Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / December 5.
Homeન્યૂઝજાણો શા માટે ટૂંકા કપડા પહેરવા છતાં પણ છોકરીઓને નથી લાગતી ઠંડી?

જાણો શા માટે ટૂંકા કપડા પહેરવા છતાં પણ છોકરીઓને નથી લાગતી ઠંડી?

REASON OF SELF IBEJTIFICATION
Share Now

મહિલાઓને સૌથી વધુ શોખ હોઈ તો એ છે નવા નવા કપડાં પહેરવાનો. કેવી રીતે અલગ અલગ ઓકેશનમાં આ પ્રમાણે ડિઝાઈનર કપડાં પહેરવા એ સૌથી વધુ એ જ જાણે. એમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરવાનો શોખ વધુ હોઈ છે કારણકે ટૂંકા વસ્ત્રો પહેરવાથી આકર્ષણ કરી શકે છે.તમે જોયું જ હશે કે શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી તે નવા વર્ષની પાર્ટી હોય કે લગ્ન, મહિલાઓ ગરમ વસ્ત્રો પહેરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં તમારા મનમાં આ સવાલ આવ્યો જ હશે કે, ઓછા કપડામાં તેમને ઠંડી કેમ નથી લાગતી ? કેટલાક દેશો એવા છે, જયાં ૧૨ મહિના સુધી ઠંડી રહે છે, ત્યાં પણ છોકરીઓ નાના કપડા પહેરીને નાઈટકલબમાં જાય છે, તો તેઓ કેવી રીતે મેનેજ કરશે ? આ સામાન્ય પ્રશ્નનો હવે વૈજ્ઞાનિક જવાબ મળી ગયો છે.

૨૦૧૪માં આ સંબંધમાં કરાયેલા કાર્ડી બીના દાવા પર પણ સંશોધન કર્યું

બ્રિટિશ જર્નલ ઓફ સોશિયલ સાયકોલોજીમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો, જેમાં વૈજ્ઞાનિકોએ સંશોધન રજૂ કર્યું છે કે સુંદર છોકરીઓ ટૂંકા કપડાંમાં ઠંડીને કેવી રીતે હરાવી શકે છે ? તેમણે વર્ષ ૨૦૧૪માં આ સંબંધમાં કરાયેલા કાર્ડી બીના દાવા પર પણ સંશોધન કર્યું છે.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ આપ્યું વિવાદિત નિવેદન, “જયશ્રી રામ બોલનારાને કહ્યા રાક્ષસ”

જયારે પણ કોઈ મહિલા પોતાની જાતને એક વસ્તુ તરીકે સમજવા લાગે ત્યારે તે પોતાની આંતરિક સ્થિતિને ઓળખવાની કોશિશ પણ કરતી નથી.

WINTER અભ્યાસમાં સામેલ ફેલિગ નામના સંશોધકે પણ TikTok દ્વારા તેમની શોધ લોકો સુધી પહોંચાડી. તેમણે કહ્યું કે જયારે પણ કોઈ મહિલા પોતાની જાતને એક વસ્તુ તરીકે સમજવા લાગે છે ત્યારે તે પોતાની આંતરિક સ્થિતિને ઓળખવાની કોશિશ પણ કરતી નથી. કાર્ડી બીએ પણ તેના સંશોધનમાં આ જ કહ્યું. નવા સંશોધનમાં સંશોધકો અત્યંત ઠંડીમાં મહિલાઓ સાથે વાત કરવા કલબમાં આવ્યા હતા. ૪ થી ૧૦ ડિગ્રી તાપમાનમાં પણ આ મહિલાઓ ઓછા કપડામાં હોવાથી તેમને ઠંડીનો અહેસાસ ન થયો.

મહિલાઓ પોતાનું ધ્યાન સેલ્ફ ઓબ્જેકિટફિકેશન પર કેન્દ્રિત કરે છે

છેવટે, વૈજ્ઞાનિકોએ સંશોધનના પરિણામે તારણ કાઢ્યું કે શરદી ફકત ત્યારે જ થાય છે જયાં સુધી તમે તમારી ત્વચા સાથે માનસિક રીતે જોડાયેલા હોવ. જે મહિલાઓ પોતાનું ધ્યાન સેલ્ફ ઓબ્જેકિટફિકેશન પર કેન્દ્રિત કરે છે અને પોતાની બાહ્ય સુંદરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેઓને ઠંડી પણ ઓછી લાગે છે. જેનું ધ્યાન દેખાવ પર ઓછું હોય છે તેઓને ઠંડી લાગે છે, જયારે જેઓ દેખાવ પર વધુ ધ્યાન આપે છે તેમને ઓછા કપડામાં પણ ઠંડી નથી લાગતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment