એન્હેડોનિયા એ આનંદ અનુભવવાની અસમર્થતા છે. તે ડિપ્રેશન તેમજ અન્ય માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓનું સામાન્ય એક પ્રકારનુંલક્ષણ છે. જેમાં વ્યક્તિને ગમતી પ્રવૃતિઓમાં પણ રસ નથી લાગતો અને ધ્યાન રાખી શકતા નથી. કોરોના સમયમાં અને આજના ઝડપી તેમજ તણાવભર્યા સમયને કારણે ઘણા લોકોને એન્હેડોનિયા જોવા મળ્યું. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી, ડો.ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ દ્વારા 1160 લોકો પર સર્વે કર્યો જેમાં નીચે મુજબના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા
શું પહેલા કરતા તમારા સામાજીક સબંધોમાં કોઈ અંતર આવ્યું છે? જેના જવાબમાં 61% એ હા અને ૩9% એ ના કહ્યું
પહેલા જે બાબતો તમને પસંદ હતી તે બાબતોથી દુર રહેવાનું વલણ જોવા મળે છે? જેમાં 52.8% હા અને 47.2% લોકોએ ના કહ્યું
તમને ગમતી પ્રવૃતિઓ પ્રત્યે રસ ઓછો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે? જેમાં 58.4% એ હા અને 41.6% એ ના કહ્યું
તમને એવું લાગી રહ્યું છે કે તમારા મનમાં તમારી જાત પ્રત્યે નિષેધક લાગણીઓ છે? જેમાં 73% એ હા અને 27% એ ના કહ્યું
અન્ય સામે તમારી ભાવનાઓ વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ અનુભવાય છે? જેમાં 60% એ હા અને 40% એ ના કહ્યું
સામાજીક મેળાવડામાં મુંજવણ અનુભવાય છે? જેમાં 63% એ હા અને 37% એ ના કહ્યું
આત્મીયતાનો અનુભવ પહેલા કરતા ઘટી ગયો હોય તેવું અનુભવાય છે? જેમાં 55.1% એ હા અને 44.9% એ ના કહ્યું
ગમતું કામ કરવામાં પણ બેચેની અનુભવો છો? જેમાં 69.7% એ હા અને 30.૩% એ ના કહ્યું
ગમતા કાર્યમાં પણ અભિરૂચી રહી નથી એવું તમને લાગે છે? જેમાં 66.3% એ હા અને ૩૩.7% એ ના કહ્યું
આમ ઘણા લોકો આ પ્રકારની અસાધારણતા નો અનુભવ કરી રહ્યા છે.
એન્હેડોનિયાના બે મુખ્ય પ્રકારો છે:
સામાજિક એન્હેડોનિયા જેમાં વ્યક્તિ અન્ય લોકો સાથે સમય પસાર કરવા માંગતા નથી.
શારીરિક એન્હેડોનિયા જેમાં વ્યક્તિ શારીરિક સંવેદનાનો આનંદ માણતા નથી. આલિંગન પણ ગમતું નથી અને મનપસંદ ખોરાક પણ સ્વાદ વગરના લાગે છે. પતિ પત્ની વચ્ચે જાતિયતા પણ આકર્ષણ ગુમાવી શકે છે.
કારણો
એનહેડોનિયા ડિપ્રેશન સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તે સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડર જેવી અન્ય માનસિક બીમારીઓ ધરાવતા લોકોને પણ અસર કરે છે. ઉપરાંત પાર્કિન્સન રોગ, ડાયાબિટીસ, કોરોનરી ધમની બિમારી અને દવાના દુરુપયોગની સમસ્યાઓ જેવી બીમારીને કારણે થઈ શકે.
એન્હેડોનિયાના લક્ષણો
#સામાજિક પીછેહઠ
#દૈનિક પ્રવૃત્તિઓમાંથી મળતો આનંદ ઓછો થવો
#સંબંધોનો અભાવ અથવા પાછલા સંબંધોમાંથી ખસી જવું
#અગાઉના શોખમાં રસ ઓછો
# કામવાસનાની ખોટ અથવા શારીરિક આત્મીયતામાં રસનો અભાવ વગેરે
ઉપચાર
મનોચિકિત્સા
થેરાપી, મનોવૈજ્ઞાનિક સલાહ, મનોચિકિત્સકના કહ્યા મુજબની
દવાઓ દ્વારા ઉપચાર કરી શકાય છે.. સતત ભય અને સ્ટ્રેસના માહોલથી રસની પ્રવૃતિઓ પણ નીરસ થતી હોય છે ડો. યોગેશ જોગસણ કોરોના થયેલા લોકોને ખાસ ગમતી પ્રવૃતિઓ પ્રત્યે રસ ઉડી ગયેલો જોવા મળે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4