Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝદિવાળીના તહેવારોમાં ફાયરબ્રિગેડની સાયરનો સતત વાગતી રહી,જાણો ફાયરબ્રિગેડની ટીમને કેટલા કોલ આવ્યા ? 

દિવાળીના તહેવારોમાં ફાયરબ્રિગેડની સાયરનો સતત વાગતી રહી,જાણો ફાયરબ્રિગેડની ટીમને કેટલા કોલ આવ્યા ? 

fire
Share Now

દિવાળીના તહેવારો ઉપર આગના બનાવોમાં વધારો જોવા મળ્યો હતો. તો તેની સાથે જ ફાયરબ્રિગેડની(Fire)  સાયરનો સતત વાગતી રહી તેવું જોવા મળ્યું હતું. તો તેની સાથે જ આજ વખતે આગના બનાવોના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. તો દિવાળીના આ દિવસોમાં લોકોમાં ખુબ ઉમંગ જોવા મળ્યો હતો. તેનું કારણ એ હતું કે છેલ્લા 2 વર્ષથી લોકોએ દિવાળી કે પછી કોઇ તહેવાર ઉજવણી કરવામાં આવી ન  હતી. સતત કોરોનાના કેસોએ લોકોના તહેવારની સાથે લોકોની ખૂશીઓ પણ છીનવી લીધી હતી.તો આ સાથે જ આ વખતે આગના બનાવોમાં ખુબ જોવા મળ્યા હતા. દિવાળીના દિવસોમાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આગ લાગવાના વધુ બનાવો સામે આવ્યા હતા. તો સતત કોલ કરવામાં આવી રહ્યા હતા. છેલ્લા ધણા સમયથી આગના બનાવોમાં વધારો જોવાથી થોડી પણ ધટના બને તો લોકો સીધો જ કોલ કરી આપે છે.તો જાણો કેટલા મળ્યા કોલ .

ફટાકડાના કારણે આગ લાગવાના 70 ટકા કોલ 

કોરોના મહામારીના કારણે ગત વર્ષે દિવાળીના તહેવારોમાં ડરના કારણે ફટાકડા ઓછા ફૂટ્યા હતા.અને કોરોના કારણે લોકોમાં કોઇ ખૂશી પણ જોવા મળી ન હતી. જો કે આ વર્ષે કોરોનાના ડર વગર લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડતા અમદાવાદ શહેરમાં આગના બનાવો વધારો નોંધાયો છે. દિવાળીના તહેવારોના 7 દિવસોમાં અમદાવાદમાં 175થી વધુ આગના કોલ અમદાવાદ ફાયરબ્રિગેડ(Fire) કંટ્રોલરૂમને મળ્યા છે. ફટાકડાના કારણે આગ લાગી હોવાના અંદાજે 70 ટકા કોલ હતા. જો કે સારી વાત એ છે કે કોઈ મોટી આગનો બનાવ કે ફટાકડાના કારણે જાનહાનિ થઈ હોય એવી ઘટના અમદાવાદ શહેરમાં બની નથી.

amc-fire

આ પણ વાચો :સોનેરી ઇતિહાસનો સાક્ષી સોનગઢ કિલ્લો

તહેવારો દરમ્યાન 80થી 90 જેટલા કોલ નોંધાતા હતા
ફાયરબ્રિગેડના(Fire) જણાવ્યા મુજબ અમદાવાદમાં દર વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન 80થી 90 જેટલા કોલ નોંધાતા હતા. જેની સામે આ વર્ષે 175થી વધુ આગના કોલ ફાયરબ્રિગેડને મળ્યા હતા. જેમાં 120 જેટલા કોલ ફટાકડાના કારણે અને 66 કોલ અન્ય આગની ઘટનાના નોંધાયા.1 નવેમ્બરથી લઈને 7 નવેમ્બર સુધીમાં કુલ 175થી વધુ કોલમાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે સૌથી વધુ કોલ મળ્યા હતા.તો આ વખતે સારી બાબત એ છે કે કોઇ જાનહાની ન થઇ હતી. દિવાળીના દિવસે 34 અને બેસતા વર્ષના દિવસે 50 જેટલા કોલ મળ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ આગના 65થી વધુ બનાવ શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ બન્યા હતા.

ફાયરબ્રિગેડ(Fire) સમયસર પહોંચી આગને કાબુમાં લીધી 
ફાયરબ્રિગેડ (Fire)મુજબ અમદાવાદ શહેરમાં દરીયાપુર, કાલુપુર, બાપુનગર,ઓઢવ, ગોમતીપુર,વટવા, મણિનગર, નારોલ,અસલાલી, નરોડા,ચાંદખેડા,નારણપુરા,રાણીપ,વાસણા, પ્રહલાદનગર, સાબરમતી,ગોતા વિસ્તારમાં આગના કોલ મળ્યા હતા. અને તેની સાથે જ ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લાવવાના પુરા પ્રય્તનો કરવામાં આવ્યા હતા. મકાનમાં 24, ફેક્ટરીમાં 12, કચરામાં 59 વાહનમાં 05, દુકાનમાં 09, ગોડાઉનમાં 08, ફટાકડાની લારીમાં 01, ઝાડમાં 07, રેલવે ઓફિસમાં 01 એમ આગના બનાવો બન્યા હતા અને ફાયરબ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફટાકડાને કારણે લાગેલી આગો ને કારણે મહદઅંશે કચરો,ફર્નિચર,મશીનરી,લાકડું,મકાનની મિલકત, ઈલેક્ટ્રીક વાયરીંગ,ઘરવખરી વગેરેને નુકસાન થયું હતું.

શોર્ટ સર્કિટ અને ગેસ લિકેજના પણ કોલ 
દિવાળીના તહેવારમાં ફટાકડા સિવાય શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ, અને અન્ય કારણોસર 65થી વધુ કોલ મળ્યા હતા જેમાં અમદાવાદના શાહપુર, નારણપુરા, કાલુપુર, બહેરામપુરા, ગોમતીપુર, ખોખરા, નારોલ, અસલાલી,વટવા,  બાપુનગર,સોલા, બોડકદેવ, નવરંગપુરા, શીલજ, બોપલ, અમરાઈવાડી, ઘીકાંટા, દાણીલીમડા સહિત અમદાવાદના અનેક વિસ્તારમાં આગના બનાવો સામે આવ્યા હતા. તો તેની સાથે જ  દિવાળીના તહેવારોમાં આગ અકસ્માતના બનાવોમાં કામગીરી માટે ફાયર બ્રિગેડ વિભાગ સ્ટેન્ડ ટુ હતો.પુરા ભારતમાં દિવાળી ઉજવવામાં આવી રહી હતી .ત્યારે આ ફાયર ટીમ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment