Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝFarmer protest: ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ પણ ખેડૂતો પોતાના પર અડગ, જાણો કારણ

Farmer protest: ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ પણ ખેડૂતો પોતાના પર અડગ, જાણો કારણ

farmers protest
Share Now

કેન્દ્ર સરકારે (Central Government)આજે શુક્રવારે કૃષિ કાયદા (Agricultural laws)ને પરત લેવાની જાહેરાત કરી હતી. આ તમામ વચ્ચે પીએમ મોદીએ આંદોલનકારી ખેડૂતો (farmers protest)ને ઘરે પરત ફરવાની પણ અપીલ કરી હતી. જો કે, આ તમામ બાદ પણ ખેડૂતો (Farmer)નું કહેવું છે કે, તેઓ હજુ આંદોલન સમાપ્ત કરશે નહીં.

farmers protest ને લઇને ખેડૂત નેતાએ શું જાહેરાત કરી?

સરકારની ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ પણ ખેડૂતો પોતાના પર અડગ છે. આ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)કહ્યું કે, આંદોલન (Movement)તુરંત પરત નહીં ખેંચાય. આ આંદોલન ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ત્રણ કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવે.

આ અમારી જીત છે – કિસાન મોરચા

આ પહેલા કિસાન એકતા મોરચા (Kisan Ekta Morcha)એ કૃષિ કાયદાઓ પરત ખેંચવાને તેની જીત ગણાવી હતી. કિસાન એકતા મોરચાએ કહ્યું કે, 1 વર્ષની રાહ જોયા બાદ અમે જીત્યા છીએ. મોદી સરકારે કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. એકતા અને ન્યાય એ સફળતાનો માર્ગ છે.

આ પણ વાંચો: PM મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી, કહ્યું- નાના ખેડૂતોને વધુ તાકાત મળશે

પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા છે. જેથી નાના ખેડૂતોને વધુ તાકાત મળશે. વર્ષોથી આ માગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતો (Farmers)ના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમારા પ્રયત્નો છતાં કેટલાક ખેડૂતોને અમે સમજાવી શક્યા નહીં. ત્યારબાદ પીએમ મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પરત ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.

ખેડૂતે બનાવ્યું આધુનિક મશીન જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment