Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝIND vs NZ: કીવીના પુછડીયાઓએ બાજી સંભાળી રાખતા પ્રથમ ટેસ્ટ ડ્રો

IND vs NZ: કીવીના પુછડીયાઓએ બાજી સંભાળી રાખતા પ્રથમ ટેસ્ટ ડ્રો

New Zealand
Share Now

ભારત અને ન્યુઝીલેન્ડ (New Zealand)વચ્ચે કાનપુર ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ (Test Match)ના પાંચમા દિવસની રમત પુર્ણ થઇ છે. આ સાથે જ ટેસ્ટ મેચ પણ ડ્રો માં પરિવર્તિત થઇ ગઇ છે.

New Zealand એ મેચ ડ્રો તરફ ખેંચ્યો

ભારત અને કીવી (New Zealand)વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારતે હાથમાંથી ગુમાવી દીધી છે. 284 રનનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમે એક સમયે 150 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ભારત (India)એકમાત્ર વિકેટ લઇ શક્યુ નહતુ. આ મેચને ડ્રો કરાવવામાં ન્યૂઝીલેન્ડ ટીમના ડેબ્યૂટન્ટ ખેલાડી રચિન રવીંદ્રે 91 બોલ રમ્યા હતા, જ્યારે એજાઝ પટેલે 23 બોલનો સામનો કરી પોતાની વિકેટ બચાવી દીધી હતી અને આખરે મેચ ડ્રોમાં પરીણમી હતી. કીવી તરફથી બીજી ઇનિંગ રમતા ટોમ લાથમ 52, વિલીયમ 36, કેન વિલીયમસન 24 અને રવિન્દ્ર 18 આ તમામ બેટ્સમેન માત્ર ડબલ ડીઝીટ સુધી પહોંચી શક્યા હતા. આ સિવાય કીવીનો એક પણ પ્લેયર ડબલ ડીઝીટ સુધી પહોંચી શક્યો નહતો. ભારતીય ટીમના બોલિંગ આક્રમણની જો વાત કરીએ તો, જાડેજાએ 4, અશ્વિને 3 જ્યારે અક્ષર પટેલ અને ઉમેશ યાદવે અનુક્રમે 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: રવિચંદ્રન અશ્વિને હવે તોડ્યો આ ભારતીય પ્લેયરનો રેકોર્ડ

આ પહેલા પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ (Innings)રમતા ભારતીય ટીમે 345 રનનો સ્કોર કર્યો હતો. આ ઇનિંગમાં ભારતીય ટીમ તરફથી ડેબ્યુ રમી રહેલા શ્રેયસ અય્યરે 105 રન ફટાકાર્યા હતા. તો ઓપનિંગ બેટધર ગિલે પણ 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી જેના સહારે ટીમ 345 રન કરવામાં સફળ રહી હતી. તો કીવી ટીમ તરફથી સાઉથીએ 5 જ્યારે જેમીન્સને 3 અને એજાજ પટેલે 2 વિકેટ લીધી હતી.

New Zealand પ્રથમ ઇનિંગમાં 296 રન પર સમેટાઇ

કીવી ટીમ પ્રથમ ઇનિંગ રમતા શરૂઆત સારી રહી હતી. ઓપનર લાથમ અને યંગે અનુક્રમે 95 અને 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય અન્ય બેટધર કઇ ખાસ રમી શક્યા નહતા અને ટીમનો સ્કોર 296 રન પર જ સમેટાઇ ગયો હતો. જેથી ભારતીય ટીમને આ ઇનિંગ દરમિયાન 49 રનની લીડ મળી હતી. આ ઇનિંગ દરમિયાન ભારતીય ટીમ તરફથી અક્ષરને 5, અશ્વિનને 3 જ્યારે ઉમેશ અને જાડેજાને અનુક્રમે 1-1 વિકેટ લેવામાં સફળતી મળી હતી.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment