Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
Homeન્યૂઝજાણો કોણ છે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

જાણો કોણ છે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

new cm
Share Now

નવા મુખ્યમંત્રીની જાહેરાત

ગઈકાલે એકાએક વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. આ સાથે જ રાજકારણમાં જાણે હડકંપ મચી ગયો છે. ત્યારબાદ સૌથી મોટી ચર્ચા કોઈ હોય તો એ હતી કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે !? પરંતુ હવે દરેકની આતુરતાનો અંત આવી ગયો છે. અને ગુજરાતની જવાબદારી ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના શિરે આવી છે.

new cm

meranews

24 કલાક બાદ આખરે સસ્પેન્સ હટ્યું 

આજે 3 વાગે જાહેર થવાનું નામ 4 વાગ્યા બાદ સત્તાવાર રીતે જાહેર થયું છે. અને આખરે 24 કલાક બાદ સસ્પેન્સ હટ્યું છે. લોકો દ્વારા જાણીતા ચહેરાઓ માટે લગાવાઈ રહેલી અટકળોને પૂર્ણવિરામ લાગ્યું છે. કારણ કે, ભાજપે હમેશની જેમ ફરીથી એક નવું જ સરપ્રાઈઝ ગુજરાતને આપ્યું છે. મુખ્ય મંત્રી તરીકે એક એવો ચહેરો આપ્યો છે જેને આખું ગુજરાત નહિ તેના વિસ્તારના લોકો જ ઓળખતા હશે. બિલકુલ નવો ચહેરો અને એક પણ તર્કવાદીઓના મોઢે નહિ આવેલું નામ ભુપેન્દ્ર પટેલે ગુજરાતની કમાન સાંભળી છે.

new cm

gujarat politics

નવા મુખ્યમંત્રી છે ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય 

ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભાજપના દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય છે. ભુપેન્દ્ર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા હતા. તેમણે 1,17,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી. જે આ ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતના કોઈપણ મતવિસ્તાર માટે સૌથી મોટો કહી શકાય. કોરોનાકાળ દરમિયાન ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કોઈપણ પ્રકારની આર્થિક આવક ન હોય અને બાળકોનું ઉચ્ચ શિક્ષણ બાકી હોય એવા 5 કિસ્સામાં શિક્ષણ પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ આર્થિક સહાય કરવામાં આગળ આવ્યા હતા.

new cm

BUILT INDIA

ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી સુધીની સફર

ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ રજનીકાંતભાઈ પટેલ અને તેમના પત્નીનું નામ હેતલબેન છે. ભુપેન્દ્રભાઈએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે. આ ઉપરાંત, તેમનો અન્ય એક વ્યવસાય બિલ્ડરનો છે. તો સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. તેમજ 1995-96માં મેમનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, 1999-2000માં તેઓ મેમનગર પાલિકાના પ્રમુખ રહ્યા હતા. 2004-06માં તેઓ અમદાવાદ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. 2008-10માં તેઓ 2008-10 માં થલતેજ વોર્ડના કોર્પોરેટર અને અમદાવાદ મહાનગર પાલિકાના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. 2010થી 2015 સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા)ના ચેરમેન પદે રહી ચૂક્યા છે.

જુઓ આ વિડીયો : ગુજરાતનો તાજ ભુપેન્દ્ર પટેલના શિરે  OTT INDIA ન્યુઝ રૂમ લાઈવ

નાયબ મુખ્યમંત્રીની જાહેરાત પર સૌની મીટ મંડાઈ 

મુખ્યમંત્રીની તો જાહેરાત થઇ ગઈ અને તે આવતીકાલે શપથવિધિ પણ લેશે. પરંતુ હજુ સુધી બે નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઇ નથી. ત્યારે હવે સૌ કોઈની નજર નવા નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીમંડળ પર રેહશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment