દેશભરમાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ખેડૂતો (farmers)દ્વારા સતત આંદોલન કરવામાં આવી રહ્યું છે.મોદી સરકાર દ્વારા કેન્દ્ર સરકારના વિવાદિત ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા છે, તેમ છતાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે.તો તેની સાથે જ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરતું તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતું કે કાયદાઓ કેન્દ્ર દ્વારા પાછા લેવામાં આવે ત્યાર બાદ જ અમે ધરે જવા રવાના થશું.ખેડૂત સંગઠનોએ એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર દિલ્હીની સરહદો પર એક થવાની જાહેરાત કરી દીધી હતી.
હવે હરિયાણા, પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી બોર્ડર પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે મંજૂરી આપી છે.પોલીસ દ્વારા સુરક્ષા વધારવામાં આવી રહ્યા છે
ખેડૂતોના(farmers)આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ
ખેડૂત સંગઠનો દ્વારા એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર એક થવાની જાહેરાતને ધ્યાનમાં રાખી, હવે ફરી એકવાર દિલ્હી બોર્ડર પર મોટી સંખ્યામાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે.અને સાથે જ સુરક્ષા દળોની તૈનાતી પણ વધારી દેવામાં આવી છે.પોલીસ દ્વારા પોલીસે જણાવ્યું કે ગુરુવારે તેમની ખેડૂત નેતાઓ સાથે બેઠક થઈ હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે જો પ્રદર્શનકારીઓ સરહદ પાર કરવાનો પ્રયાસ કરશે અથવા ઉપદ્રવ કરવાનો પ્રયાસ કરશે. તો તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.તેની સાથે જ ખેડૂતોમાં(farmers) ખૂશી જોવા મળી રહી છે.તેની સાથે પોલીસ દ્વારા સખત બંધોબસ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે
બિલ દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવાયા
ખેડૂતોની(farmers)આ માંગ
દિલ્હીની સરહદો પર હજારો ખેડૂતો ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના, ગયા વર્ષે 26 નવેમ્બરથી ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ખેડૂતોનું(farmers)આંદોલન ચાલુ રહેશે અને અમે કેન્દ્ર સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેમાં યુનાઇટેડ કિસાન મોરચા 27 નવેમ્બરે આગળના પગલાં અંગે નિર્ણય લેવા માટે બીજી બેઠક યોજવામાં આવશે.
તો હાલ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પણ 29 નવેમ્બરે ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરી હતી. તેમની જાહેરાત મુજબ તેઓ 29 નવેમ્બરે 60 ટ્રેક્ટર સાથે સંસદ સુધી કૂચ કરશે. આ દરમિયાન ટિકૈતે કહ્યું કે આ ટ્રેક્ટર માર્ચ એ જ રસ્તાઓ પરથી પસાર થશે જે સરકાર દ્વારા ખોલવામાં આવ્યા છે. તે જ સમયે, સંયુક્ત કિસાન મોરચા દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ 29 નવેમ્બરે 500 ટ્રેક્ટર સાથે સંસદનો ઘેરાવ કરશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4