Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટફિલ્મ શેરની રિવ્યુ: ફિલ્મમાં અમિત મસુરકરે છેડ્યા છે જન, જંગલ અને જીવનના તાર

ફિલ્મ શેરની રિવ્યુ: ફિલ્મમાં અમિત મસુરકરે છેડ્યા છે જન, જંગલ અને જીવનના તાર

Sherani
Share Now

ફિલ્મ : શેરની ( Sherni Review )

લેખક: આસ્થા ટિકુ, યશસ્વી મિશ્રા, અમિત મસુરકર

કલાકાર: વિધા બાલન, શરત સક્સેના, બૃજેન્દ્ર કાલા, ઇલા અરુણ અને વિજય રાજ

નિર્દેશક: અમિત મસુરકર

ઓટીટી: પ્રાઇમ વીડિયો

સુપર સ્ટાર રાજેશ ખન્નાની સુપરડુપર હિટ ફિલ્મ હાથી મેરે સાથી તો તમને યાદ હશે ને જેમાં રાજેશ ખન્નાનું એ ફિલ્મના સોન્ગની લાઇને યાદ આવી જાય, જે કુદરતને લગતી વળગતી હતી અને એ એક માત્ર લાઇન બધુ જ કહી જતી હતી. “ અગર વિકાસ કે સાથ જીના હૈ તો પર્યાવરણ કો બચાયા નહી શકતા, ઔર અગર પર્યાવરણ કો બચાને જાઓ તો પર્યાવરણ બીચારા ઉદાસ હો જાતા હૈ. ”ફિલ્મ શેર( Sherni Review ) ની એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઇ ચુકી છે. ત્યારે વિધા બાલનની આ ફિલ્મની રાહ જોવાઇ રહી હતી.

Sherni Review: Vidya Balan's Tigress-On-The-Loose Adventure Bites

PC: Amazone Prime Video

આ ફિલ્મ હિન્દી ભાષામાં રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મની ખાસ વાત છે કે, તેમાં એક મોટો ભાગ જંગલ અને માણસના સંબંધને દર્શાવે છે. ફિલ્મમાં મધ્યપ્રદેશનો આ જંગલ વિસ્તાર છે, તેમાં જંગલોમાં રહેતાં લોકોને રોજીરોટી માટે મદદ મળી રહી છે. વિધા બાલન શેરની ફિલ્મમાં કઇ રીતે એક શેરનીની જેમ આ લડાઇ લડી રહી છે. તે જોવા જેવુ છે. આ ફિલ્મ તમને ઉપાડીને ડાઇરેક્ટ તમને એક રાયસાન અને બાલાઘાટના જંગલોમાં લઇ જાય છે.

કેવી છે ફિલ્મ? 

Tigers: The Largest Cats in the World | Live Science

(Image credit: Shutterstock)

“ અગર વિકાસ કે સાથ જીના હૈ તો પર્યાવરણ કો બચાયા નહી જા શકતા, ઔર અગર પર્યાવરણ કો બચાને જાઓ તો પર્યાવરણ બિચારા ઉદાસ હો જાતા હૈ. ”

જ્યારે ઘરમાં કોઇ વાંદરાનું ઝુંડ આવી જાય છે ત્યારે લોકો એ નથી વિચારતા કે એ તમારા ઘરમાં નથી આવ્યુ, પણ શહેરીકરણ એટલું વધી ગયુ છે કે જંગલોને પણ પોતાનામાં સમાઇ રહ્યું છે. ઘુંસબેઠ વાંદરા નહી પણ માણસો કરી રહ્યાં છે, સ્ટોરી ફિલ્મમાં પણ કંઇક આવી જ છે કે પ્રાણી અને જંગલને અલગ અલગ સમજવાની ભુલ કરી રહી છે. આ ફિલ્મમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં યસ સર બોલવાવાળા લોકો છે. રામચરિત માનસમાં પણ તુસલી બાબા કહી ગયા હતા કે, દરેક વાતમાં યસ સર કહેવાવાળા રાજ,ધર્મ અને તનનો પણ નાશ કરે છે.

ફિલ્મ શેરની એક સાચી ઘટના પર નિકળેલી સ્ટોરી છે, જેમાં વોટ માટે માણસોની બલિ આપવામાં આવી રહી છે, વિધા બાલનની ફિલ્મ શેરની તેના માટે એક અલગ પડાવ કહી શકાય. વિધા બાલનની આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જેમાં  જંગલ અને પ્રાણીઓના પ્રેમને દર્શાવે છે. વિધા બાલનનો રોલ નાનો છે, પણ ઇમાનદાર ઓફિસરનો છે.

ફિલ્મ રાયસાન અને બાલાઘાટના જંગલોમાં લઇ જાય છે

 

ફિલ્મ શેરનીની ખાસ વાતોની સાથે સાથે ફિલ્મ થોડી ધીમી ગતિએ પણ ચાલે છે, ફિલ્મનું સંગીત પણ થોડુ કમજોર કહી શકાય. આસ્થા ટિકુની પટકથા પોતાની રીતે વહે છે, પણ ફિલ્મમાં ધીમે ધીમે વહી રહેલી નદીઓનું સૌંદર્ય પણ અલગ જ છે. આ અલગ જ દુનિયા છે. પણ ફિલ્મની સિનેમૈટોગ્રાફી ધ્યપ્રદેશના જંગલોની નૈસર્ગિક સુંદરતા પકડવામાં પાછળ રહ્યું હતુ.

ફિલ્મ 2 કલાક અને 10 મીનીટની છે, ત્યારે તેને લઇને ખાસ ચર્ચા થઇ રહી હતી, પણ હવે ફિલ્મના ડાયરેક્શન અમિત વી. માસુરકરે કર્યું છે, જેમણે ન્યુટન જેવી શાનદાર ફિલ્મ બનાવી હતી. પણ એ ફિલ્મનો જાદુ શેરની ફિલ્મમાં જોવા નથી મળ્યો . જો તમે ન જોઇ હોય તો એકવાર ફિલ્મ જરુર જોઇ શકો છે, કારણ કે ફિલ્મ સ્લો છે પણ ઇમ્પેક્ટફુલ અને એક સુંદર મેસેજ જરુર આપે છે.

 

આ પણ વાંચો: “ન્યુયોર્કના અપાર્ટમેન્ટમાં મારી સાથે રહેતુ હતુ ભુત”

No comments

leave a comment