Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝસુરતમાં ભીષણ આગ: ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે, બે કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા

સુરતમાં ભીષણ આગ: ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે, બે કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા

SURAT
Share Now

સુરતમાં એનેકો વાર આગના બનાવો બનતા હોય છે. સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ આગ લાગી હતી. એની જાણ થતાં ફાયર(fire) વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગને કારણે બે કિલોમીટર સુધી ધુમાડો દેખાઈ રહ્યો છે. હાલ ફાયર(fire) વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તો તેની સાથે જ પાંડેસરા જીઆઇડીસીની મિલમાં ભીષણ આગ લાગતાં ફાયર(fire)વિભાગ દોડતો થયો છે.

ડાઇંગ પ્રિન્ટિંગની અંદર આગ(fire)એકાએક આગ ભભૂકી ઊઠતા જોતજોતાંમાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી.આગ એટલી ભીષણ છે કે બે કિલોમીટર દૂરથી તેના ધુમાડા દેખાઈ રહ્યા છે. આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો છે. એકાએક આગ(fire) ભભૂકી ઊઠતાં વિસ્તારની દોડધામ મચી જવા પામી છે.

ફોર્મયુક્ત પાણીનો મારો કરી આગને(fire) કાબૂમાં લેવાના પ્રયાસ ચાલુ

આગનો ફાયરો પાંડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતાં ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી.જેમાં ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો. આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે એ પેટ્રોલિયમ પદાર્થોથી તૈયાર થતો હોય છે અને એને કારણે એ ખૂબ જ્વલનશીલ હોય છે. સાથે જ આ પદાર્થ પર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે.સાથે જ આગનો બનાવ સામે આવવાની સાથે જ ફાયર સ્ટેશોનોની (fire in Surat)ગાડીઓ પહોંચી હતી.

CORONA

આ પણ વાંચો: પાટીદાર પાવર શો: ખોડલધામની 5 વર્ષની ઉજવણી નિમિત્તે PM મોદીની ખાસ હાજરી રહશે

આસપાસનાં કારખાનાંમાં કામ કરતા કામદારોનાં ટોળાં ઊમટ્યાં હતા

શહેરની વિવિધ ફાયર(fire)સ્ટેશોનોની ગાડીઓ પણ હાલ રવાના થઈ ગઈ છે. કંપનીમાં યાર્ન અને અન્ય વસ્તુને ધીરે ધીરે બહાર કાઢવાનું પણ શરૂ કરી દેવાયું હતું.પાંડેસરા જીઆઇડીસીની અંદર ભીષણ આગ લાગતાંની સાથે આસપાસનાં કારખાનાંમાં કામ કરતા કામદારોનાં ટોળાં પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતાં.તો અત્યાર સુધીમાં કોઇ જાનહાનિના સમાચાર નથી જોવા મળ્યા નથી.આગ(fire)લાગવાનું કારણ પણ હજુ જાણવા મળ્યું નથી.ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મવાળી ગાડીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment