Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeએન્ટરટેઈન્મેન્ટપાયલ રોહતગી વિરૂદ્ધ FIR દાખલ, જાણો સમગ્ર મામલો

પાયલ રોહતગી વિરૂદ્ધ FIR દાખલ, જાણો સમગ્ર મામલો

FIR
Share Now

એકટ્રેસ પાયલ રોહતગી ફરી એક વાર ખોટા કારણોને લઇને ચર્ચામાં આવી છે. તેના વિરૂદ્ધ પુણે ખાતે ફરીયાદ (FIR) દાખલ કરવામાં આવી છે. પાયલે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તે ગાંધી અને નેહરૂ પરિવાર વિરૂદ્ધ વાંધાજનક ભાષા બોલતી નજરે ચઢી રહી છે. આ વીડિયો વિરૂદ્ધ પુણે સિટી કોંગ્રેસના સભ્યોએ શિવાજી નગર પોલીસ સ્ટેશન ખાતે પાયલ વિરૂદ્ધ ફરીયાદ (FIR)દાખલ કરાવી છે.

આ તકે સિટી કોંગ્રેસ (Congress)ના પ્રવક્તા રમેશ અય્યરે ખાનગી મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતુ કે, આ પ્રથમ વાર નહીં, જ્યારે પાયલ રોહતગી (Payal Rohatgi)એ ગાંધી અને નેહરૂ પરિવાર વિરૂદ્ધ વાંધાજનક વાત કહી છે. તે સતત આવુ કરતી રહે છે. તેને પાયલનો હાલનો વીડિયો પણ મળ્યો. જેના વિરૂદ્ધ રમેશ અય્યર સહિત પુણે સિટી કોંગ્રેસ કમિટીના અન્ય પદ્દાધિકારી રમેશ બગવે, મોહન જોશી, દત્તા બાહિરાત અને સંગીતા તિવારી સાઇબર સેલના પોલીસ (Police)અધિકારીને મળ્યા હતા. સંગીતા તિવારીએ આ મામલે એક ફોર્મલ ફરીયાદ પણ દાખલ કરાવી છે. જેના પર એક્શન લેતા પોલીસે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પાયલ રોહતગી વિરૂદ્ધ  ફરીયાદ (FIR) દાખલ કરી છે.

આ પણ વાંચો: મુઝફ્ફરનગર કિસાન મહાપંચાયત પહેલા ખેડૂત નેતાઓ આવ્યા નજીક, ટીકૈત બતાવશે તાકાત

પાયલ રોહતગી (Payal Rohatgi)પોતાના સોશિયલ મીડિયા પર ઘણી વખત ખોટી ન્યુઝ પોસ્ટ કરતી હોય છે. જેમાં વ્યક્તિ, ધર્મ અથવા પાર્ટીને લઇને વાંધાજનક વીડિયો બનાવવા સામેલ છે. 2019 માં થયેલા હૈદરાબાદ ગેંગેરેપ મામલે પણ તેને ભડકાવવાની કોશીશ કરી હતી. ત્યારબાદ ટ્વિટરે એક અઠવાડીયા માટે તેનુ એકાઉન્ટ લોક કરી દીધુ હતુ. 2019 માં જ પાયલે એક ફેસબુક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેને નેહરૂ પરિવાર પર અનેક આરોપ લગાવ્યા હતા. કહ્યું હતુ કે જવાહરલાલ નેહરૂ, કમલા અને મોતીલાલ નેહરૂના પોતાના સંતાન નહતા. આ મામલે યુથ કોંગ્રેસે તેના વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ પાયલે પ્રિયંકા અને સોનિયા ગાંધી (Sonia Gandhi)ની માફી માગી. આ મામલે 15 ડિસેમ્બરે તેને અમદાવાદ પોલીસે (Ahemadabad Police)ધરપકડ કરી હતી. ત્યારબાજ 16 ડિસેમ્બરના રોજ પાયલને કોર્ટમાં રજુ કરવામાં આવી હતી, જ્યાં તેને 9 દિવસની કોર્ટ કસ્ટડી (Custody)માં મોકલવામાં આવી હતી. જોકે તે બીજા જ દિવસે જામીન પર છુટી ગઇ હતી.

નોંધનીય છે કે, જૂન 2020 માં સિટિજનશિપ અમેંડમેન્ટ બિલ વિરૂદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલી મુસ્લિમ મહિલાઓ વિશે પાયલે કેટલાક વિવાદીત ટ્વિટ કર્યા હતા. ત્યારબાદ ટ્વિટરે (Tweeter)તેનુ એકાઉન્ટ ફરી એકવાર સસ્પેન્ડ કરી નાખ્યુ હતુ. પહેલા આ સસ્પેન્શન એક અઠવાડીયા સુધી રહ્યું હતુ. પરંતુ જુલાઇ 2020 માં ટ્વિટરે પાયલ રોહતગીનું એકાઉન્ટ પરમેનન્ટ માટે સસ્પેન્ડ કરી નાખ્યુ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment