PM મોદીએ અરુણાચલ પ્રદેશના આ ફળના કર્યા બે મોઢે વખાણ કર્યા છે. કહ્યું અત્યંત સ્વાદિષ્ટ છે ફળ, દરેક ઘરમાં હોવું જ જોઈએ. કેન્દ્રિય પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે જ્યારે લોકો તેનો સ્વાદ ચાખશે ત્યારે લોકો હંમેશા અરુણાચલ પ્રદેશની તાજી કીવીની માંગ કરશે, સાથે સાથે ઉમેર્યું કે જૈવિક રીતે ઉત્પાદિત ફળ પ્રગતિશીલ ખેડૂતો માટે વિશાળ વ્યવસાયની તકો ઊભી કરશે.તેવી હાલ માહિતી મળી રહી છે.
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ એ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અરુણાચલ પ્રદેશમાંથી પ્રમાણિત ઓર્ગેનિક કીવી ફળ લોન્ચ કર્યાના એક દિવસ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)રવિવારે ફળની પ્રશંસા કરતા કહ્યું કે “આ ફળ દરેક ઘરમાં હોવું જોઈએ, તે ખૂબ જ સ્વાદિષ્ટ છે.”
આ પણ વાંચો: વ્લાદિમીર પુતિન આવશે ભારતના પ્રવાસે, PM મોદી સાથે કરશે મુલાકાત
ઉત્તમ ગુણો સાથે કિવી ફળ: કિરેન રિજિજુ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશનું કિવી વિશ્વના શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ફળોમાંનું એક છે . અને તે MNC, છૂટક વિક્રેતાઓ અને વ્યક્તિઓને સપ્લાય માટે ઉપલબ્ધ છે. તેણે ટ્વીટ કર્યું, ‘મારા માટે આ એક મહાન ક્ષણ છે કારણ કે અરુણાચલ પ્રદેશનું પ્રમાણિત ઓર્ગેનિક કિવી ફળ નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
અરુણાચલ પ્રદેશના ઉચ્ચ ગુણવત્તાવાળા તાજા કિવી ફળો MNC, છૂટક વિક્રેતાઓ અને વ્યક્તિઓને સપ્લાય માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.તો સાથે જ ખેડૂતોને પણ રોજગારી મળશે અને લોકોને પણ સારુ ફળ ખાવા મળશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કિવીની વાણિજ્યિક ખેતી ભારતના ઉપ-હિમાલયના પ્રદેશોથી હિમાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને નીલગિરી હિલ્સની મધ્ય ટેકરીઓ સુધી વિસ્તરેલી જોવા મળે છે.મોદીજીએ (PM Modi) આ ફળના મન ભરીને વખાણ કર્યા હતા.
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ તેમના રાજ્ય અરુણાચલ પ્રદેશના ખેતરોમાંથી પ્રમાણિત ઓર્ગેનિક કિવી ફળને દિલ્હી હાટ ખાતે લોન્ચ કર્યું હતું. રિજિજુએ પાછળથી ટ્વિટ કર્યું, “હું નવી દિલ્હીમાં અરુણાચલ પ્રદેશના ખેતરોમાંથી તાજા પ્રમાણિત ઓર્ગેનિક કિવી ફળને લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અરુણાચલ પ્રદેશની કીવી વિશ્વની શ્રેષ્ઠમાંની એક છે.
અરુણાચલ પ્રદેશમાંથી ઉચ્ચ ગુણવત્તાની તાજી કીવી પણ MNC, છૂટક વિક્રેતાઓ અને વ્યક્તિઓને સપ્લાય માટે ઉપલબ્ધ છે.સાથે જ હવે ખેડૂતોને નવી રોજગારી મળશે અને લોકોને સારા ફળો મળી રહે તેવા પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે.
Android: http://bit.ly/3ajxBk4