Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝતાલિબાને જ શખ્સને હેલિકોપ્ટરથી લટકાવ્યો હતો, જાણો સંપૂર્ણ હકીકત

તાલિબાને જ શખ્સને હેલિકોપ્ટરથી લટકાવ્યો હતો, જાણો સંપૂર્ણ હકીકત

Helicopter
Share Now

અમેરિકી સેના (US Troops)અફઘાનિસ્તાન (Afghanistan)માંથી નિકળ્યા બાદ 30 અને 31 ઓગષ્ટના રોજ સોશિયલ મીડિયા પર એક ખતરનાક વીડિયો વાયરલ (Video Viral)થયો છે. આકાશમાં ઉડાન ભરી રહેલા હેલિકોપ્ટર (Helicopter)માં દોરી દ્વારા એક શખ્સ લટકી રહ્યો હતો. જેને લઇને લોકોના મુખે ચર્ચા વહેતી થઇ હતી કે, તાલિબાને (Taliban)પોતાનું કામ શરૂ કરી દીધુ. કેટલાકે ટ્વિટ કર્યુ હતુ કે, કંધારમાં તાલિબાને અમેરિકાના એક ઇન્ટરપ્રેટરને મોતને ઘાટ ઉતારીને હેલિકોપ્ટર (Helicopter)પર લટકાવીને ઉડાન ભરી. જોકે હકીકત કંઇક અલગ જ છે. પરંતુ હકીકત સામે આવી તે પહેલા સોશિયલ મીડિયા (Social media)પર આ વીડિયો હજારો વખત રીટ્વીટ અને લાઇક થયો છે. જાણો આ વીડિયોની હકીકત વિશે.

વીડિયો થયો વાયરલ

એક શખ્સને હેલિકોપ્ટર (Helicopter)માં લટકાવ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ભારે માત્રામાં વાયરલ (Viral)થયો છે. લોકલ જનતા જ નહીં કેટલાક દિગ્ગજ પત્રકારો અને મીડિયાએ પણ આ ન્યુઝ ઓન સ્કીન અને પોર્ટલ પર ચલાવી હતી.

ફેક્ટ ચેક કરતા હકીકત સામે આવે

સોશિયલ મીંડિયા (Social media)પર વીડિયો વાયરલ થયા બાદ એક ખાનગી મીડિયાએ આ વીડિયોની હકીકત ચેક કરી હતી. ખાનગી મીડિયાએ આ વીડિયોની હકીકત ચેક કરી અને રીપોર્ટમાં જણાવ્યું કે, સેકન્ડોની આ વીડિયો ક્લિપ બાદ તે અન્ય વીડિયો પણ શોધી કાઢ્યા હતા. જેમાં એ વાત સામે આવી કે હેલિકોપ્ટરમાં એક શખ્સ લટકી રહેલો છે તે સાચુ છે, પરંતુ હકીકત કઇક અલગ જ છે. ખાનગી મીડિયાના રીપોર્ટ મુજબ હેલિકોપ્ટર પર લટકી રહેલો શખ્સ ન તો અમેરિકી ઇન્ટરપ્રેટર છે કે ન તો તાલિબાને તેને સજા આપીને હેલિકોપ્ટરમાં લટકાવ્યો છે. હકીકતમાં તાલિબાનને એક ઉંચી જગ્યા પર ઝંડો લગાવવો હતો જેથી એક શખ્સના પીઠ પર સેફ્ટી બેલ્ટ બાંધ્યો હતો, બાદમાં તેને હેલિકોપ્ટરમાં લટકાવ્યો હતો. આ કામ કરવા સમયે કોઇએ વીડિયો શૂટ કર્યો છે. ખાનગી મીડિયાએ સર્ચ કરતા તેને કેટલાક અન્ય ભાષાના વીડિયો પણ મળી આવ્યા હતા, જેમાં અમેરિકી બ્લેક હોક હેલિકોપ્ટર ઉડાન ભરતુ નજરે ચઢી રહ્યું છે.

આ પણ વાંચો: US: અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનથી પરત ફર્યા બાદ બાઇડન બોલ્યા, યુદ્ધ હજુ પૂર્ણ થયુ નથી

તો બીજી તરફ અફઘાનિસ્તાન (Afghanistan)ના એક પત્રકારે દાવો કર્યો છે કે તે એ પાયલોટને જાણે છે, જેને આ અમેરિકી બ્લેક હોક હેલિકોપ્ટરને ઉડાવ્યુ હતુ. પત્રકારે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે, આ પાયલટે અમેરિકા અને યુએઇ (UAE)માં હેલિકોપ્ટર ઉડાવવાની ટ્રેનિંગ લીધી છે. હેલિકોપ્ટર સાથે એક તાલિબાની લડવૈયાને લટકાવ્યો છે, જે ઉંચી જગ્યા પર તાલિબાન (Taliban)નો ઝંડો લગાવવાનો હતો, પરંતુ તે આવુ કરવામાં નાકામ રહ્યો હતો.

જણાવી દઇએ કે આ વીડિયોને લઇને માત્ર ભારત દેશ જ નહીં, અમેરિકી મીડિયામાં પણ ભ્રામક વાતો ફેલાઇ છે. જોકે હજુ સુધી અમેરિકી સેના તરફથી આ વીડિયોને લઇને કોઇ નિવેદન સામે આવ્યુ નથી. અમેરિકી સેનાએ એ પણ કન્ફર્મ નથી કર્યુ કે આ તેનુ જ બ્લેક હોક હેલિકોપ્ટર છે. જો બ્લેક હોક હેલિકોપ્ટર અમેરિકાનું છે તો એ તાલિબાન પાસે કઇ રીતે આવ્યુ, કારણ કે અમેરિકા દાવો કરી રહ્યુ છે કે, કાબુલની  ઘરતી છોડતા સમયે હેલિકોપ્ટર અને અન્ય સામાનને તેને નિર્જીવ કરી નાખ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment