Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝમેઘરાજા રીસાતા જગતનો તાત ચિંતાતુર

મેઘરાજા રીસાતા જગતનો તાત ચિંતાતુર

dhoraji photo
Share Now

મેઘરાજા ખેડૂતોથી રિસાયા !?

ચોમાસામાં ખેડૂતોને એક તો વરસાદ સમયસર અને પુરતો આવવાનો અને બીજું પાકમાં જીવાત ન આવવાનો સૌથી વધુ ડર હોય છે. આ જ ડર અત્યારે ધોરાજીના ખેડૂતોમાં દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમા એક તો મેઘરાજા પણ રિસાઈ ગયા છે અને જગતનો તાત ચિંતિત બન્યો છે. 

dhoraji photo

 

ઈયળથી પાકને થઇ રહ્યું છે નુકસાન 

ધોરાજી પંથકના આવેલા ખેતરોમા આગોતરી વાવી દીધેલી મગફળીના પાકમાં ઈયળ જોવા મળી રહી છે. ઈયળ, ફુગ, મચ્છી જેવી અનેક જીવાત મગફળીને નુકસાન પહોચાડી રહી છે. મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવની જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો એમ છતાં કોઈ જ અસર થતી નથી. વરસાદના અભાવે મગફળીનો પાક મૂરજાય રહ્યો છે. અને હવે મગફળીના છોડની વૃદ્ધિ પણ અટકી ગઈ છે અને પાંદડા પણ પીળા પડી ગયા છે.

dhoraji photo

મેઘમહેરની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો

ખેડૂતો હવે મૂંઝવણમાં મૂકી ગયા છે કારણ કે, એક તરફ મેઘરાજા પણ હાથતાળી દઈને ચાલ્યા જાય છે અને કુવાના પાણી પણ સુકાઈ ગયા છે. ગયા વર્ષે કમોસમી વરસાદ અને બાદમાં વાવાઝોડાએ વિનાશ સર્જાયો હતો તો હવે વરસાદ લંબાતા પાકને નુકસાન થઇ રહ્યું છે તેવામાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે તો ખેડૂતો મેઘરાજા પર આશા રાખીને બેઠા છે કે જલ્દી મેઘમહેર થાય બાકી અંતે તો છેલ્લી આશા સરકાર પર જ છે કે તે ખેડૂતો માટે કોઈ સહાય જાહેર કરે.

જુઓ આ વિડીયો : વરસાદે પોલ ખોલી

dhoraji photo

નાની પરબડી ગામે મેઘરાજાને રીજાવતા ખેડૂતો 

મેઘરાજા રિસાઈ ગયા છે અને વરસાદમાં ખુબ વિલંબ થઇ રહ્યો છે. એક તરફ વાવાઝોડું આવ્યું ત્યારે ચોમાસું વહેલું શરુ થયું હતું તો ખેડૂતોએ પણ વાવણી કરી નાખી હતી અને બાદમાં વરસાદે ખુબ લાંબો વિરામ લઇ લીધો છે. ત્યારે ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે ધરતીપુત્રોએ મેઘરાજાને રીઝવવા ખેતરમા જ રામધૂન બેસાડી હતી. ધોરાજી પંથકમા મેઘરાજા રીસાઈ ગયા છે ત્યારે ખેતરમાં પાક મુરજાઇ રહ્યા છે અને ખેડૂતોને ખુબ મોટા નુકસાનની ભીતિ વધી રહી છે.

dhoraji photo

ખેડૂતોએ કરી રામધુન

ખેડૂતો માટે ચોમાસું પાક સૌથી મહત્વનો હોય છે ત્યારે આ એક સીઝનનું નુકસાન ખેડૂતને આખા વર્ષના નુકસાન જેવું લાગતું હોય છે. અને જો વરસાદ ન થાય તો શિયાળુ અને ઉનાળુ બન્ને પાક માટે ખેડૂતોએ હાથ ધોય નાખવા પડે છે. ત્યારે જગતનો તાત હાલ મેઘરાજાને રીજવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધોરાજી પંથકના ખેડૂતો ખુબ ચિંતિત છે આથી નિરાશ થયેલા નાની પરબડી ગામના ખેડૂતોએ ખેતરમા મેઘરાજાને રીઝાવા માટે રામધૂન કરી હતી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment