Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝબાળપણથી જ ઢીંગલીઓ સાથે રમવું પસંદ,સુરતનો આરવ બન્યો આયેશા!

બાળપણથી જ ઢીંગલીઓ સાથે રમવું પસંદ,સુરતનો આરવ બન્યો આયેશા!

Share Now

આપણા દેશમાં ટ્રાન્સઝેન્ડર (Transgender) માટે કલમ 377 લાગુ કરવામાં આવી છે. એટલે કે જે તે વ્યક્તિ પોતાની મરજીથી પોતાનું લિંગ પરિવર્તન કરી શકે છે. ત્યારે હવે સુરતના મેડિકલ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી હાંસિલ થઇ છે. સુરતમાં પહેલી વાર એક પુરુષમાંથી એક સ્ત્રીનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું છે. મુંબઈમાં રહેતા એક યુવકને સુરતના તબીબોની ટિમ દ્વારા તેને સંપૂર્ણ યુવતીમાં પરિવર્તિત કરવામાં આવી છે.

aarav patel transformed into aayesha patel by transgender surgery

આવો જાણીએ આ ટ્રાન્સજેન્ડર (Transgender) સર્જરી વિશે…

  • અત્યારસુધી આ સર્જરીઓ અલગ અલગ જગ્યાએ જઈને કરવી પડતી હતી.
  • જયારે લીંગ પરિવર્તનની સર્જરી પણ દેશના અન્ય મોટા શહેરોમાં જ શક્ય બનતી હતી.
  • સુરતમાં પહેલીવાર તબીબોના પ્રયાસથી આ શક્ય બન્યું છે.
  • જેમાં માથાના વાળથી લઈને પગના નખ સુધીની સંપૂર્ણ સર્જરી સુરતમાં જ શક્ય બની છે.

સુરતમાં પહેલી વાર એક પુરુષની ટોપ ટુ બોટમ સર્જરી કરીને તેને સંપૂર્ણ મહિલામાં ટ્રાન્સફોર્મ કરી આપવામાં સુરતના તબીબોને સફળતા મળી છે. પહેલી વખત એક સંપૂર્ણ ટ્રાન્સજેન્ડર સર્જરી (Transgender surgery) સુરતમાં કરવામાં આવી છે. જેને મેડિકલ ક્ષેત્ર માટે નવા માર્ગ પણ ખોલ્યા છે. સાથે સાથે સુરતની મેડિકલ ટિમ માટે પણ આ એક મોટી સિદ્ધિ છે. સુરતના 3 તબીબોની ટિમ જેમાં પ્લાસ્ટિક સર્જન આશુતોષ શાહ, રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજિસ્ટ ડો.ઋષિ ગ્રોવર અને ડોક્ટર ધવલ માંગુકિયાએ આ સર્જરી કરી છે. 

જુઓ આ વિડીયો: યુવક બન્યો યુવતી

આરવ પટેલ નાનપણથી જ યુવતીઓની જેમ રહેતો

aarav patel transformed into aayesha patel

aarav patel transformed into aayesha patel by transgender surgery

મુંબઈમાં રહેતા આરવ પટેલ નાનપણથી જ યુવતીઓની જેમ રહેતો હતો. તેને ઢીંગલીઓ અને છોકરીઓ સાથે રમવાનું પસંદ હતું. પરિવારજનોએ તેના બળજબરીથી એક યુવતી જોડે લગ્ન પણ કર્યા. પણ આરવે પોતાની હકીકત તે યુવતીને કહી દીધી કે તેને પણ એક યુવતીની જેમ જ જીવવાનું પસંદ છે. ત્યારબાદ તેના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ તેણે માતા પિતાથી ડર્યા વગર પોતાની રીતે પોતાની લાઈફ જીવવાનું નક્કી કર્યું. આ દરમ્યાન આરવની મુલાકાત સુરતના રોહન પટેલ સાથે થઇ. બંને વચ્ચે સારું અન્ડરસ્ટેન્ડિંગ થવા લાગ્યું.

આરવે પોતાની સર્જરી કરવાનું નક્કી કર્યું

રોહન અને આરવ વચ્ચેનો પ્રેમ પાંગરવા લાગ્યો. અને તેઓએ પણ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. જોકે રોહનના સહકાર અને વિશ્વાસથી આરવે પોતાની સર્જરી કરવાનું નક્કી કર્યું. અને તે પણ સંપૂર્ણ ટ્રાન્સજેન્ડર સર્જરી. જેમાં માથાના વાળથી લઈને પગના નખ સુધી તે એક સ્ત્રીમાં પરિવર્તિત થઇ જશે. અત્યારસુધી આ સર્જરીઓ દેશના અલગ અલગ શહેરોમાં થતી હતી. પણ સુરતમાં પહેલીવાર આ સર્જરી થવા જનાર હતી. જેમાં આરવ આયેશા બનવા જઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલા આ સર્જરી સંપૂર્ણ કરવામાં આવી હતી. અને આજે આરવ આલિશા બની ગઈ છે.

સીગ્મોઈડ વજાઈનોપ્લાસ્ટીક  સર્જરી

 transgender aayesha patel from surat

લિંગ પરિવર્તનના ઓપરેશન માટે મનોચિકિત્સક અને પરિવારની સંમતિ અને સોગંદનામું લેવામાં આવે છે. શસ્ત્રક્રિયા પહેલા દર્દીનો બાહ્ય દેખાવ બદલવો ખુબ જરૂરી છે. જેમાં દર્દીની હેડ લાઈન, નાક, જડબાનો આકાર, કંઠનો અવાજ, છાતી, અને વાળની લેસર ટેક્નિકથી સર્જરી થાય છે. તેમને હોર્મોન થેરાપી પણ આપવામાં આવે છે. બાદમાં મનોચિકિત્સક પાસેથી તેઓ આ સર્જરી માટે વાસ્તવમાં તૈયાર છે કે કેમ તે માટે પણ સેશન કરવામાં આવે છે. તબીબો દ્વારા આરવની સીગ્મોઈડ વજાઈનોપ્લાસ્ટીક  સર્જરી કરવામાં આવી છે. જે સુરતમાં પહેલીવાર કરવામાં આવી છે. જેમાં પુરુષના પ્રાઇવેટ પાર્ટ પણ બદલીને સ્ત્રીના કરવામાં આવે છે.

 

અંદાજે 20 લાખ જેટલો ખર્ચ 

 transgender aayesha patel living her happy marriage life

આખી સર્જરી પાછળનો ખર્ચ અંદાજે 20 લાખ જેટલો થાય છે. જેના માટે બે થી અઢી વર્ષનો સમયગાળો થાય છે. સુરતમાં પહેલી વખત આ સર્જરી કરવા માટે તબીબોએ પણ તેમને માનસિક રીતે તૈયાર કર્યા હતા. કારણ કે તેમાં દર્દીને કોઈ નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. પણ જયારે આરવ આયેશા બની ગયો ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહોતો. રોહન અને આયેશા આજે બંને ખુશ છે કારણ કે તેઓ જેવી રીતે જીવવા માંગતા હતા તે હવે ડોક્ટરોને કારણે શક્ય બન્યું છે. આયેશા અને રોહન આજે તેમની દુનિયામાં ઘણા ખુશ છે.

આ પણ વાંચો: હર્ષ સંઘવીના ૧૧ વર્ષીય પુત્રએ કંઈક આ રીતે ઉજવ્યો જન્મદિવસ

દેશમાં આજે ટ્રાન્સઝેન્ડર (Transgender) માટે કલમ 377 લાવીને તેમને અધિકાર આપવાનો કાયદો તો લાવવામાં આવ્યો છે પણ હજી સમાજ અને લોકોએ તેમની લાગણીને બહોળું મન રાખીને સમજવાની જરૂર છે. તેમને પણ અન્યોની જેમ જ મૂળભૂત માનવ અધિકાર મળવા જોઈએ તેની તેઓ માંગ કરે છે.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment