Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટજાણો શું કહ્યું અનુરાગ બાસુએ શિલ્પા શેટ્ટી વિશે…

જાણો શું કહ્યું અનુરાગ બાસુએ શિલ્પા શેટ્ટી વિશે…

Share Now

ફિલ્મમેકર અનુરાગ બાસુએ કહ્યું કે અમે સેટ પર શિલ્પાને ખૂબ મિસ કરીએ છીએ, ખબર નથી કે તે ક્યારે પરત આવશે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી (shilpa shetty) ચાર સીઝનથી ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સરને જજ કરી રહી છે. પરંતુ, શિલ્પા તેના પતિ રાજ કુન્દ્રા દ્વારા અશ્લીલ ફિલ્મ બનાવવાનો કેસ પ્રકાશમાં આવ્યો અને રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે શોથી દૂર છે. સાથે જ તે હવે પબ્લિકમાં પણ જોવા નથી મળતી.

“સેટ પર શિલ્પાને ખૂબ જ મિસ કરીએ છીએ…”

Shilpa Shetty, Geeta kapoor and Anurag basu

image credits-google image

ત્યારે હવે આ શોના બીજા જજ અનુરાગ બાસુએ કહ્યું કે તે શિલ્પાને ખૂબ જ મિસ કરે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનુરાગ બાસુને પૂછવામાં આવ્યું કે શું તેઓને સેટ પર શિલ્પાની કમી લાગે છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, હા, બિલકુલ, અમે સેટ પર શિલ્પાને ખૂબ જ મિસ કરીએ છીએ. અમારા બધા વચ્ચે એક બંધન છે જે શોનો એક ભાગ છે, અને તેમાં પડદા પાછળના લોકો અને કોરિયોગ્રાફરો પણ શામેલ છે. અમે એક નાનો પરિવાર છીએ અને જ્યારે પરિવારમાંથી કોઈ આસપાસ ન હોય ત્યારે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. શિલ્પા અમારા માટે ખૂબ જ ખાસ છે.

આપને જણાવી દઈએ કે શિલ્પા શોમાં નથી આવી રહી એટલે દર અઠવાડિયે અલગ અલગ બોલિવૂડ સેલેબ્સ (Bollywood celebs) શોમાં જજ તરીકે આવી રહ્યા છે. શોમાં શિલ્પાની ગેરહાજરી તેના ચાહકોને તેમજ શોના કો-જજ અનુરાગ બાસુ અને સમગ્ર ટીમને પરેશાન કરી રહી છે. અનુરાબ બાસુએ એમ પણ કહ્યું હતું કે “મને ખબર નથી કે શિલ્પા ક્યારે પરત આવશે. મેં તેને મેસેજ પણ કર્યો હતો કે તમે શોમાં ક્યારે પાછા આવશો, પરંતુ તેણીના તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. તેથી હું કઈ જ નહીં કહી શકું કે તે ક્યારે પાછી આવશે. મને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે, આશા કરીએ કે જલ્દી પાછી આવી જાય.”

જુઓ આ વિડીયો: Bollywood News

શિલ્પા સરળ સ્વભાવને કારણે પણ ખૂબ લોકપ્રિય

judge Shilpa Shetty in super dancer season 4

image credits-google image

સુપર ડાન્સર ટીવીના સૌથી ફેવરેટ શોમાંનો એક છે. સિજન વનથી આ શો હિટ છે. અને ખૂબ સારી TRP મેળવી રહ્યો છે. આ શોમાં શિલ્પા એક જજ તરીકે લોકોને ખૂબ એન્ટરટેન કરતી હતી. તે આ શોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હાલમાં શિલ્પા આ શોમાં હજાર ન હોવાને કારણે અલગ અલગ સેલેબ્રિટી જજને બોલાવવામાં આવ્યા હતા. જેમાં કરિશ્મા કપૂર, સોનાલી બેન્દ્રે, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા શામેલ છે. આટલા અલગ અલગ જજ આવવા છતાં શોમાં હમેશા શિલ્પાની કમીનો અનુભવ થાય છે. તે પોતાના જજમેંટની સાથે પોતાના સરળ સ્વભાવને કારણે પણ ખૂબ લોકપ્રિય હતી. ન માત્ર શોના જજને પણ શોના કન્ટેસ્ટન્ટ પણ તેને ખૂબ યાદ કરી રહ્યા છે, તેઓ સતત તેમણે પાછા આવવા માટે રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: જયારે નરગિસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા, ત્યારે આવી હાલત થઇ રાજ કપૂરની!

શિલ્પાએ (shilpa shetty ) પબ્લિક પ્લેસમાં આવવાનું સાવ બંધ કરી દીધું

Shilpa Shetty

image credits-google image

 

પોતાના પતિ રાજ કુંદરાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ (shilpa shetty) પબ્લિક પ્લેસમાં આવવાનું સાવ બંધ કરી દીધું હતું. સતત સોશીયલ મીડિયા પર પોસ્ટ કરનાર શિલ્પાએ સોશીયલ મીડિયામાં પણ પોતાની હાજરી ઓછી કરી દીધી હતી. પણ હાલમાં જ તેને ભારત માટે ફંડ-રેઝર, વી. ફોર ઈન્ડિયામાં ભાગ લીધો હતો. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ આ તેની પહેલી સોશીયલ મીડિયા હાજરી હતી.

પોતાના સેગમેન્ટમાં બ્રિધિંગ એક્સરસાઈજની સાથે સાથે નકારાત્મક વિચારોને મનમાંથી કાઢવાની વાત કરી હતી. શિલ્પાએ કહ્યું કે મુશ્કેલ સમયમાં નકારાત્મક વિચારો આવવા સ્વાભાવિક છે, પરંતુ તેને નિયંત્રિત કરવા જોઈએ. તમારા શ્વાસને પણ નિયંત્રિત કરવો જરૂરી છે. તેથી પ્રાણાયામ સકારાત્મક રહેવા અને શ્વાસ સુધારવા માટે ખૂબ મદદરૂપ છે. શિલ્પાની ગેરહાજરીથી ઓડિયન્સને પણ શોમાં કમી લાગી રહી છે. હવે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ જલ્દી પાછા આવી જાય.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment