Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝકૃષિ કાયદા પરત લીધા બાદ પણ આંદોલન યથાવત, 29 નવેમ્બરે ખેડૂતો કરશે ટ્રેક્ટર માર્ચ

કૃષિ કાયદા પરત લીધા બાદ પણ આંદોલન યથાવત, 29 નવેમ્બરે ખેડૂતો કરશે ટ્રેક્ટર માર્ચ

Darshan-Pal-Singh-On-Tractor (1)
Share Now

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ખેડૂતોની માંગ પ્રમાણે ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરી હતી. અને આંદોલન કરી રહેલ ખેડૂતોને ઘરે જવા વિનંતી કરી હતી. પરંતુ આંદોલન કરી રહેલ ખેડૂતો હજુ પણ ઘરે પાછા જવા તૈયાર નથી. ખેડૂત નેતા દર્શન પાલ સિંહે કહ્યું છે કે 29 નવેમ્બરે ખેડૂતો સંસદ ભવન સુધી ટ્રેક્ટર માર્ચ કાઢશે. એટલે કે ખેડૂતોનો વિરોધ હાલ પૂરતો ચાલુ રહેશે.

ખેડૂતોનું પ્રદર્શન ચાલુ રહેશે

દર્શન પાલ સિંહે જણાવ્યું હતું કે 22, 26 અને 29 નવેમ્બરે યોજાનાર કાર્યક્રમો યથાવત રહેશે. 22 નવેમ્બરે લખનૌ રેલી, 26 નવેમ્બરે ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં દેખાવો થશે અને 29 નવેમ્બરે સંસદ ભવન સુધી ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. આ સાથે દર્શન પાલ સિંહે એમ પણ કહ્યું છે કે અમારી માંગ માત્ર ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાની નહતી પરંતુ તેનાથી વધુ હતી.

કૃષિ કાયદા પરત કરવા ઉપરાંત આ માંગણીઓ છે

દર્શન પાલ સિંહે જણાવ્યું હતું કે કૃષિ કાયદા, પરત કરવા ઉપરાંત એમએસપી, ખેડૂતો પર દાખલ કરાયેલા કેસો પરત લેવા, પાવર બિલ 2020 પાછું ખેંચવું, એર ક્વોલિટી વટહુકમ લાવવો અને આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોના સ્મારક બનાવવા એ અમારી માંગમાં શામેલ છે. તેમાંથી, કૃષિ કાયદા પરત લેવા સિવાય, આ તમામ માંગણીઓ પેન્ડિંગ છે, તેથી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. આશા છે કે સરકાર ખેડૂતો સાથે બેઠક કરીને આ સમસ્યાનો ઉકેલ લાવશે.

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યું અજય મિશ્રા ટેનીને મંત્રીમંડળમાંથી બરતરફ કરો

MSP પર કાયદાની માંગ

 આ પહેલા ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે પણ MSP પર કાયદો બનાવવાની માંગ કરી છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં કૃષિ કાયદાઓ પરત લેવાની સાથે સાથે MSPનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એમએસપીને પહેલા કરતા વધુ અસરકારક બનાવવામાં આવશે, આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે. એમએસપી સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેના કારણે ઓછા ભાવે પાક ખરીદી શકાતો નથી. હવે ખેડૂતોની માંગ છે કે આ અંગે કાયદો બનાવી ઓછા ભાવે પાક ખરીદવાને ગુનો જાહેર કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ખેડૂતોની માંગ પ્રમાણે ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરી હતી. અને આંદોલન કરી રહેલ ખેડૂતોને ઘરે જવા વિનંતી કરી હતી. પરંતુ આંદોલન કરી રહેલ ખેડૂતો હજુ પણ ઘરે પાછા જવા તૈયાર નથી. ખેડૂત નેતા દર્શન પાલ સિંહે કહ્યું છે કે 29 નવેમ્બરે ખેડૂતો સંસદ ભવન સુધી ટ્રેક્ટર માર્ચ કાઢશે. એટલે કે ખેડૂતોનો વિરોધ હાલ પૂરતો ચાલુ રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment