Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝFestivals : આવનારા બે મહિનામાં તહેવારોની રહેશે ભરમાર, જાણો ક્યારે છે દિવાળી ?

Festivals : આવનારા બે મહિનામાં તહેવારોની રહેશે ભરમાર, જાણો ક્યારે છે દિવાળી ?

Festivals
Share Now

વ્રત અને તહેવારો (Festivals)નો સમય ચાતુર્માસથી શરૂ થઈ જાય છે. આસો મહિનો આવતા આવતા ઘણા વ્રત અને તહેવાર એકસાથે આવી જાય છે. હવે નવરાત્રી અને દશેરા બાદ 20 ઓક્ટોબરથી નવેમ્બર મહિના સુધી તહેવારોની ભરમાર ચાલુ થઈ જાય છે. એક પછી એક હિન્દૂ ધર્મના ઘણા મહત્વપૂર્ણ પર્વ પણ આ દિવસોમાં આવે છે.

શારદીય નવરાત્રી અને દશેરા બાદ હવે સૌ કોઈ દિવાળીની રાહ જોઈ રહ્યાં છે. જોકે, આ દરમિયાન હિન્દુઓના મહત્વપૂર્ણ વ્રત અને અન્ય પર્વ પણ છે. વિજ્યાદશમી બાદ વ્રત અને તહેવારનું આ ક્રમ 20 ઓક્ટોબરે આસોની પૂનમથી વ્રતથી શરુ થઈ જાય છે.

આ વ્રતની સાથે હિન્દૂ પંચાગનો આઠમો મહિનો કાર્તિક મહિનાથી શરૂ થઈ જશે. આ મહિનામાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનામાં કરવામા આવેલા પૂજા-પાઠ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. પાંચ દિવસના દીપોત્સવ પણ આ મહિનામાં આવે છે. 21 ઓક્ટોબરથી કાર્તિક મહિનાની શરુઆત બાદ 6 નવેમ્બર 2021 સુધી કરવા ચૌથથી લઈને ભાઈબીજ સુધીના પર્વ છે.

Festivals List

  • આસો પૂર્ણિમા 20 ઓક્ટોબર, 2021 (બુધવાર)
  • સંકષ્ટિ ચતુર્થી 24 ઓક્ટોબર, 2021 (રવિવાર)
  • કરવા ચૌથ વ્રત 24 ઓક્ટોબર, 2021 (રવિવાર)
  • અહોઈ અષ્ટમી વ્રત 28 ઓક્ટોબર, 2021 (ગુરુવાર)
  • રમા એકાદશી 1 નવેમ્બર, 2021 (સોમવાર)
  • ધનતેરસ પૂજા 2 નવેમ્બર, 2021 (મંગળવાર)
  • માસિક શિવરાત્રી 3 નવેમ્બર, 2021 (બુધવાર)
  • દિવાળી 4 નવેમ્બર, 2021 (ગુરુવાર)
  • ગોવર્ધન પૂજા 5 નવેમ્બર, 2021 (શુક્રવાર)
  • ભાઈબીજ 6 નવેમ્બર, 2021 (શનિવાર)

આ પણ વાંચોઃ- Bhidbhanjan Hanuman મંદિરની વિશેષતા છે કે અહીં હનુમાનજી વગડામાં સૂતેલા જોવા મળે છે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment