જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જો તેઓ વડાપ્રધાન બનશે તો સૌથી પહેલા શું કરશે, ત્યારે તેમણે ખૂબ જ રમુજી જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લગભગ 1 મિનિટનો વીડિયો પણ શેર કર્યો છે.
મૂલગુમુડુ સેન્ટ જોસેફ સ્કૂલના બાળકો સાથે કરી હતી મુલાકાત
વાસ્તવમાં રાહુલ ગાંધી થોડા દિવસો પહેલા તમિલનાડુના પ્રવાસે ગયા હતા. તે દરમિયાન તે તમિલનાડુની મૂલગુમુડુ સેન્ટ જોસેફ સ્કૂલના બાળકો સાથે મુલાકાત કરી હતી. જે બાદ સેન્ટ જોસેફ સ્કૂલના બાળકો જ્યારે દિલ્હી પહોંચ્યા તો તેઓ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ઘરે ગયા અને તેમને મળ્યા હતા. આ મીટિંગનો વીડિયો હવે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
Interaction and dinner with friends from St. Joseph’s Matric Hr. Sec. School, Mulagumoodu, Kanyakumari (TN). Their visit made Diwali even more special.
This confluence of cultures is our country’s biggest strength and we must preserve it. pic.twitter.com/eNNJfvkYEH
— Rahul Gandhi (@RahulGandhi) November 6, 2021
આ પણ વાંચો:CM યોગીએ પૂર્વ CM અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ પર કર્યો કટાક્ષ
જો તેઓ વડાપ્રધાન બનશે તો આ કામ કરશે
સૌથી પહેલા વીડિયોમાં એક વ્યક્તિ ખેડૂતોને સમર્થન આપવા બદલ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધીના વખાણ કરતા જોવા મળે છે, તે જ સમયે રાહુલ ગાંધીની બાજુમાં બેઠેલા એક વ્યક્તિએ તેમને પૂછ્યું કે જો તમે વડાપ્રધાન બનશો તો સૌથી પહેલા કયો આદેશ પસાર કરશો, જેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મહિલાઓને અનામત આપશે.
રાહુલ ગાંધી બાળકને નમ્રતા શીખવશે
ત્યાર બાદ બીજા સવાલનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધી કહે છે કે મને કોઈએ પૂછ્યું કે તમે તમારા બાળકોને શું શીખવશો તો હું કહેવા માંગુ છું કે હું બાળકને નમ્રતા શીખવીશ. કારણ કે નમ્રતાથી તમારી સમજનો વિકાસ થાય છે. રાહુલ ગાંધીએ આ બેઠકનો વીડિયો ટ્વીટ કર્યો છે અને લખ્યું છે કે તેઓ સેન્ટ જોસેફ સ્કૂલના મિત્રો સાથે મળ્યા હતા. તેમની મુલાકાતે દિવાળીને વધુ ખાસ બનાવી.
ઉલ્લેખનીય છે કે, જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જો તેઓ વડાપ્રધાન બનશે તો સૌથી પહેલા શું કરશે, ત્યારે તેમણે ખૂબ જ રમુજી જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લગભગ 1 મિનિટનો વીડિયો પણ શેર કર્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4