Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝરાકેશ ટીકૈતે જો બાયડનને કરી અપીલ, પીએમ મોદી સાથેની મુલાકાતમાં ખેડૂતો પર કરે ચર્ચા

રાકેશ ટીકૈતે જો બાયડનને કરી અપીલ, પીએમ મોદી સાથેની મુલાકાતમાં ખેડૂતો પર કરે ચર્ચા

rakesh tickait
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે છે. ત્યારે તેઓ આજે રાત્રે વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુલાકાત કરવાના છે. જેને લઈને દરેકની નજર આ બેઠક પર છે. આ દરમિયાન, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે પણ આ બેઠક પહેલા ટ્વિટર દ્વારા જો બાયડનને સંદેશ આપતા કહ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાત દરમેં અમારા મુદ્દાઓ પર ચર્ચા કરજો. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા એક વર્ષથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. 

ખેડૂતોના મુદ્દે વાત કરવા કહ્યું 

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને ટેગ કરીને ટ્વીટ કર્યું કે ભારતીય ખેડૂતો પીએમ મોદીની સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન 11 મહિનામાં 700 થી વધુ ખેડૂતોના મોત થયા છે. આ કાળા કાયદાઓ પરત કરવાની જરૂર છે. પીએમ મોદી સાથેની તમારી બેઠકમાં અમારા મુદ્દાઓ પર પણ ધ્યાન આપજો.

rakesh tickait

આ પણ વાંચો:PM Modi US Visit: 7 સમુદ્ર પાર 7 વખત જતા પીએમ મોદી

પીએમ મોદી જો બાયડન સાથે કરશે મુલાકાત 

તમને જણાવી દઈએ કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અટેલે કે આજે રાત્રે 8:30 (ભારતીય સમય અનુસાર) વાગ્યે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુલાકાત કરવાના છે. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો, રોકાણ, કોરોના સંકટ, અફઘાનિસ્તાન અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.

એક વરસથી ખેડૂતો કરી રહ્યાં છે આંદોલન 

ખેડૂતોના વિરોધ પ્રદર્શનની વાત કરીએ તો હજારો ખેડૂતો ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. રાકેશ ટીકૈતના નેતૃત્વમાં દિલ્હી-ગાઝીપુર સરહદ પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે દિલ્હી-સિંઘુ બોર્ડર, દિલ્હી-ટિકરી બોર્ડર પર ખેડૂતોનો મેળાવડો જામ્યો છે. છેલ્લા એક વર્ષથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે અને એમએસપીની ખાતરી આપવામાં આવે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ઘણી વખત ચર્ચા થઈ છે. પરંતુ હજુ સુધી કોઈ સહમતિ થઈ નથી. જોકે, લાંબા સમયથી બંને પક્ષો વચ્ચેની વાતચીત પણ અટકી ગઈ છે. અને સરકારે ત્રણેય કાયદા પાછા ખેંચવાનો ઇનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે છે. ત્યારે તેઓ આજે રાત્રે વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુલાકાત કરવાના છે. જેને લઈને દરેકની નજર આ બેઠક પર છે. આ દરમિયાન, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે પણ આ બેઠક પહેલા ટ્વિટર દ્વારા જો બાયડનને સંદેશ આપતા કહ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાત દરમેં અમારા મુદ્દાઓ પર ચર્ચા કરજો. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા એક વર્ષથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment