Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝતાલિબાન મુદ્દે ભારતની વેટ એન્ડ વૉચની નીતિ, સર્વપક્ષીય બેઠકમાં સરકારે વ્યૂહરચના સમજાવી

તાલિબાન મુદ્દે ભારતની વેટ એન્ડ વૉચની નીતિ, સર્વપક્ષીય બેઠકમાં સરકારે વ્યૂહરચના સમજાવી

taliban,afghanistan,india on taliban,lattest news,top ten news
Share Now

અફઘાનિસ્તાન(Afghanistan) પર તાલિબાને(taliban) કબ્જો કર્યા બાદ આજે મોદી સરકાર(MODI government) વિપક્ષના નેતાઓને અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિ વિશે માહિતી આપી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે બેઠકમાં તમામ વિપક્ષી દળો એક પછી એક સરકારને રજૂઆત કરી રહ્યા છે અને પ્રશ્નો પૂછી રહ્યા છે. આ બેઠક દરમિયાન, અત્યાર સુધીની મુખ્ય ચર્ચા માત્ર એટલી જ રહી છે કે ભારત સરકારે અફઘાનિસ્તાનમાંથી લોકોને કેવી રીતે બહાર કાઢ્યા અને આગળ ભારતની શું રણનીતિ છે.

લોકોને બહાર કાઢવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે- સરકાર

અફઘાનિસ્તાન(Afghanistan) સાથેની વિદેશ નીતિ અંગે, હાલમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્વભરના દેશો વેટ એન્ડ વૉચની(Wiat and watch) નીતિ અપનાવી રહ્યા છે. અને ભારતે પણ આ જ નીતિ અપનાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે બેઠકમાં માહિતી આપી હતી કે તેણે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો છે અને જે લોકો બહાર નીકળવા માગે છે તેમને બહાર કાઢવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

taliban,afghanistan,india on taliban,lattest news,top ten news

આ પણ વાંચો:સંકટ સમયમાં પણ મિત્રતા નિભાવી રહ્યું છે ભારત, ભારતીયો સાથે 11 નેપાળીઓને પણ કાબુલથી લવાશે

દેશમાં આતંકવાદ વધવાની વિપક્ષને આશંકા 

આઘાનિસ્તાનની(Afghanistan) સ્થિતિ અંગે બોલાવેલ સર્વપક્ષીય આ બેઠકમાં, વિપક્ષે તાલિબાનના આગમન પછી સરહદ પારના આતંકવાદમાં વધારો થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. આ સિવાય ભારતમાં રહેતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ વિશે કેવા પ્રકારની પરિસ્થિતિ અને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેના પર પણ સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યા છે. ભારતના અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ માટે સરકાર શું તૈયારી કરી રહી છે? અને તે વિશે શું વાતચીત થઈ છે? તેના પર પણ વિદેશ મંત્રીને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

સરકારે  દરેકને વિશ્વાસમાં લેવા જોઈએ 

કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે સરકારે તાલિબાન સાથે થઈ રહેલ સંપર્ક અને વાતચીત અંગેના તથ્યો રજૂ કરવા જોઈએ. આ સિવાય, અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સલામત રીતે બહાર કાઢવા અને આ બદલાયેલી પરિસ્થિતિમાં સરકારે ભારત સમક્ષ હાજર એવા તમામ વિદેશ નીતિના વિકલ્પો પર દરેકને વિશ્વાસમાં લેવા જોઈએ.

આ નેતાઓ રહ્યા હતા હાજર 

તમને જણાવી દઈએ કે વિપક્ષ વતી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, ડીએમકે નેતા ટીઆર બાલુ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, અપના દળ નેતા અનુપ્રિયા પટેલ સહિત કેટલાક અન્ય નેતાઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર વિદેશ મંત્રાલયે તમામ પક્ષોની બેઠક બોલાવી હતી.

અગાઉ પીએમ મોદી રશિયન રાષ્ટ્રપતિ સાથે કરી ચૂક્યા છે મિટિંગ 

મહત્વનું છે કે, અફઘાનિસ્તાન(Afghanistan) સંકટ વચ્ચે, જ્યાંરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાત કરી છે. તેમજ વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે પણ અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિંકન સાથે બે વખત ફોન પર વાતચીત કરી હતી. આ સાથે જ તેમણે અફઘાનિસ્તાનમાં રાજકીય સ્થિરતા લાવવાના પ્રયાસો પર કતારના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી હતી.

તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાન(Afghanistan) પર તાલિબાને(Taliban) કબ્જો કરતાં ભારત સહિત ઘણા દેશો માટે સંકટ ઊભું થયું છે. દક્ષિણ એશિયા સહિત ઘણા દેશોના વ્યૂહાત્મક સમીકરણો પણ બદલાયા છે. આ ફેરફારોને લઈને ભારત જેવા દેશમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આજે આવા જ પ્રશ્નોના મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલવામાં આવી છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment