નર્મદાના કેવડીયાકોલીની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પહેલી વાર રેડીયો (radio) ૯૦ FMનું સોફટ લોંચિંગ કરવામાં આવ્યું છે. જેમાં રેડીયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવક-યુવતીઓ કામ કરશે. રેડીયો યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આદિવાસીઓમાં અસિમીત શક્તિઓ રહેલી છે. તેનો ઉપયોગ કરીને ત્રણ આદિવાસી યુવક યુવતીઓ અને બીજા બે સ્થાનિકો મળી પાંચ જણાને રેડિયો જોકીની તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
નર્મદામાં ૯૦ FMનું સોફટ લોંચિંગ
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તારની આજુબાજુની પંદર કિલોમીટર વિસ્તારને કોમ્યુનિટી રેડિયો 90 એફ એમ કવર કરશે. જેનો 15 મી ઓગસ્ટ પ્રારંભ કરી દેવાયો છે. આ રેડિયો લોન્ચ કરવા પાછળનો મુખ્ય ઉદેશ્ય એ છે કે અહીના સ્થાનિક લોકોને અને આદિવાસી લોકોને રોજગારી મળે. નર્મદાની સ્થાનિક આદિવાસી મહિલાઓ ડો. નીલમ તડવી, ગુરુ શરણ તડવી,ગંગાબેન તડવી, અને સ્થાનિક શીતલ પટેલ અને શમાને રેડિયો જોકી બનાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી 90 FM પર જુદા જુદા કાર્યક્રમો પ્રસારિત થશે. જેમાં સરદાર પટેલના જીવન અને કવન ઉપર આધારિત લોકોને પ્રેરણા મળે તેવી વાતો, સંદેશાઓ અને ન ક્યારેય સાંભળી હોય તેવી રોચક વાતો મુકવામાં આવશે. એ ઉપરાંત સરદાર સાહેબના જીવનકવન ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ અને વિવિધ યોજનાકીય માહિતી સાથે દેશભક્તિ ગીતો અને પ્રેરણાત્મક સોન્ગ મુકવામાં આવશે.
૩૦૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળી રહેશે
જન સંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટથી ટ્રાયલ બેઝ પર રેડિયો યુનિટી 90એફ એમનો સોફ્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યું છે. જે સવારે 8 થી રાતે 8 વાગ્યાં સુધી 90ની ફિકવન્સી પર 15કિલોમીટર વિસ્તારમાં સાંભળી શકાશે. એની ટેગ લાઈન છે “એક ભારત શ્રેષ્ઠ ભારત “છે. પ્રવાસનનાં વિકાસ થકી ૩૦૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડવામાં આવી છે. અને કેવડીયા આસપાસનાં 15 કી.મી. વિસ્તારમાં હજારો કુટુંબોને અપ્રત્યક્ષ રૂપે રોજગારી પ્રાપ્ત થઇ છે. હવે શ્રોતાજનોને રેડિયો જોકી તરીકે નર્મદાની આદિવાસી યુવતીઓનો અવાજ સંભાળવા મળશે. જોકે હાલ સોફ્ટ લોન્ચ કરાયું છે, પણ વિધિવત ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
રેડિયો જોકી (radio jockey) નીલમ તડવી
રેડિયો જોકી (radio jockey) બનેલ નીલમ તડવી કેવડિયા કોલીની નજીક સમશેર પુરા ગામથી આવનારી આદિવાસી યુવતી છે. તેમણ જણાવ્યું હતું કે, “મને સ્વપનેય ખ્યાલ નહોતો કે હું રેડિયો જોકી બનીશ. તેમણે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુના પ્રોજેક્ટમાં સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળે અને ખાસ કરીને આદિવાસીઓમાં રહેલો ટેલેન્ટ બહાર આવે. કેવડિયા રેડિયો યુનિટીમાં અમે ત્રણ આદિવાસી યુવતીઓ રેડિયો જોકી બની છે.”
આ પણ વાંચો: હવે “બચપન કા પ્યાર” મીઠાઈ પણ, જાણો કેમ પાડવામાં આવ્યું આ નામ?
જયારે કેવડિયા નજીક આમદલા ગામના રેડિયો જોકી બનેલા આદિવાસી યુવકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, “સરકારે મારી રેડિયો જોકી તરીકે નિમણુંક કરી છે. મને બે મહિનાની તાલીમ આપી છે. અને સોફ્ટવેર શીખ્યા, આજે હું રેડિયો જોકી તરીકે ફરજ નિભાવું છું એનું મને ગૌરવ છે.”
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4