અભિનેતા વરુણ ધવનની પત્ની અને ફેશન ડિઝાઈનર નતાશા દલાલ આગામી OTT પ્રોજેક્ટ સાથે અભિનયની શરૂઆત કરવા માટે તૈયાર છે. લાઈમલાઈટથી દૂર રહેનાર વર્સેટાઈલ અભિનેતા વરુણની પત્ની વેબ શો યસ ટુ ધ ડ્રેસ ઈન્ડિયામાં જોવા મળે છે. આ વેબ શો સાથે તેઓ ડિજિટલ વિશ્વમાં પગ મૂકશે. એક રિપોર્ટ અનુસાર, આ શોમાં વરુણ ધવનની પત્ની યુવાન દુલ્હનોને તેમના સપનાના વેડિંગ ડ્રેસ શોધવામાં મદદ કરતી જોવા મળશે.
Varun Dhawan and Natasha Dalal, google image
નતાશા અન્ય ડિઝાઇનર્સના પગલે ચાલી રહી હોય તેવું લાગે છે:
નતાશા અન્ય ડિઝાઇનર્સના પગલે ચાલી રહી હોય તેવું લાગે છે જેમણે ડિજિટલ પ્લેટફોર્મ પર તેમનું ક્રિએટિવ વર્ક પ્રદર્શિત કર્યું છે. મસાબા ગુપ્તાએ પણ, કાલ્પનિક શોમાં અભિનય કર્યો હોવા છતાં, નેટફ્લિક્સ ઓરિજિનલ, મસાબા મસાબામાં તેના ડિઝાઇન કલેક્શનનું પ્રદર્શન કર્યું. તમને જણાવી દઈએ કે વરુણની પત્નીએ ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (FIT), ન્યૂયોર્કમાંથી ફેશન ડિઝાઇનિંગમાં પ્રોફેશનલ ડિગ્રી મેળવી છે. તે 2013 માં ભારત આવી અને તેણે પોતાનું ફેશન લેબલ અને ડિઝાઇન હાઉસ, લેબલ નતાશા દલાલ શરૂ કર્યું. તેણીનું લેબલ સંપૂર્ણપણે બ્રાઇડલ અને લક્ઝરી વેડિંગ કોસ્ચ્યુમ બનાવવા પર કેન્દ્રિત છે.
આ પણ વાંચો: Salman Khan સાથે લગ્ન કરવા 16 વર્ષની છોકરી આવી ભારત અને બની ગઈ બૉલીવુડની સુપરસ્ટાર!
Natasha Dalal, google image
લગ્નના વસ્ત્રો ડિઝાઇન કરવોએ જબરજસ્ત અનુભવ રહ્યો:
નતાશા તેના ક્રિએટિવ કલેક્શનને વિશાળ પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરશે, જેઓ હજુ પણ તેના કલેક્શનથી સારી રીતે વાકેફ નથી. નતાશા દલાલે કહ્યું કે લગ્નના વસ્ત્રો ડિઝાઇન કરવો એ ખરેખર તેમના માટે એક જબરદસ્ત અનુભવ રહ્યો છે, તેમણે ઉમેર્યું કે “ડિઝાઇનિંગ હંમેશા એક જુસ્સો રહ્યો છે, અને મારા માટે OTT ડેબ્યૂ કરવાની આનાથી વધુ સારી તક ન હોઈ શકે.”
OTT ડેબ્યૂ પર વિચારો શેર કર્યા:
OTT ડેબ્યૂ પર તેના વિચારો શેર કરતા, નતાશાએ કહ્યું કે દરેક દુલ્હન યુનિક હોય છે, અને જ્યારે તે ડ્રીમ આઉટફિટ સામે જુએ છે, ત્યારે તેની આંખો ચમકી ઉઠે છે. વધુમાં, તેણીએ ખુલાસો કર્યો કે ડિઝાઇનિંગ હંમેશા તેણીનો જુસ્સો રહ્યો છે, અને તેણીના જુસ્સાને અનુસરવાની તક આપી શકે તેવા નવા શો સાથે તેણીની OTT પદાર્પણ કરવાની આનાથી વધુ સારી તક ન હોઇ શકે. નતાશાને તેના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ નથી અને કેમેરાનો સામનો કરવો એ દલાલ માટે મોટી વાત છે. નતાશાએ આજ સુધી તેના પરિણીત જીવન વિષે, વરુણ કે તેની સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.
જુઓ આ વિડીયો: Bollywood Gossip
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4