કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતના 20 દિવસ બાદ હવે ખેડૂતોએ આંદોલન સમાપ્તિની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચાએ સ્પષ્ટ કર્યું છે કે 11 ડિસેમ્બરથી ખેડૂતો દિલ્હીની સરહદોથી ઘરે પાછા ફરશે. ખેડૂત નેતા દર્શનપાલ સિંહે કહ્યું કે 11 ડિસેમ્બરે અમે હડતાળની જગ્યા (Farmers Protest End) ખાલી કરીશું.
We have decided to suspend our agitation. We will hold a review meeting on Jan 15. If Govt doesn't fulfill its promises, we could resume our agitation: Farmer leader Gurnam Singh Charuni following a meeting of Samyukta Kisan Morcha in Delhi pic.twitter.com/lWKMdtjeRI
— ANI (@ANI) December 9, 2021
આ પણ વાંચો:CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટના અંગે રક્ષામંત્રીએ ગૃહમાં આપી જાણકારી
બીજી તરફ ગુરનામ સિંહ ચધુનીએ કહ્યું કે અમે અમારા આંદોલનને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અમે 15 જાન્યુઆરીએ ફરી મળીશું. જો સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવશે. જણાવી દઈએ કે, એક વર્ષથી વધુ સમયથી ખેડૂતો આંદોલન માટે દિલ્હીની સરહદ પર બેઠા હતા. નવેમ્બર મહિનામાં જ તેમના આંદોલનને એક વર્ષ પૂર્ણ થયું હતું.
19 નવેમ્બરે પીએમ મોદીએ કાયદાઓ પરત લેવાની કરી હતી જાહેરાત
આંદોલનને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ, 19 નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે હવે આંદોલન ખતમ થઈ જશે પરંતુ એવું ન થયું, અને ખેડૂતો MSP ગેરંટી પર કાયદો બનાવવાની માંગ પર અડગ રહ્યા હતા. જો કે આ દરમિયાન સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત ચાલુ રહી હતી.
સરહદેથી તંબુઓ થયા ખાલી
યોગેન્દ્ર યાદવે કહ્યું કે 19 નવેમ્બરના રોજ કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત પછી, અમે પડતર માંગણીઓ અંગે 21 નવેમ્બરે સરકારને પત્ર લખ્યો હતો, જેનો બે અઠવાડિયા સુધી જવાબ મળ્યો ન હતો, પરંતુ બે દિવસ પહેલા સરકાર તરફથી એક પ્રસ્તાવ આવ્યો હતો. જેમાં અમે ફેરફારની માંગણી કરી હતી અને પછી આજે પણ અમને પત્ર મળ્યો છે. સરકારે અમારી ઘણી માંગણીઓ લેખિતમાં સ્વીકારી છે. ખેડૂતોની આ જાહેરાત સાથે સરહદ પરથી તંબુઓ પણ હટાવવાની શરૂઆત થઈ ગઈ છે.
1 ડિસેમ્બરે રાષ્ટ્રપતિએ મહોર મારી હતી
જણાવી દઈએ કે ગયા વર્ષે કોરોનાના સમયગાળા દરમિયાન સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ અધ્યાદેશના રૂપમાં લાવી હતી. જે બાદ તેને સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ તેની વાપસીની જાહેરાત કરી હતી અને શિયાળુ સત્રના પહેલા જ દિવસે સંસદમાં તેની વાપસીનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. બંને ગૃહોમાંથી ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા પછી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 1 ડિસેમ્બરે તેને મંજૂરી આપી હતી. આ સાથે, ત્રણેય નવા કૃષિ કાયદાઓ ઔપચારિક રીતે રદ કરવામાં આવ્યા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4