Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeએન્ટરટેઈન્મેન્ટભારતમાં કોરોનાની વચ્ચે એક્શનથી ભરપુર ફિલ્મ ‘Fast & Furious 9’ થશે રિલીઝ

ભારતમાં કોરોનાની વચ્ચે એક્શનથી ભરપુર ફિલ્મ ‘Fast & Furious 9’ થશે રિલીઝ

Fast & and Furious 9 P
Share Now

ભારતમાં કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે, લોકોને હાલ ચારે બાજુ કોરોના અને તેની બીમારી, વધતા કેસ અને કોરોનાથી મૃત્યુ પામતા લોકોના આંકડા જ ફરી રહ્યાં છે, ત્યારે હોલિવુડની સુપર હિટ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયન્સ (Fast & Furious 9) આવી રહી છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના કુલ 8 ભાગ છે, જેમાંથી હવે 9 મો ભાગ પણ રિલીઝ થવાની તૈયારીમાં છે.

જસ્ટિન લિન દ્વારા નિર્દેશિત ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 માં મોટા સિતારાઓ તમને જોવા મળશે, જેમાં વિન ડિજલ, ટાયરેસ ગિબ્બસ, જોન સીના, મિશેલ ટ્રોડિગેજ જેવા સ્ટાર્સ ફિલ્મમાં દર્શકોનું મનોરંજન કરશે. હોલિવુડ ફિલ્મને લઇને ભારતમાં દર્શકોમાં ખુબ ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે ફિલ્મના ટ્રેલરને પણ ભારતમાં ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

Fast & Furious 9

Image Courtesy : UNIVERSAL

25 જુનના દિવસે વિદેશમાં થઇ રિલીઝ 

ભારત સિવાય 25 જુનના દિવસે આ ફિલ્મ રિલીઝ થઇ ચુકી છે, જેણે ખુબ સારો બિઝનેસ કર્યો છે. હવે ભારતમાં પણ આ ફિલ્મ લોકોના દિલો પર રાજ કરવા તૈયાર થઇ છે.  હોલિવુડની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયન્સે 500 મિલિયન ડોલરથી (3726 કરોડ) પણ વધુનો બિઝનેસ કરી લીધો છે, આ ફિલ્મ ભારતમાં પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની છે, હિન્દી, અંગ્રેજી, તામિલ, તેલુગુ અને કન્ન્ડ ભાષામાં પણ રિલીઝ થવાની છે.

  • જસ્ટિન લિન દ્વારા નિર્દેશિત ફિલ્મ
  • ભારતમાં Fast & Furious 9 ફિલ્મ પાંચ ભાષાઓમાં થશે રિલીઝ 
  • વિદેશમાં ફિલ્મે 500 મિલિયન ડોલરથી વદુનો કર્યો બિઝનેસ 
  • ભારતમાં ફિલ્મને લઇને જોવા મળ્યો ઉત્સાહ 
  • ભારતમાં આ ફિલ્મ 5 ઓગસ્ટનાં દિવસે થશે રિલીઝ  

ભારતમાં ક્યારે થશે રિલીઝ?

 

ફાસ્ટ એન્ડ ફ્યુરિયન્સની રિલીઝ ડેટ આવી ચુકી છે, જે લોકો એન્ટરટેમેન્ટ માટે સિનેમાઘરની વાપસીની રાહ જોઇને બેઠા છે કે ક્યારે થિયેટર ઓપન થાય અને ફિલ્મ જોવા માટે જઇ શકાય તો તે લોકોને હવે વધુ રાહ નહી જોવી પડે, પણ કોરોનાની મહામારના કારણે સરકારે થિયેટર્સ બંધ કરી દીધા હતા જેમાં હવે સવાલ એ છે કે શું થિયેટર્સ ઓપન થવાના છે, કોવિડ-19 ના કારણે હવે ઘરમાં પુરાઇ રહેલા લોકોને પણ શું બહાર જઇ ફિલ્મ જોવા મળશે?  હાલ કોરોનાની આવી પરિસ્થિતિમાં પણ ફિલ્મની રિલીઝ ડેટ આવી ચુકી છે, ભારતમાં આ ફિલ્મ 5 ઓગસ્ટનાં દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર એપ્રિલ મહિનામાં રિલીઝ થયુ હતુ, ટ્રેલરને જોઇને અંદાજો લગાવી શકાય છે કે, જોન સીના વિન ડીજલના કટ્ટર દુશ્મન બતાવવામાં આવ્યા છે,

સ્ટોરીનો ટુંકમાં સારાંશ

Hollywood

Image Courtesy : UNIVERSAL

વિન ડીજલને ડોમ ટોરેટો લેટી અને તેના પુત્ર, નાના બ્રાયનની સાથે ગ્રીડથી એક શાંત જીવન જીવી રહ્યો છે, જેમાં તે જાણે છે કે ખતરો હંમેશા શાંતિપુર્ણ ક્ષિતિજમાં રહેતો હોય છે, આ વખતે આ ખતરો હવે ડોમને પોતાના અતીતનો સામનો કરાવશે, જેમાં તેના અતીતના પાપોનો સામનો કરવા માટે મજબુર કરશે.   

ફિલ્મમાં વધુ રોમાંચ અને એક્સન ડ્રામા જોવા મળશે, જેમાં કાર ચેજ પહેલા કરતાં પણ વધુ રોમાંચિત કરશે, જેમાં યુએસ, ચાઇના, કનાડા, રસિયા, હોન્ગ કોન્ગ અને મિડિલ ઇસ્ટમાં આ ફિલ્મ પહેલાંથી જ રિલીઝ થઇ ચુકી છે.  

ફિલ્મની સ્ટોરી ચોરી અને ગેર કાનુની સ્ટ્રીટ રેસિંગ પર બેસ્ડ છે, અહીં ટીમના લોકો ચોરી અને જાસુસી કરે છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ જ્યારે ભારતમાં રિલીઝ થયો હતો ત્યારે પણ દર્શકોના મન જીતી લીધા હતા. 2001 માં રિલીઝ થયેલો પહેલો ભાગ જેમાં તેની કમાણી 5 મિલિયન ડોલર ઉપર થઇ હતી.

આ પણ વાંચો:  ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, જ્યારે પાકિસ્તાને ભારત પર કર્યો હતો હુમલો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment