Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeન્યૂઝસંયુક્ત કિસાન મોરચાની બેઠક પૂર્ણ, MSPની ગેરંટી ના મળે ત્યાં સુધી આંદોલન યથાવત

સંયુક્ત કિસાન મોરચાની બેઠક પૂર્ણ, MSPની ગેરંટી ના મળે ત્યાં સુધી આંદોલન યથાવત

sanyukt kisan morcha
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી દીધી છે. જો કે, ખેડૂત નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સંસદમાં કાયદાને રદ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. આ બધા પર સંયુક્ત કિસાન મોરચાના નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું, “વધુ ઘટનાક્રમ અંગે નિર્ણય લેવા માટે 27 નવેમ્બરે સંયુક્ત કિસાન મોરચા (SKM)ની બીજી બેઠક મળશે. ત્યાં સુધી પરિસ્થિતિના આધારે નિર્ણય લેવામાં આવશે.

સંયુક્ત કિસાન મોરચાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો યથાવત હેશે

તેમણે કહ્યું, “અમે કૃષિ કાયદાને રદ્દ કરવા અંગે ચર્ચા કરી હતી. તે પછી કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. સંયુક્ત કિસાન મોરચાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો ચાલુ રહેશે. 22 નવેમ્બરે લખનૌમાં કિસાન પંચાયત, 26 નવેમ્બરે તમામ સરહદો પર બેઠક અને નવેમ્બરના રોજ 29 સંસદ સુધી ટ્રેક્ટર માર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો:તેલંગાણાના સીએમ ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂત પરિવારને આપશે વળતર

ખેડૂત નેતાએ કહ્યું, “અમે વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખીશું, જેમાં પડતર માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવશે. જેમાં MSP સમિતિ, તેના અધિકાર, તેની સમય-મર્યાદા, તેની ફરજો, વીજળી બિલ 2022,આંદોલન દરમ્યાન થયેલ કેસો પાછી ખેંચવાની માંગણીઓનો સમાવેશ થશે. મંત્રી અજય મિશ્રા લખીમપુર ખેરી કેસમાં ટેનીને બરતરફ કરવા માટે પત્ર લખવામાં આવશે. આ સાથે જ તેમણે ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવાના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે આ એક સારું પગલું છે, અમે તેનું સ્વાગત કરીએ છીએ, પરંતુ હજુ ઘણી માંગણીઓ બાકી છે.

24 નવેમ્બરે મળશે કેબિનેટ બેઠક 

તે જ સમયે, સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોદી સરકારની કેબિનેટ બેઠક 24 નવેમ્બરના રોજ ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવાની મંજૂરી આપશે. આ પછી, 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં કાયદો પાછો ખેંચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સંસદીય નિયમો અનુસાર, જૂના કાયદાને પાછો ખેંચવાની પ્રક્રિયા નવો કાયદો બનાવવા જેવી જ છે.’

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment