Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝSurat: પોલીસે ગરબે રમતા વિદ્યાર્થીઓ સાથે કર્યુ ઉદ્ધત ભર્યું વર્તન

Surat: પોલીસે ગરબે રમતા વિદ્યાર્થીઓ સાથે કર્યુ ઉદ્ધત ભર્યું વર્તન

Police
Share Now

રાજ્યમાં હાલ નવરાત્રિ (Navratri)નો માહોલ જામ્યો છે. ત્યારે કેટલાક શહેરોમાં ખેલૈયાઓ ગરબે ઘુમવાની વ્યસ્તતા વચ્ચે કોરોનાને ભુલી ગયા છે. આવી જ કઇક ઘટના સુરત (Surat)ખાતે બની હતી. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ (Student)માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલ (Hostel)માં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આ આયોજન કરવામાં આવ્યુ હતું. આ તમામ આયોજન વચ્ચે શહેર પોલીસે (Police)પણ એન્ટ્રી કરી હતી. પરંતુ પોલીસની આ એન્ટ્રી કઇક અલગ હતી. શહેર પોલીસે ગરબે રમતા વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે આ સમગ્ર બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે રકઝક થઇ હતી. ત્યારબાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાને લઇને એબીવીપી (ABVP)એ વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો: વડોદરા: માતા-પુત્રીનું શંકાસ્પદ મોત, પોલીસે પતિની અટકાયત કરી

નવરાત્રિના માહોલ વચ્ચે શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં માત્ર યુનિવર્સિટીની હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટેની જ મંજૂરી આપવામાં આવી હતી. આ તમામ વચ્ચે રંગ માં ભંગ પાડવા ગરબા રમતી વખતે ઉમરા પોલીસ (Umra Police)ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને કેટલાંક સૂચનો આપ્યાં હતાં. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશન (Police Station)નાં અધિકારી પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાની માહિતી મળી છે. આ તમામ વચ્ચે સ્થિતિ ઉગ્ર થઈ હતી અને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસી જતા અન્ય પોલીસની ટીમને પણ બોલાવ્યા હતા. બાદમાં કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત (Deatain)કરીને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.

વિદ્યાર્થીઓએ પોલીસ (Police)સ્ટેશનનો ઘેરાવ કર્યો

વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાતા એબીવીપીએ પોલીસ સ્ટેશન ખાતે ઘસી ગયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો, આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમે પરમિશન સાથે ગરબા (Garba)નું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલ કર્યો હતો. એબીવીપીએ ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી જઈને પોલીસ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર મામલે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારનું કહેવુ છે કે, કુલપતિના આદેશ વગર પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં આવી શકે નહીં, જેથી જે-તે પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે.

નવરાત્રી માટે એક ડ્રેસ? જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment