Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝદેશમાં પ્રથમ Grain ATM નો થયો પ્રારંભ, હવે ATM દ્વારા જ મળી રહેશે અનાજ

દેશમાં પ્રથમ Grain ATM નો થયો પ્રારંભ, હવે ATM દ્વારા જ મળી રહેશે અનાજ

Grain ATM
Share Now

દેશનું પહેલું Grain ATM. હવે રેશનકાર્ડ ધારકોને ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસે જવું પડશે નહીં. રેશનકાર્ડ ધારકોએ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડશે નહીં. આનું કારણ છે Grain ATM. દેશનું પહેલું Grain ATM હરિયાણાના ગુરૂગ્રામમાં ખુલ્લુ મુકવામાં આવ્યું છે. હરિયાણામાં દેશનું સૌપ્રથમ Grain ATM પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થાપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જો સફળ થશે તો સમગ્ર દેશમાં આ પ્રોજેક્ટને આગળ વધારી શકાશે. આ મશીનના ખાસિયત એ છે કે, માત્ર પાંચથી સાત મિનિટમાં  70 કિલો અનાજ આ આ ATM દ્વારા મેળવી શકાય છે.

લાંબી કતારોમાંથી મુક્તિ

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ (Deputy Chief Minister Dushyant Chautala)જણાવ્યું હતું કે, હવે ગ્રાહકોને અનાજ મેળવવા માટે સરકારી રેશન ડેપોની સામે કતારમાં ઉભા રહેવુ નહીં પડે, કારણ કે હરિયાણા સરકારે રેશન કાર્ડ ધારકો માટે Grain ATM શરૂ કર્યુ છે.

ઉંઝામાં દર્શન માટે ધક્કા નહીં ખાવા પડે જુઓ વીડિયો

કાર્ડ ધારકો માત્ર તેનો રેશન કાર્ડ નંબર (Ration Card Number) દાખલ કરીને હવેથી અનાજ મેળવી શકશે.હરિયાણામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજ્ય સરકારે ફારુક નગર, ગુરુગ્રામમાં પ્રથમ અનાજ એટીએમની સ્થાપના કરી છે, જે બેંક એટીએમની (Bank ATM) જેમ જ કામ કરશે. ગ્રાહકો અંગૂઠા દ્વારા પંચ કરીને પણ અનાજ મેળવી શકશે.

કેવી રીતે કામ કરશે આ મશીન ?

આ એક ઓટોમેટિક મશીન છે, જે બેંક એટીએમની જેમ કામ કરે છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (United Nations world Programme) હેઠળ આ મશીન લોંચ કરવામાં આવ્યુ છે. રેશન કાર્ડ (Ration Card) ધારકો પંચ કરીને તેમજ રેશન કાર્ડ નંબર દાખલ કરીને સરળતાથી અનાજ મેળવી શકશે. આ મશીનની વિશેષતા એ છે કે,માત્ર પાંચથી સાત મિનિટમાં 70 કિલો અનાજ આ ATM દ્વારા મેળવી શકાય છે.

બાયોમેટ્રિક ચકાસણી

મશીનમાં ટચ સ્ક્રીન સાથે બાયોમેટ્રિક મશીન (Biometric Machine) છે, જ્યાં લાભાર્થીએ આધાર અથવા રેશનકાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે. બાયોમેટ્રિક્સ દ્વારા ખાતરી કરવા પર, સરકાર દ્વારા લાભાર્થીઓને સૂચવવામાં આવેલ અનાજ જાતે મશીન હેઠળ સ્થાપિત થેલીઓમાં ભરાશે. આ મશીન દ્વારા ત્રણ પ્રકારના અનાજ ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ કરી શકાય છે.

આ પણ વાંચો:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment