્ણય લેવામાં સક્ષમ થશે કે કયા પાકનું વાવેતર કરવું છે.તેમને સારો પાક લેવા માટે કયા પ્રકારનું બીજનો ઉપયોગ કરવો તેની પણ સમજ થશે અને આ ઉપરાંત તેમને વધુ પ્રમાણમાં પાક લેવા માટે ક્રોપ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની પણ સમજ પડશે.

આ પણ વાંચો : ભારતના માત્ર ૧૦ ટકા અમીરો પાસે દેશની અડધી અડધ સંપતિ

ખેડૂતોને વાવતેરમાં થશે મદદરૂપ

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર ખેડૂતોને મદદ તો મળશે જ ઉત્પાદનોની ખરીદી કરનાર લોકો પણ ચોક્કસ અને સમય અનુકુળ જાણકારીના આધાર પર પોતાની ખરીદી યોજના બનાવી શકશે. ખેડૂતોને પણ પોતાના પાક વેચવા અને સંગ્રહ કરવા અને ક્યારે અને ક્યાં અને કઈ કિંમત પર વેચવાની પણ માહિતી મળશે.જેના થકી યોગ્ય નિર્ણય લેવામાં ખેડૂતોને મદદ મળશે.

Agri Ministry ties up with Jio, ITC, NCDEX to Develop Agri Technology

સરકારે પહેલાથી જ કુત્રિમ બુદ્ધિમત્તા ,બ્લોક ચેન ,સુદર સંવેદી અને જીઆઈએસ ટેકનોલોજી ,ડ્રોન અને રોબોટના ઉપયોગ જેવી અનેક નવી ટેકનોલોજી પર આધારિત યોજનાઓ પર ધ્યાન આપવા માટે વર્ષ ૨૦૨૧-૨૫ માટે એક ડિજિટલ કૃષિ મિશન શરુ કર્યું છે,જે સરકારને અને દેશને ખેડૂતોની આવક બમણી(Farmers Income Double) કરીને દેશના વિકાસના મહત્તમ સહભાગી બનાવશે.

આ પણ વાંચો : ભારતના માત્ર ૧૦ ટકા અમીરો પાસે દેશની અડધી અડધ સંપતિ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment