નવી દિલ્હી : સોમવારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક,ઇન્સટાગ્રામ અને વ્હોટસએપની સેવાઓ ખોરવાઈ જતા વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાને પગલે ત્રણેય સોશિયલ મીડિયા કંપનીની માલિકી ધરાવતા ફેસબૂકના શેરની કિંમતમાં ઘટાડો થયો અને કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સંપતિ(FB Downtrend Zuckerberg Wealth)માં એક જ દિવસમાં 6.1 અબજ ડોલર એટલે કે 45,555 કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
FB Downtrend Zuckerberg Wealth
છ કલાકમાં છ અબજ ડોલરથી પણ વધુની સંપત્તિનું ધોવાણ થતા વિશ્વના ધનિકોની યાદીમાં માર્ક ઝુકરબર્ગ એક સ્થાન સરકીને હવે પાંચમા નંબર પર આવી ગયા છે. ફેસબૂકના શેરોમાં ૪.૯ ટકાનો ધટાડો થયો છે. આ રીતે કંપનીના શેર સપ્ટેમ્બર મધ્યથી અંદાજે ૧૫ ટકા ઘટી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર ફેસબૂકના શેરમાં ઘટાડાથી ઝુકરબર્ગની નેટવર્થ(FB Downtrend Zuckerberg Wealth) ૬.૧૧ અબજ ડોલર ઘટીને ૧૨૨ અબજ ડોલર રહી ગઈ છે. થોડાક દિવસ પહેલા તેઓ ૧૪૦ અબજ ડોલરની નેટવર્થની સાથે અમીરોની યાદીમાં ચોથા નંબરે પર પહોંચી ગયા હતા પરંતુ હવે ફરીથી બિલ ગેટ્સથી પાછળ થઈ ગયા છે. ગેટ્સ ૧૨૪ અબજ ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં ચોથા નંબરે છે.
આ પણ વાંચો : ટાટા-મિસ્ત્રી વિવાદમાં નવો વળાંક : SP ગૃપે ટાટા સન્સના શેર ગીરવે મુકવા કાઢ્યાં
છ કલાક બંધ રહ્યું સોશિયલ મીડિયા
ફેસબૂક અને તેની સહયોગી કંપનીઓ ઇન્સ્ટાગ્રામ અને વ્હોટસએપની સવિસ સોમવારે અનેક કલાકો સુધી બંધ રહી હતી. સોમવાર રાતે ૯.૧૫ કલાકે ત્રણેય સોશિયલ નેટવર્કીગ સાઈટ્સ ઠપ્પ થઇ ગઈ હતી.મંગળવાર સવારે 3.30 કલાકે ફેસબૂક,વ્હોટસએપ અને ઇન્સટાગ્રામ ફરીથી કાર્યરત થયું હતું પરંતુ તેની ઝડપ અત્યંત ધીમી હતી.
FBએ માંગી માફી
સર્વિસ ફરી શરુ થયા બાદ ફેસબૂકે ટ્વીટર પર કહ્યું હતું કે અમારા પર આશ્રિત વિશ્વભરના લોકો અને બિઝનેસ જે અમારા પર નિર્ભર છે તેમના માટે અમને દુઃખ છે. અમે અમારી એપ્સ અને સેવાઓને પૂર્ણ રીતે સામાન્ય કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમને જણાવતાં ખુશી થઇ રહી છે કે તેઓ ફરીથી ઓનલાઈન પરત આવી રહ્યા છે. અમારી સાથે રહેવા બદલ ધન્યવાદ.
We’re aware that some people are having trouble accessing our apps and products. We’re working to get things back to normal as quickly as possible, and we apologize for any inconvenience.
— Facebook (@Facebook) October 4, 2021
દરમિયાન ઝુકરબર્ગે ફેસબૂક,ઈન્સ્ટાગ્રામ અને વ્હોટસએપની સેવાઓ ખોરવાઈ તે બદલ કરોડો યુઝર્સને થયેલ પરેશાની માટે માફી માંગી હતી. તેમણે એક ફેસબૂક પોસ્ટમાં કહ્યું હતું કે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટસએપ અને મેસેન્જરની સેવાઓ કાર્યરત થઇ ગઈ છે. આજે વિવિધ સેવાઓમાં અવરોધ આવ્યો છે તેના માટે માફી માંગું છું. હું જાણું છું કે આપ પોતાના લોકો સાથે જોડાયેલા રહેવા માટે અમારી સેવા પર કેટલા નિર્ભર છો.
વિશ્વના ધનકુબેરો માટે આ આંકડો નાનો ગણાતો હશે તો પરંતુ 6 કલાકમાં 6 અબજ ડોલર એટલેકે 50,000 કરોડની આસપાસનું સંપત્તિ(FB Downtrend Zuckerberg Wealth)નું ધોવાણ વિશ્વના અનેક દેશોના એક વર્ષના બજેટ કરતા વધુ હશે.
આ પણ વાંચો : હોમ લોન માટે કરી રહ્યાં છો Apply ? તો આ બાબતોની અચૂક ધ્યાન રાખો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4