Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 17.
Homeન્યૂઝટોકિયો ઓલિમ્પિકમાં “સુરત” નો જજ , દેશ માટે એક ગૌરવ.

ટોકિયો ઓલિમ્પિકમાં “સુરત” નો જજ , દેશ માટે એક ગૌરવ.

Share Now

ટોકિયોમાં યોજાનાર ઓલમ્પિકમાં(Olympics) સુરતના આર્ટિસ્ટિક સમગ્ર દેશનું ગૌરવ બન્યા છે. સુરતના દીપક કાબરા ( Dipak kabra) ટોકિયો ઓલિમ્પિકમાં(Tokyo Olympics)આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થયા છે. જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે ખેલાડી તરીકે ઓલિમ્પિકમાં સિલેક્ટ ન થવાનો રંજ જજ તરીકે સિલેક્ટ થઈને પૂર્ણ કર્યો છે.

dipak kabra

ટોકિયો ઓલમ્પિકમાં સુરતના આર્ટિસ્ટિકની જજ તરીકે થઈ પસંદગી 

જાપાનના પાટનગર ટોકિયોમાં (Tokyo) આગામી ૨૩ જુલાઇથી ઓલિમ્પિક(Olympics) રમતોત્સવ શરૂ થઈ રહ્યો છે.આ ઓલિમ્પિક સુરતનો ડંકો વાગવા જઇ રહ્યો છે.જેમાં સુરતના ઘોડદોડ રોડ પર ઇન્ડોર સ્ટેડિયમ સામે સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા દીપકભાઈ( Dipak kabra) સુરેન્દ્રભાઈ કાબરા ટોકિયો ઓલિમ્પિકમાં(Tokyo Olympics) મેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ થયા છે,અત્યાર સુધીમાં ઓલિમ્પિક જિમ્નાસ્ટિક્સમાં જજ તરીકે સિલેક્ટ આ થનાર પ્રથમ ભારતીય છે. સ્વાભાવિક છે કે માત્ર સુરત કે ગુજરાત માટે નહિ પરંતુ આ દેશ માટે એક ગૌરવ ની વાત કહેવાય છે, દિપકભાઇ ( Dipak kabra) નાના હતા ત્યારથી જ જીમનેસ્ટિક તરફ આકર્ષિત થયા હતા અને આજે જિમ્નાસ્ટિક્સમાં સિલેક્ટ થનાર ભારતના પ્રથમ જજ બનવાનું બહુમાન તેમને મળ્યું છે.

આ પણ વાંચો- સુરતી મહિલાઓ પેપર બેગમાંથી કરી રહી છે, લાખોની કમાણી

dipak 01

ઓલિમ્પિકમાં મેડલ મેળવવાનું સપનું જજ બની પૂર્ણ કરીશ 

દિપક કબરાએ ( Dipak kabra) જણાવ્યું હતું કે દરેક ખેલાડીનું સ્વપ્ન ઓલિમ્પિકમાં(Olympics) મેડલ મેળવવાનું હોય છે.તેઓ જ્યારે ખેલાડી તરીકે જિમ્નાસ્ટિક્સમાં રમતા હતા.ત્યારે ઓલિમ્પિક(Olympics) સુધી પહોંચી શક્યા ન હતા. તેથી તેમને ઓલિમ્પિકમાં(Olympics) ન પહોંચવાનો અફસોસ હતો. બાદમાં સ્પોર્ટ્સ સાથે જોડાણ શરૂ રાખવા જજ તરીકે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યુ હતું. ૨૦૦૯માં જજ તરીકે કામગીરી શરૂ કરી હતી. બાદમાં ૨૦૧૭માં ઇન્ટરનેશનલ લેવલ ની પરીક્ષા આપી હતી,પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ઇન્ટરનેશનલ જજ બન્યા હતા. ઓલિમ્પિકમાં(Olympics) જજ તરીકેના સિલેક્શન માટે ચાર વર્ષ સુધી વિવિધ સ્પર્ધાના જજ તરીકેનું પર્ફોર્મન્સ જોવામાં આવે છે.ત્યાર બાદ પર્ફોમન્સના આધારે સિલેકટ કરવામાં આવે છે.જિમ્નાસ્ટિક્સમાં દુનિયાભર માંથી ૫૦ જજ સિલેક્ટ થયા છે.ભારતમાંથી પ્રથમવાર તેમનું સિલેક્શન થયું છે.જેને લઈ તે ખૂબ ગર્વ અનુભવી રહયા છે.અને ઓલિમ્પિકમાં(Olympics) જજ તરીકે સિલેક્ટ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાય ગયો છે.

ખેલાડી તરીકે નિષ્ફળ જાઓ તો આગળ પણ બને છે કારકિર્દી 

દિપક કાબરા ( Dipak kabra) અત્યારસુધી 20થી વધુ ઇન્ટરનેશનલ જીમનાસ્ટિક સ્પર્ધામાં જજની સેવા આપી ચુક્યા છે. તેમણે કોમનવેલ્થ, એશિયન ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, યુથ ઓલમ્પિક(Olympics) સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે.ઉપરાંત તેઓ  5 વર્ષ સુધી ગુજરાતના સ્ટેટ ચેમ્પિયન રહી ચૂક્યા છે.જે આધારે દીપકભાઈ માની રહ્યા છે કે તેમને ટોકિયોની ઓલમ્પિકમાં(Olympics) જજ તરીકે સિલેકટ કરાયા છે. દિપક કબરાએ( Dipak kabra) જણાવ્યું હતું કે ઇન્ડિયામાં સ્પોર્ટ્સની વેલ્યુ વધી રહી છે. જો ખેલાડી તરીકે નિષ્ફળ જાઓ તો પણ કોચ, એમ્પાયર, કૉમેન્ટ્રેટર, જજ, રેફરી તરીકે કારકિર્દી બનાવી શકાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment