Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટજાણો કઈ રીતે માલિકુન્નીસા અલી બની ગયા મીનુ મુમતાઝ

જાણો કઈ રીતે માલિકુન્નીસા અલી બની ગયા મીનુ મુમતાઝ

film actress minu mumtaz passed away on october 23
Share Now

ફિલ્મી જગતના દિગ્ગજ અભિનેત્રી મીનું મુમતાઝનું (minu mumtaz) કે ૨૩ ઓક્ટોમ્બરના રોજ નિધન થયું છે. જો કે તે ઘણા સમયથી કેનેડામાં હતા ત્યારે કેનેડામાં તેણે પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના નિધન અંગે તેના ભાઈ દ્વારા ખબર આપવામાં આવી હતી. તેમના ભાઈ અનવર અલીમ દ્વારા આ દુખદ ખબર મીડિયા સુધી પહોચાડવામાં આવી હતી. બોલીવુડમાં હાલ શોકનો માહોલ છે.

મીનું મુમતાઝનું (minu mumtaz) નિધન

તેમના ભાઈએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ફેંસ અને મીડિયા પ્રત્યે અભાર વ્યક્ત કર્યો હતો. મીનું મુમતાઝે (minu mumtaz) ઘણી બધી હિન્દી ફિલ્મોમાં કામ કરેલું છે. તેઓ દિગ્ગજ કોમેડિયન મહમૂદ અલીના સિસ્ટર હતા. ૧૯૫૦ થી ૧૯૬૦ સુધીનો દશકો એ મીનુજીનો માનવામાં આવે છે આ દશકા દરમિયાન તેઓએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમનું અસલી નામ માલિકુન્નીસા અલી હતું. પરંતુ બોલીવુડના દિગ્ગજ અભિનેત્રી મીના કુમારીએ તેમનું નામ મીનું હતું. તેમણે સૌ પ્રથમ સ્ટેજ ડાન્સર તરીકે પોતાના કરિયરની શરૂઆત કતી હતી. ઘણી બધી ફિલ્મોમાં પણ તેઓએ ડાન્સર અને સાથે જ કેરેક્ટર આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. ખાસ કરીને ૫૦ના દસકા દરમિયાન તેઓએ અનેક ફિલ્મોમાં ડાન્સર તરીકે કામ કર્યું હતું.

ફિલ્મ જગતમાં તેમની પહેલી ફિલ્મ સખી હાતિમ હતી. જેમાં તેમણે એક ઓપોઝિટ કેરેક્ટર ભજવ્યું હતું. આ ફિલ્મમાં લીડ રોલમાં બલરાજ સાહની હતા. તેઓની ફિલ્મની જો વાત કરવામાં આવે તો કાગઝ કા ફૂલ, ચૌદવી કા ચાંદ, સાહિબ બીવી ઓર ગુલામ, તાજમહલ, ઘૂંઘટ, ઈન્સાન જાગ ઉઠા, ઘર બસાકે દેખો, ગઝલ જેવી ઘણી બધી ફિલ્મોમાં ખુબ જ સરસ રીતે તેમણે પોતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ગુરુ દત્તની પણ અનેક ફિલ્મોમાં તેઓ જોવા મળ્યા હતા.

જુઓ આ વિડીયો: Suryavanshi Trailer Song Released

તેમની પર્સનલ લાઈફની જો વાત કરવામાં આવે તો તો ૧૯૬૩ માં તેમણે ડાયરેક્ટર એસ અલી અકબર સાથે લગ્ન કાર્ય હતા. તેઓ ઘણા સમયથી ભારતથી સ્થળાંતર થઈને કેનેડા રહેવા જતા રહ્યા હતા. તેમને ૩ દીકરીઓ અને એક દીકરો છે જેમની સાથે તેઓએ કેનેડામાં જ પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો: વિદેશમાં પણ “સપના વિનાની રાત”, લાગ્યો ગુજરાતી ગીતનો ચસ્કો, વિડીયો થયો વાયરલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment