Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝકોરોના સામે જંગ: પુરગ્રસ્ત વિસ્તારોમાં રસીકરણ માટે અનોખી પહેલ

કોરોના સામે જંગ: પુરગ્રસ્ત વિસ્તારોમાં રસીકરણ માટે અનોખી પહેલ

Fight Against Corona
Share Now

પટના: કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે વહીવટી તંત્ર વૅક્સિનેશનને વેગ આપવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યું છે, ત્યારે બિહારના પુરગ્રસ્ત મુજફ્ફરનગર જિલ્લામાં રસીકરણ માટે એક અનોખી પહેલ (Fight Against Corona) કરવામાં આવી છે. જે અંતર્ગત “ટીકા વાલી નાવ”ની શરૂઆત કરવામાં આવી છે. એટલે કે આ હોડી થકી મેડિકલ સ્ટાફો પુરથી સૌથી વધુ પ્રભાવિત કટરામાં લોકોને કોરોના વિરોધી રસી આપવા પહોંચશે. પુરગ્રસ્ત વિસ્તારોમાં 100 ટકા વૅક્સિનેશન માટે આ અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન સિવિલ સર્જન ડૉ વિનય કુમાર શર્માએ કર્યું હતું.

કટરામાં શરૂ થયેલી આ “ટીકા વાલી નાવ” લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પુરના કારણે કારણે હવે અહીંના લોકો વૅક્સિનથી વંચિત નહીં રહે. લોકોને હોડીમાં જ કોરોના વિરોધી રસી આપવામાં આવશે. આ “ટીકા વાલી નાવ” અર્થાત હોડી પુરના પાણી વચ્ચે ફસાયેલા ગામોમાં વસતા લોકોના ઘરે-ઘરે પહોંચી રહી છે. આ હોડીમાં સવાર મેડિકલ સ્ટાફ લોકોને બોલાવીને વૅક્સિન આપી રહ્યા છે. અત્યાર સુધી લોકોએ હોડીમાં માત્ર રાહત સામગ્રીને જ આવતા જોઈ હતી, પરંતુ હવે પ્રથમ વખત હોડીમાં વૅક્સિનેશન ડ્રાઈવ જોવા મળી રહી છે.

આ પણ વાંચો:  અમિત શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, આ રહ્યો સમગ્ર કાર્યક્રમ

વૅક્સિનેશનને સફળ બનાવવા કેયર સંસ્થાનો સહયોગ

વૅક્સિનેશન અભિયાનને સફળ (Fight Against Corona) બનાવવામાં કેયર સંસ્થા સહયોગ કરી રહી છે. સંસ્થાના જિલ્લા સંયોજક સૌરભ તિવારીએ કહ્યું કે, તેમના બે કર્મચારીઓ આગામી 6 મહિના સુધી વૅક્સિનેશન કાર્યક્રમમાં સહાયતા કરશે. તેઓ વૅક્સિનેશન માટે લોકોને પ્રેરિત કરશે. “ટીકા વાલી નાવ”ના ઉદ્ઘાટન સાથે જ લોકોનું વૅક્સિનેશન પણ કરવામાં આવી રહ્યું છે.

Fight Against Corona

56 પંચાયતોના 1.19 લાખ લોકો પુરથી પ્રભાવિત

મુજફ્ફરપુરમાં પુરનો પ્રકોપ દિન-પ્રતિદિન સતત વધતો જઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રના આંકડા અનુસાર, જિલ્લાની 56 પંચાયતોના 1.19 લાખ લોકો પુરથી પ્રભાવિત છે. શુક્રવારે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ પ્રણવ કુમારે જણાવ્યું કે, પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપી કરવામાં આવ્યા છે. 36 સામુહિક રસોડા શરૂ કરવા ઉપરાંત 148 હોડીઓ દોડાવવામાં આવી રહી છે. જેના થકી લોકોને રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અનુસાર, અત્યાર સુધી પુર પીડિતો વચ્ચે 1,600 ફૂટ પેકેટ અને રાશન વિતરણ કરવામાં આવ્યું છે. અહીંના સામુહિક રસોડામાં કુલ 34 હજાર લોકો ભોજન કરી રહ્યાં છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment