Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝપાકિસ્તાન જેલમાં માછીમારનું મોત

પાકિસ્તાન જેલમાં માછીમારનું મોત

fisherman
Share Now

ગુજરાતનો ઘણો વિસ્તાર દરિયા કિનારાથી સંપર્કમાં રહેલો છે. અને એના થકી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં માછીમારોની સંખ્યા ખુબ વધારે રહેલી છે. અને એ વ્યવસાય પણ ખુબ માત્રામાં વિકસેલો છે. આથી દરિયાઈ માર્ગે આપણા ભારતના માછીમારો દરિયાઈ સરહદ અજાણ્યે વટાવી જતા હોય છે, ક્યારેક જાણી જોઈને કોઈ લોભ લાલચ થકી સરહદ પાર નીકળી જતા હોય છે. જે ભારતના માછીમારો માટે ખુબ ગંભીર પરિસ્થિતિ સાબિત થાય છે. અને પરિણામે પાકિસ્તાની સરહદના ગુન્હાઓ દાખલ કરવામાં આવે છે અને ખુબ લાંબા સમય સુધી જેલનો પ્રવાસ ખેડવો પડે છે.

fisherman on see

 

તમને આ ખબર છે : પાકિસ્તાનની હરકત નાકામ

એવી જ એક ઘટના આપણા ગુજરાતમાં બની છે.અને એ માછીમારના મૃતદેહને એક મહિના પછી પોતાના પરિવારને સોંપવામાં આવશે. ઘટનાની વિગત મુજબ  5-5-2019 ના રોજ સાગર જયસુખભાઇ મસાણી પોતાની સાધના નામની બોટ લઈને દરિયામાં માછીમારી માટે નીકળ્યા હતા. અને એમના બોટ નંબર gj 25 મમ 1734 હતા.તેમની સાથે તેમના ખલાસી મિત્ર રમેશભાઈ ટાભાભાઈ સોસા પણ સાથે હતા, જે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના વતની હતા.

fisherman

છેલ્લા એક મહિનાથી રમેશભાઈને પરિવારના સભ્યો અને ખલાસી મિત્રો ગોતી રહ્યા હતા. પરંતુ બધી જ જગ્યાએ તાપસ કરી , તેઓ જે જગ્યાએ સામાન્ય રીતે માછીમારી માટે જતા હોય ત્યાં પણ તાપસ કરી. છતાં પણ રમેશભાઈની કોઈ પણ ખબર હાથ ના લાગી. અંતે ખબર પડી કે પાકિસ્તાનની સરહદમાં જવાથી ત્યાંના નિયમો અનુસાર એમને કેદ કરવામાં આવ્યા હતા. અને જેલની સજા કરવામાં આવી હતી. આટલા સમય બાદ એક ચોંકાવનારી ઘટના એ છે કે એમનું મૃત્યુ નિપજયું અને હવે એક મહિના બાદ માદરે વતન એમનો મૃતદેહ આવશે. આવી જ દુઃખભરી ઘટનાઓ પાકિસ્તાન – ભારતના માછીમાર પર કરતા રહે છે અને લોકોને હેરાનગતિ પોહ્ચાડતા રહે છે. આગળ સરકાર શું મદદ કરે છે એ જોવાનું રહ્યું. આવી બધી ઘટનાઓથી માછીમાર સમાજ માં હંમેશા ભયના વાદળો છવાતા રહે છે.

વધુ માહિતી માટે : અત્યારે જ ડાઉનલોડ કરો

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment