કોરોના લહેર ધીમી પડતા ફરી ખેડૂત આંદોલન કરી રહ્યા છે…કૃષિ કાયદાના વિરોધમાં આજ દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે…..દિલ્હી બોર્ડર પર કિસાનો આંદોલન કરી રહ્યા છે …ફરી એક વાર કિસાનોની ટ્રેક્ટર રેલી દિલ્હી બોર્ડર પહોંચી છે….ભારતીય કિસાન મોરચાના હજારો સદસ્ય ગાઝીપુર બોર્ડર પહોંચી ગયા છે ..જેમાં નેતા રાકેશ ટિકેટએ જણાવ્યું કે અમે સરકાર સામે ૫ ટી ફોર્મ્યુલાથી આંદોલન કરીશું…અને વધુમાં આરપારની જંગનું એલાન કર્યું હતું … ગુપ્તચર એજન્સીઓએ શુક્રવારે દિલ્હી પોલીસ (Delhi Police) અને બીજી એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યું છે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) ના ઇશારા પર ખેડૂત આંદોલન (Farmer’s Protest)માં હિંસા ભડકી શકે છે અને તોડફોડ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યાનુંસાર ગુપ્તચર એજન્સીએ દિલ્હી પોલીસ અને સીઆઈએસએફને સતર્ક રહેવા કહ્યુ છે. ગુપ્તચાર એજન્સીએ જણાવ્યું કે આજે ખેડૂત પ્રદર્શન કરવાના છે. આ સંબંધમાં દિલ્હી પોલીસને પત્ર મોકલવામાં આવ્યો છે. જે બાદ દિલ્હીમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે.
PATRIKA
૫ ટી દ્વારા કિસાનો લડી રહ્યા છે આંદોલન
ટેન્ક, ટ્રેક્ટર, ટીકા, ટ્વિટર અને ટિકેટ આ પાંચ હથિયારો વડે કિસાન આંદોલન સરકાર સામે લડાઈ કરી રહ્યા છે એવું રાકેશ ટિકેટએ જણાવ્યું હતું.તમામ રાજ્યોના રાજભવનને ઘેરવાની યોજના બનાવી ચુક્યા છે…પરંતુ પ્રશ્ન એ છે કે શા માટે આજે એટલે કે ૨૬ તારીખ જ પસંદ કરવામાં આવી?? ત્યારે રાકેશ ટિકેટએ જણાવ્યું હતું કે ૨૬ તારીખ એ ભારત સરકારને ચેનથી નહિ બેસવા દે કારણકે ૨૬ તારીખ જ આંદોલન શરૂ કર્યું અને એટલે જ જયારે જયારે ૨૬ તારીખ આવશે ભારત સરકારને યાદ આવશે કે ૨૬ તારીખે અમે શું પાપ કર્યું હતું …આ એક અનડિક્લેર ઈમરજંસી છે… જ્યાં ખેડૂતોના ટ્રેક્ટર આ દિલ્હીના રસ્તા ના ભૂલી જાય …એટલે જ કિસાનો કરી રહ્યા છે શક્તિ પ્રદર્શન.
ખેડૂતોના પ્રદર્શનને મદ્દેનજર દિલ્હીમાં એલર્ટ
તમને જણાવી દઇએ કે આજે 26 જૂનના રોજ ખેડૂત પ્રદર્શનકારી દેશભરમાં કેંદ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Agriculture Laws) ના વિરૂદ્ધ પ્રદર્શન કરશે. સત્તાવાર સૂત્રોના, ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ ઇંડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ને એલર્ટ કર્યું છે. ગુપ્તચર એજન્સીએ એક લેટર મોકલી દિલ્હી પોલીસને એલર્ટ કર્યું.
આજે આ ત્રણ સ્ટેશન રહેશે બંધ
PRABHAT BHASKAR
જાણી લો કે ખેડૂતોના પ્રદર્શનના જોતા આજે દિલ્હીમાં સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂત આંદોલન (Kisan Aandolan) ને 7 મહિના પુરા થતાં તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની આંશકા છે. તેના લીધે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ શનિવારે યલો લાઇન (Yellow Line) ના 3 મુખ્ય મેટ્રો સ્ટેશન (Metro Station) 4 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂત આંદોલનને આજે 7 મહિના પુરા થઇ જશે. ખેડૂત આંદોલનને જોતા દિલ્હીના ત્રણ મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા છે. મેટ્રો સ્ટેશન યુનિવર્સિટી, સિવિલ લાઇસન્સ અને વિધાનસભા સ્ટેશન બંધ છે, અહીં ટ્રેન નહી રોકાઇ.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોના ઘણા સંગઠન દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા પ્રદર્શનમાં આજે સામેલ થઇ શકે છે. તોડફોડ અને ઉપદ્વવની આશંકાને જોતાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ જુઓ : બ્લોક થતું કાયદા મંત્રીનું એકાઉન્ટ
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કર્યો હતો આ આગ્રહ
ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીની બોર્ડરમાં વિસ્તારોમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની સાથે અનેક ગ્રુપો સામેલ થઈ શકે છે. જો કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને શુક્રવારે (26જૂન)ને ખેડૂત સંઘોએ પોતાનું આંદોલન ખતમ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ભોપાલમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે હું તમાં ખેડૂત સંઘોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરુ છુ. સરકાર ખેડૂતોની સાથે 11માં દોરની વાતચીત કરી ચૂકી છે.
ખેડૂતોએ રાષ્ટ્રપતિને 3 કૃષિ કાયદાને નિરસ્ત કરવા માટે હસ્તક્ષેપ કરવા માંગ કરી
ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનને 7 મહિના પુરા થવા પર સંયુક્ત ખેડૂત મોર્ચાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 3 કૃષિ કાયદાને નિરસ્ત કરવા માટે હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી. સંયુક્ત ખેડૂત મોર્ચાએ કહ્યુ હતું કે તે 26 જૂને સમગ્ર દેશમાં ખેડૂતો તરફથી રાષ્ટ્રપતિએ એક જ્ઞાપન મોકલ્યુ, જેમાં 7 મહિનામાં આંદોલન દરમિયાન ખેડૂતોની પીડા અને આક્રોશનો ઉલ્લેખ હશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને કૃષિ કાયદાને રદ્દ કરવા અને ખેડૂતો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય માટે કાયદો બનાવવાના સંબંધમાં અપીલ કરવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt